The Umarwada Muslim Welfare and Education Society

The Umarwada Muslim Welfare and Education Society This society work for help to educate people in umarwada

03/05/2022

ધી ઉમરવાડા મુસ્લિમ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી તરફથી આપ અને આપના પરિવાર ને ઈદ મુબારક

ધી ઉમરવાડા મુસ્લીમ વેલ્ફેર એન્ડ એજયુકેશન સોસાયટી સંચાલિત એ. આઈ. મુલ્લા મેમોરિયલ  હાઈસ્કૂલ અને એમ. ઈ. ગંગાત મેમોરીયલ પ્રા...
18/12/2021

ધી ઉમરવાડા મુસ્લીમ વેલ્ફેર એન્ડ એજયુકેશન સોસાયટી સંચાલિત એ. આઈ. મુલ્લા મેમોરિયલ હાઈસ્કૂલ અને એમ. ઈ. ગંગાત મેમોરીયલ પ્રાથમિક શાળા,ઉમરવાડા તા - 13/12/2021 થી 18/12/21સુધી "મતદાન જાગૃતિ સપ્તાહ" અંતર્ગત દરેક શિક્ષક મિત્રોના સથા સહકાર થી નિબંધ લેખન સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા, વૃકત્વ સ્પર્ધા, પત્ર લેખન, રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઘણાંબધાં વિર્ધાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં વિર્ધાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી વિજેતા વિર્ધાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

તા.24-07-2020 નું હોમ લર્નિંગ ઘી ઉમરવાડા મુસ્લિમ વેલ્ફેર એન્ડ એજયુકેશન સોસાયટી સંચાલિત એમ.ઈ ગંગાત મેમોરિયલ પ્રાથમિક શાળા...
24/07/2020

તા.24-07-2020 નું હોમ લર્નિંગ
ઘી ઉમરવાડા મુસ્લિમ વેલ્ફેર એન્ડ એજયુકેશન સોસાયટી સંચાલિત એમ.ઈ ગંગાત મેમોરિયલ પ્રાથમિક શાળા અને એ.આઈ.મુલ્લા મેમોરિયલ હાઈસ્કૂલ ના શિક્ષકો દ્વારા કોરાના ની મહામારી વચ્ચે વિદ્યાર્થી મિત્રો ને શિક્ષણ મળી રહે તેવા ઉમદા ઉદેશ સાથે યુ-ટયુબ પર ચેનલ બનાવવાં માં આવેલ છે જેની લિંક નીચે મુજબ છે
https://www.youtube.com/channel/UC7VNqPZgdQxlFNqfpwbsQtA
વિદ્યાર્થી મિત્રો
તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો

ધોરણ- ૧
ગણિત CH 1 આકારો અને જગ્યા PART-7
https://youtu.be/Bu6cUdcHbIo

ધોરણ-૨
ENGLISH CH 1 FUN TIME PART-2
https://youtu.be/PQMeZ_lrpjU

ધોરણ-૩
ગણિત CH 3 આપો અને લો PART-8
https://youtu.be/04wzul9iZvY
આસપાસ CH-5 ઘર એક શાળા PART 1
https://youtu.be/A9zzk83EQZs

ધોરણ-૪
English CH 3 My family PART-1
https://youtu.be/63iq2ZNft1A
ગુજરાતી CH 1 TO 4 પુનરાવર્તન-1
https://youtu.be/TJTaIcvVeCU

ધોરણ-૫
ગણિત CH 2 આકાર અને ખૂણા PART-5
https://youtu.be/4u2otv22h0Q
પર્યાવરણ CH 5 બીજ બીજ બીજ PART-2
https://youtu.be/krhSMrfsiEo

ધોરણ-૬
English CH 2 Two Mo Chho PART-4
https://youtu.be/h0jJbIB8d_I

ધોરણ-૭
સંસ્કૃત CH 4 हास्ययोगः PART-2
https://youtu.be/O615nDy4-Is
સામાજિક વિજ્ઞાન CH 4 મધ્યયુગીન સ્થાપત્યો,શહેરો, વેપારી અને કારીગરો PART-1
https://youtu.be/_92-nErlObk

ધોરણ-૮
ગણિત CH 2 એક ચલી સુરેખ સમીકરણ PART-7
https://youtu.be/OVDVj6q7WXs
સામાજિક વિજ્ઞાન CH 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા ? PART-2
https://youtu.be/a4zxSwBqK7g
English CH 2 LMMB Learn More Be Brighter PART-4
https://youtu.be/fGL9nJvgL04

ધોરણ-૯
વિજ્ઞાન CH 5 સજીવનો પાયાનો એકમ PART-6
https://youtu.be/oKLSlAyhTSY

ધોરણ-૧૦
ગુજરાતી CH 4 ભુલી ગયા પછી PART-1
https://youtu.be/SQwDsQbEqMg

THIS CHANNEL IS JUST EDUCATION PURPOSE NOT INCOME

21/07/2020

ઘી ઉમરવાડા મુસ્લિમ વેલ્ફેર એન્ડ એજયુકેશન સોસાયટી સંચાલિત એમ.ઈ ગંગાત મેમોરિયલ પ્રાથમિક શાળા અને એ.આઈ.મુલ્લા મેમોરિયલ હાઈસ્કૂલ ના શિક્ષકો દ્વારા કોરાના ની મહામારી વચ્ચે વિદ્યાર્થી મિત્રો ને શિક્ષણ મળી રહે તેવા ઉમદા ઉદેશ સાથે યુ-ટયુબ પર ચેનલ બનાવવાં માં આવેલ છે જેની લિંક નીચે મુજબ છે
https://www.youtube.com/channel/UC7VNqPZgdQxlFNqfpwbsQtA

વિદ્યાર્થી મિત્રો
તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને ઓનલાઈન શિક્ષણ મેળવો

ધોરણ- ૧
STD-1: https://www.youtube.com/playlist?list=PLdYTJou1VDXuhL5doAEyZ6XsmjNQFmpcJ
ધોરણ-૨
STD-2: https://www.youtube.com/playlist?list=PLdYTJou1VDXu-xITIxg_184yeeOZM14Cv
ધોરણ-૩
STD-3: https://www.youtube.com/playlist?list=PLdYTJou1VDXvWjZe4aSTJvaKqaue83lJo
ધોરણ-૪
STD-4: https://www.youtube.com/playlist?list=PLdYTJou1VDXvJyVTuSaZBpDKTms1f1sRC
ધોરણ-૫
STD-5: https://www.youtube.com/playlist?list=PLdYTJou1VDXuMib2gJp0GzxpJmpzQINKq
ધોરણ-૬
STD-6: https://www.youtube.com/playlist?list=PLdYTJou1VDXvhUr2u670Ylyh1W7IRRbdN
ધોરણ-૭
STD-7: https://www.youtube.com/playlist?list=PLdYTJou1VDXt-qe_-KNqRbhhEFBOQuHQZ
ધોરણ-૮
STD-8: https://www.youtube.com/playlist?list=PLdYTJou1VDXtdY20tcmtz0OkiNJP4w1tP
ધોરણ-૯
STD-9: https://www.youtube.com/playlist?list=PLdYTJou1VDXvdWztDPzQqyo9-_5JJ2t2u
ધોરણ-૧૦
STD-10: https://www.youtube.com/playlist?list=PLdYTJou1VDXu6mkt5AihJ13zl1yWEmG5M

આજે વિશ્વમાં કોરાના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશની દરેક શાળાઓ બંધ છે ત્યારે અંત્રેની સંસ્થા દ્વારા ઓનલાઈન સરળતા થી શિ...
24/06/2020

આજે વિશ્વમાં કોરાના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશની દરેક શાળાઓ બંધ છે ત્યારે અંત્રેની સંસ્થા દ્વારા ઓનલાઈન સરળતા થી શિક્ષણ મળી રહે તેવાં હેતું થી યુ-ટ્યુબ પર શાળા ની ચેનલ બનાવવા માં આવી છે.આપને વિનંતી છે કે આપ ચેનલ ની મુલાકાત લો અને આસપાસ ના બાળકો સુધી વિડીયો પહોચાડવા માં મદદરૂપ થાવ.તેમજ આપ પર વિડીયો નીહાળી જરૂરી એવો આપનો અભિપ્રાય આપો જેથી આ વિડીયો વધું ગુણવત્તાયુક્ત બનાવી શકાય.

just education PURPOSE NOT INCOME

25/05/2020

السلام عليكم ورحمة الله وبركاته

Eid Mubarak to you

May Almighty Allah accept our good deeds, prayers, fasting & supplications offered during the month of Ramadan and Bless us with eternal rewards, peace, happinesses for this life and the hereafter.

EID MUBARAK
25/05/2020

EID MUBARAK

05/03/2020

*તારીખ ૫-૩-૨૦૨૦થી શરૂ થતી SSC અને HSC પરીક્ષા આપતા વિધાર્થીઓ માટે એક અગત્યની સુચના* પોતાની *રિસીપ્ટ ની પાછળ* પોતાનો મોબાઇલ નંબર અવશ્ય લખી રાખો જેથી રિસીપ્ટ ખોવાઈ જાય તો પરત મળી શકે......

🌷બોર્ડ એકઝામ .
Best of luck
બધા જ દીકરા - દીકરીઓને ખુબ ખુબ શુભેચ્છા 💐💐
આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને
કલમ સડસડાટ ચાલે.
માતાપિતાનું નામ રોશન કરો એવી
તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ
💐💐

*Best of luck*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

લી.શાળા પરિવાર, મેનેજમેન્ટ અને શિક્ષકો તરફ થી શુભકામનાઓ
ધી ઉમરવાડા મુસ્લિમ વેલફેર એન્ડ એજયુકેશન સોસાયટી,ઉમરવાડા

27/02/2020
19/01/2020

Kartic Kacha

કોઈને મદદ કરવી હોય તો આવી રીતે કરવી જોઈએ!

એક યુવતીનો પતિ આતંકવાદી હુમલામાં અકાળે માર્યો ગયો એ પછી...

Sukhno password
આશુ પટેલ

૨૬ નવેમ્બર , ૨૦૦૮ની રાતે મુંબઈની પ્રખ્યાત ફાઈવ સ્ટાર હોટેલ ‘તાજ મહલ પેલેસ’ પર આતંકવાદી હુમલો થયો ત્યારે તાજના કર્મચારીઓએ પોતાના જીવના જોખમે હોટેલના ગેસ્ટ્સના જીવ બચાવવા માટે કોશિશ શરૂ કરી હતી.

અન્ય કર્મચારીઓની જેમ તાજનો મેઈન્ટેનન્સ વર્કર રાજન કાંબળે પણ ગેસ્ટ્સને સલામત જગ્યાએ પહોંચાડવાની કોશિશ કરી રહ્યો હતો. એ વખતે એક આતંકવાદીએ તેને ગોળીઓથી વીંધી નાખ્યો.

યુવાન રાજન કાંબળેના અકાળ અને આઘાતજનક મૃત્યુથી તેની પત્ની શ્રુતિ પર જાણે વીજળી ત્રાટકી. તેણે પતિને ગુમાવી દીધો હતો અને બીજી બાજુ તેના પર તેના બે નાના દીકરાઓનો ઉછેર એકલા હાથે કરવાની જવાબદારી આવી પડી હતી.

પતિને ગુમાવ્યા પછી શ્રુતિ કાંબળેને જીવન અંધકારમય લાગી રહ્યું હતું. એક અંગ્રેજી અખબારના એક પત્રકારને ખબર પડી કે રાજન કાંબળેના અકાળ મૃત્યુથી તેની પત્ની શ્રુતિ અને તેના બે નાનાં બાળકોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. તેણે શ્રુતિની સ્થિતિ વિશે અહેવાલ તૈયાર કર્યો. અંગ્રેજી અખબારમાં એ અહેવાલ પ્રકાશિત થયો અને અભિનેતા ફારુક શેખે એ અહેવાલ વાંચ્યો.

એ અહેવાલ વાંચીને ફારુક શેખનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમને થયું કે શ્રુતિ કાંબળેના બાળકોનું ભવિષ્ય બગડવું ન જોઈએ. તેમણે શ્રુતિ કાંબળે અને તેના બાળકો વિશે અહેવાલ પ્રકાશિત કરનારા અંગ્રેજી અખબારનો સંપર્ક કર્યો અને કહ્યું કે શ્રુતિ કાંબળેના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એ માટે હું આર્થિક જવાબદારી ઉપાડવા ઈચ્છું છું. જોકે તેમણે શરત મૂકી કે મારું નામ જાહેર ન કરતા. મને દર વર્ષે કહેવડાવી દેજો કે મારે કેટલી રકમનો ચેક મોકલવાનો છે. હું તમને ચેક મોકલી આપીશ અને તમે એ ચેક શ્રુતિ કાંબળે સુધી પહોંચાડી દેજો.

એ પછી જેટલાં વર્ષો ફારુક શેખ હયાત હતા ત્યાં સુધી દર વર્ષે તેઓ અંગ્રેજી અખબારના માધ્યમથી શ્રુતિ કાંબળેના બાળકોના શિક્ષણ માટે વાર્ષિક જેટલી રકમની જરૂર હોય એટલી રકમનો ચેક મોકલી આપતા હતા.

શ્રુતિ કાંબળેને વર્ષો સુધી ખબર ન પડી કે તેના બાળકોના શિક્ષણની જવાબદારી કોણે ઉઠાવી લીધી છે. પરંતુ ફારુક શેખના મૃત્યુ પછી તેને જાણવા મળ્યું કે તેઓ તેના બાળકોના શિક્ષણ માટે સહાય કરતા હતા!

શ્રુતિ કાંબળેએ પેલા અંગ્રેજી અખબારના પત્રકારને કહ્યું કે મને અફસોસ રહી ગયો કે મારા બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવનારા ફારુક શેખ પ્રત્યે હું કૃતજ્ઞતા વ્યક્ત ન કરી શકી.

આ કિસ્સો જાણીને ફારુક શેખ પ્રત્યેનું માન વધી ગયું અને વાચકો સુધી આ વાત પહોંચાડવાની ઈચ્છા થઈ.

બે-ચાર હજાર રૂપિયાની નોટબુક્સનું વિતરણ કરીને અખબારોમાં તસવીરો સાથે લાંબી પ્રેસ નોટ મોકલનારાઓ કે પોતાની તકતી લગાડવાની શરતે દાન કરતા નમૂનાઓને નિત્ય પ્રાત:કાળે આવા કિસ્સાઓનું પઠન કરવાની ફરજ પાડવી જોઈએ.

કોઈને મદદ કરવી હોય તો ફારુક શેખની જેમ ઢંઢેરો પીટ્યા વિના કરવી જોઈએ.

An article of my daily column 'Sukhno password' (Mumbai Samachar).

A memory of this day.

Address

Umarwada
Ankleshwar

Website

Alerts

Be the first to know and let us send you an email when The Umarwada Muslim Welfare and Education Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to The Umarwada Muslim Welfare and Education Society:

Shortcuts

Share

Category