28/02/2026
તા. 25/02/2026
અંકલેશ્વર
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા આયોજિત ”સ્વ.શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ 2025 26”
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા આયોજિત ”સ્વ.શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ 2025 26”
સભાના અધ્યક્ષપદે એડમિનિસ્ટ્રેટર શ્રી ચિરાગભાઈ શાહ, કૉ-એડમિનિસ્ટ્રેટર બલવંતસિંહ પટેલ, શ્રીમતી કિંજલબેન ચિરાગભાઈ શાહ, શ્રીમતી હિરલબેન બલવંતસિંહ પટેલ, કૉલેજના આચાર્યશ્રી ડૉ. જી. કે. નંદા, ઈ. એન. જિનવાલા હાઈસ્કૂલ આચાર્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર, એમ. ટી. એમ. ગર્લ્સ સ્કૂલ આચાર્ય શ્રી નયનાબેન રાણા, વરિષ્ઠ અધ્યાપક પ્રા. હરેશ પરીખની ઉપસ્થિતિમાં યોજાયો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. પ્રાર્થના દામિની સોલંકીએ પ્રસ્તુત કરી હતી.
આચાર્યશ્રી ડૉ. જી. કે. નંદાએ સૌને આવકાર્યા હતા.
શ્રીમતી કિંજલબેન ચિરાગભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું હતું કે, " વિદ્યાર્થી મિત્રો વાર્ષિકોત્સવ પ્રસંગે તમને મળવાનો મોકો મળ્યો છે. તમને મળીએ છીએ ત્યારે અમારી કોલેજ લાઈફ પ્રતિબિંબિત થાય છે અને આ કોલેજ જીવનની બેસ્ટ મેમરી એટલે આપણું કોલેજ આલ્બમ- જે આપની અંદર હું પોતાની જોઈ રહી છું એન્યુઅલ ફંકશન મહત્વનું છે ખરેખર આપણે એક પરિવારના છીએ. આ રીતે એક પરિવારને મળીએ છીએ. અમે હંમેશા આપની સાથે છીએ. નંદાસર માટે એકવાર તાળી થવી જોઈએ. એમણે જે કોલેજ પરિવારને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભરપૂર પ્રેમ આપ્યો છે. તે કેવો છે? ભણતર મળે છે અને સાથે સાથે તમને ઘડતર પણ મળે છે. દરેક સ્ટાફ મહેનત કરી રહ્યા છે. આ જ વસ્તુ તમને જીવનમાં યાદ આવશે. આજે વિદ્યાર્થી તરીકેનું જીવન છે, એનું વેલ્યુ શું છે? તે માટે હું તમને એક વાત કહીશ. એ વાતનો સાર એ છે કે આપણે એવા કીમતી પથ્થર છીએ કે જેની પરખ કરનાર જ એની કિંમત સમજી શકે. કેમકે વિદ્યાર્થી મિત્રો, આપણે એક જ છીએ ; સ્પેશિયલ છીએ. આપણા જીવનનું મહત્વ આપણે સમજવું જોઈશે. "
કૉ-એડમિનિસ્ટ્રેટર બલવંતસિંહ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું હતું કે, "
મારા કાકા શ્રી ઈશ્વરસિંહ પટેલે અમને કોલેજ ચાલુ રાખવા માટે જે જવાબદારી આપી છે તે અમે કદમ સાથે કદમ મિલાવીને, ખભા સાથે ખભો મિલાવીને, આ કોલેજને ભરૂચ જિલ્લામાં સર્વોત્તમ કોલેજના રૂપમાં સ્થાપિત કરવા કટિબદ્ધ છીએ .હાસોટ અંકલેશ્વર વિસ્તારના બાળકો માટે આ કોલેજ આશીર્વાદરૂપ છે. "
સભાના અધ્યક્ષ એડમિનિસ્ટ્રેટર શ્રી ચિરાગભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું હતું કે, " અંકલેશ્વર નગરપાલિકા, જિનવાલા અને એમટીએમ ગર્લ્સ સ્કૂલ કાર્યક્ષેત્રમાં આપણું કાર્યક્ષેત્ર ચાલે છે, એમનો આભાર.આ કોલેજનું સ્ટેયરીંગ લોકલાડીલા ઈશ્વરસિંહ પટેલના હાથમાં છે અને તેમણે એ અમને સોંપ્યું છે. વિદ્યાર્થીઓનો સપોર્ટ છે કેમકે 250 વિદ્યાર્થીઓથી શરૂ કરીને આજે હજારથી વધારે સંખ્યા થઈ છે. આ તમામના સાથ સહકારથી આ શક્ય બન્યું છે અને તમારા સહકારથી આ કોલેજે અમે ચલાવી રહ્યા છીએ. કેમકે એક બીજનું સ્થાપન કરવામાં આવ્યું હતું . આપણે કોલેજ બિલ્ડીંગ માટે જમીન લઈ લીધી છે અને ઝડપથી એનું કામ શરૂ કરીશું અને કૉલેજ ચલાવવી અને ભણતર સાથે ગણતર કરાવવું એ શક્ય બન્યું છે. અભ્યાસ, એક્સ્ટ્રા એક્ટિવિટી અને કોલેજ ચલાવવું આ ત્રણેય વસ્તુ કોલેજને તાલુકા, જિલ્લા અને સ્ટેટ સુધી જ નહીં પણ નેશનલ લેવલે આગળ વધારે છે. તમે એક ઇગલ પક્ષી જેવા ગુણો ધારણ કરો જે સંઘર્ષમાં પણ પોતાના વ્યક્તિત્વની ભૂલતું નથી"
વાર્ષિક અહેવાલનું વાંચન વરિષ્ઠ અધ્યાપક પ્રા હરેશ પરીખે કર્યું હતું.
રાષ્ટ્રીય અને યુનિવર્સિટી, કૉલેજ કક્ષાએ શિક્ષણેતર તથા શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે સહભાગિતા - અનુજ સાકવા(નેશનલ પરેડ દિલ્હીમાં ), ખુશ્બુકુમારી રસિકભાઈ સોલંકી, રાઠોડ અક્ષય કિશોરભાઈ એનઆઇસી રાષ્ટ્રીય NSS કૅમ્પ બિહાર ), યુનિવર્સિટી કક્ષાએ સિદ્ધિ - ઇન્ટિરિયર યુનિ. પ્લેયર પાર્થિવ પટેલ, નીલ પટેલ, અભિષેક પાલ, અંશુ પાલ, વિશાલ દિહોરા, અભય ગુપ્તા, મુસ્તકીલ અને યુનિ એથ્લેલેટિક મીટમાં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ લાવનાર ખેલાડી ચિરાગ માછી, 52 માં રાની અબક્કાદેવી યુથ ફેસ્ટિવલમાં કાવ્ય પઠનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ભટ્ટ હાર્વી નીતિનકુમાર, અંતર કોલેજ કક્ષાએ આયોજિત સ્પર્ધાઓમાં પટેલ ફેનિલ પ્રમોદભાઈ(રંગોલી-પ્રથમ) દામિની કમલેશભાઈ સોલંકી( દેશભક્તિ ગીતસ્પર્ધા -દ્વિતીય) ભટ્ટ હાર્વી નીતિનકુમાર( પુસ્તકસમીક્ષા સ્પર્ધા- તૃતીય) માજીદા પઠાણ ( મહેંદી સ્પર્ધા-ચતુર્થ, શૈક્ષણિક સ્તરે યુનિવર્સિટી કક્ષાએ એક વિષયમાં સર્વાધિક ગુણ પ્રાપ્ત કરનાર રીનલ ભરતકુમાર મોરી(એમ. એ.), ચોકસી સાયમા ઈકબાલ(એમ. એ.), બેરા ફાહિમા ફિરોઝ(બી. એ.) લુણી શ્રુતિ ચંદુભાઈ (બી. એ.) તથા કોલેજ કક્ષાએ સર્વાધિક ગુણ પ્રાપ્ત કરનાર ખેલાડીઓ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક, રમતગમત તથા સ્ટુડન્ટ સ્ટાર્ટપ અને ઇનોવેશન પૉલિસીમાં સ્થાન પ્રાપ્ત કરનાર સૌને ઈનામ આપવામાં આવ્યા હતા.
વીએનએસજીયુ સુરત આંતર કોલેજ હોકી ભાઈઓની સ્પર્ધા સુરત હોકી ગ્રાઉન્ડ ખાતે યોજાઇ હતી જેમાં દોસ્તી મોએ ભાગ લીધો હતો જેમાં છે ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ટીમ વિજેતા થઈ હતી અને યુનિવર્સિટીની આંતર યુનિવર્સિટી ટીમમાં આ કોલેજના સાત વિદ્યાર્થીઓ પસંદગી પામીને ભોપાલ મુકામે હોકી રમવા ગયા હતા
એન. એસ. એસ. શ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે શ્રુતિ ચંદુભાઈ લુણી તથા વૈભવકુમાર દિનેશભાઈ પ્રજાપતિને વર્ષ દરમિયાન કરેલી શ્રેષ્ઠ કામગીરી માટે ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.
સમારંભનું આભારદર્શન સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રી ડૉ. હેમંત દેસાઈએ કર્યું હતું. સભાનું સંચાલન ડૉ. જયશ્રી ચૌધરી અને ડૉ. જગદીશ કંથારીઆએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કોલેજ પરિવારે સહયોગ આપ્યો હતો.