VIDI Bagicha Primary School

VIDI Bagicha Primary School school activities

Std CET EXAM આપવા જતાં વિધાર્થીઓ ને BEST OF LUCK
02/02/2026

Std CET EXAM આપવા જતાં વિધાર્થીઓ ને BEST OF LUCK

શાળા પરિવાર સાથે SMC અને વાલી મીટિંગ
12/01/2026

શાળા પરિવાર સાથે SMC અને વાલી મીટિંગ

આજ રોજ SMC ( શાળાનું નામ)(, બ્લોક નું નામ,) (જિલ્લાનું નામ,)SNA GUJ GOI  તેમજ SMC ( શાળાનું નામ),( બ્લોકનું નામ), (જિલ્લ...
05/08/2025

આજ રોજ SMC ( શાળાનું નામ)(, બ્લોક નું નામ,) (જિલ્લાનું નામ,)SNA GUJ GOI તેમજ SMC ( શાળાનું નામ),( બ્લોકનું નામ), (જિલ્લાનું નામ) HOLDING GUJ GOI એમ બે ACCOUNT BOB બેંક માં સમગ્ર શિક્ષા સમિતિ ના ૧૨.૫.૨૦૨૫ ના પરિપત્ર અંતર્ગત સ્કૂલ ના ખાતા ખોલવાની કામગીરી સવારે 10.30 વાગે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સૌથી છેલ્લે રાત્રે 9.15P.M. સુધી મારો વારો આવ્યો હતો. બેંક ઓફ બરોડા અંજાર શાખાના અધિકારીઓએ સાથે રહીને સમગ્ર કામગીરી સંતોષ કારક રીતે પાર પાડી હતી. બેંક મેનેજર તથા તેમના આસિસ્ટન્ટ બહેનશ્રી એ થાક્યા વગર રાત્રે મોડે સુધી હાજર રહેલા તમામ આચાર્યશ્રીઓ ના ખાતા ખોલી આપ્યા હતા.શરૂઆતમાં પ્રિન્ટર ની એરરને કારણે એકાદ કલાક કામગીરી ઠપ્પ થઈ હતી જે BRC CO મુકેશ પટેલે તાત્કાલિક નવા પ્રિન્ટર ની વ્યવસ્થા કરીને કામગીરી ઝડપી બનાવી દીધી. બપોર 2.00p.m. સુધી માત્ર 3ખાતા ખુલ્યા હતાં ને ત્યાર બાદ કામ માં બપોર બાદ ઝડપ આવી હતી. તમામ આચાર્ય જે હાજર હતા તેમને સંતોષ થાય તેવી ઝડપી કામગીરી કરી હતી. હજુ ઘણા ખોલવા બાકી છે.BRC કક્ષાએ આગામી 3દિવસ સુધી કેમ્પ રાખીને અંજાર તાલુકાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળાઓનાં SNA GUJ GOI તેમજ HOLDING GUJ GOI ખાતા ખુલ્લી જાય તેવો પ્રયત્ન BRC CO અને બેંક ઓફ બરોડા દ્વારા કરવામાં આવશે તેવી નેમ સંયુક્ત રીતે વ્યક્ત કરવામાં આવી હતી. કેમ્પમાં હાજર ન રહેનાર આચાર્યોએ બાદમાં પોતાની રીતે ખાતા ખોલવાની કામગીરી કરવાની રહેશે. તેવું BRC CO મુકેશ પટેલે જણાવ્યું હતું. આવતીકાલથી વધુ એક પ્રિન્ટર ની વ્યવસ્થા કરવામાં આવશે. ને સ્ટાફ વધુ જોડાશે. જેથી કરીને આચાર્યશ્રીને વધુ રાહ જોવી ન પડે. તેવું આયોજન BRC CO મુકેશ પટેલે કર્યું છે.
TEAM BRC અને BANK OF BARODA ના સ્ટાફ પરિવારે મારા વ્યવસ્થિત તમામ ડોક્યુમેન્ટથી ખુશ થઈને આ કામગીરી માં સહકાર આપવા જણાવ્યું હતું.

વીડી બગીચા પ્રાથમિક શાળા માં જત સમાજ ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.
05/08/2025

વીડી બગીચા પ્રાથમિક શાળા માં જત સમાજ ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.

શાળા પંચાયત બાળ સંસદ ચૂંટણી - 2025 વીડી બગીચા પ્રાથમિક શાળામાં વિજેતા ઉમેદવાર જત ફરહાના યાકુબભાઈ ધોરણ 8નું હારતોરા અને પ...
04/08/2025

શાળા પંચાયત બાળ સંસદ ચૂંટણી - 2025 વીડી બગીચા પ્રાથમિક શાળામાં વિજેતા ઉમેદવાર જત ફરહાના યાકુબભાઈ ધોરણ 8નું હારતોરા અને પુષ્ગુચ્છ દ્રારા બહુમાન કરવામાં આવ્યું. સમગ્ર સ્ટાફ પરિવારે તથા તેમના પિતાશ્રી અને તેમની મોટી બહેન સાનિયા જત આ પ્રસંગે હાજર રહ્યાં હતાં. અને તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળા ના બાળકોએ તાળીઓના ગડગડાટ થી ફરહાના ની જીત ને વધાવી લીધી હતી. કીર્તિકુમાર પટેલ દ્વારા લોકશાહીના પાઠની સમજ આપવામાં આવી. આચાર્યશ્રી Htr Mahendra Amrutiya એ સમગ્ર ટીમ ને અભિનંદન આપ્યા હતા. આયોજન જાગૃતિ બેન પટેલ તથા તમામ સ્ટાફ પરિવારે દ્વારા કરવામાં આવ્યું હતું.

તા.04/07/2025 મિશન અર્જુન ( એક જ લક્ષ્ય) અંતર્ગત ગ્રુપ શાળાના આચાર્યશ્રીઓ તથા TPEO શ્રી R D MAHESHWARI SIR ,અભિયાનના પ્ર...
05/07/2025

તા.04/07/2025 મિશન અર્જુન ( એક જ લક્ષ્ય) અંતર્ગત ગ્રુપ શાળાના આચાર્યશ્રીઓ તથા TPEO શ્રી R D MAHESHWARI SIR ,અભિયાનના પ્રેરક શ્રી નિર્મલસિંહ જાડેજા પ્રમુખશ્રી અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ,CRC CO. બેનશ્રી ગીતાબેન પરમાર વીડી ક્લસ્ટર વગેરે વિચારોનું આદાન પ્રદાન કરતા દૃષ્ટિ ગોચર થતા જોવા મળ્યા.

લાઈફ સ્કીલ પ્રવૃત્તિઓ
05/07/2025

લાઈફ સ્કીલ પ્રવૃત્તિઓ

શ્રી વીડી બગીચા પ્રાથમિક શાળામાં આજ રોજ તા 26.06.2025ના કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર ના...
26/06/2025

શ્રી વીડી બગીચા પ્રાથમિક શાળામાં આજ રોજ તા 26.06.2025ના કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર ના પ્રતિનિધિ શ્રી મિલન એમ વિસાવડિયા કાર્યપાલક ઈજનેરશ્રી ઇન્ડિયન નેશનલ હાઇવે આદિપુર તેમજ C.R.C.Co. ગીતાબેન પરમાર - VIDI Cluster, શાળાના આચાર્યશ્રી Htr Mahendra Amrutiya , શાળાના ઉપાચાર્યશ્રી Kirtibhai Patel, શિક્ષકશ્રી મનસુખરામભાઇ ભાદરકા, શિક્ષકશ્રી જયેશભાઈ પટેલ, શિક્ષિકા બહેનો જ્યોત્સનાબેન, જાગૃતિબેન, રંજનબેન,SMC અધ્યક્ષશ્રી,SMCના સભ્યો, ગ્રામ પંચાયત વીડીના વોર્ડમાં ચૂંટાયેલા સભ્યો, શિક્ષણ પ્રેમી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ના દાતાશ્રી મામદહુસેન ભાઈ જત, ગામના અગ્રણી કાસમભાઈ,ઈલિયાસભાઈ, જુસબભાઈ, યાકુબભાઈ, સર્વે ગામમાંથી પધારેલા ગ્રામજનો, શાળાના વિધાર્થીઓ, આરોગ્ય વિભાગ માંથી પધારેલ બહેનો તથા બાલવાટિકા માં પ્રવેશપાત્ર 21 ભૂલકાંઓની ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ નું આયોજન સુપેરે પાર પાડવામાં આવ્યું હતું.
શાળાના શિક્ષકશ્રી કીર્તિભાઈ પટેલ દ્વારા પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.શાળાની ધો 3થી 5ની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.કાર્યક્રમ ના મુખ્ય મહેમાન મિલન સાહેબે સરકારશ્રી ની કન્યા કેળવણી માટે ની વિવિધ લાભકારી યોજનાઓથી માહિતગાર કરી ને બાળકોને નિયમિત શાળાએ આવવાનું કહ્યું હતું. આ પ્રસંગે વિવિધ વક્તાઓ દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. શાળામાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિધાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું.
NMMS,GYANSADHANA,CET EXAM માં ઉતીર્ણ થનાર વિધાર્થી અને વિધાર્થિનીઓનું પણ ઈનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આભારવિધિ મામદભાઇ જત દ્વારા કરવામાં આવી હતી.

ધોરણ 8 વિદાય સમારંભ યોજાયો શ્રી વીડી બગીચા પ્રાથમિક શાળા તા અંજાર જિલ્લો ક્ચ્છ તા.25/02/2025 બાળકોને ખારીભાત, બૂંદી, સેવ...
25/02/2025

ધોરણ 8 વિદાય સમારંભ યોજાયો શ્રી વીડી બગીચા પ્રાથમિક શાળા તા અંજાર જિલ્લો ક્ચ્છ તા.25/02/2025 બાળકોને ખારીભાત, બૂંદી, સેવ, ચણા નું જમણ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ધો 6અને ધો 7ના વિધાર્થીઓ તરફ થી ધો 8ના દરેક બાળકને સ્ટીલ નો ડબ્બો ભેટ આપવામાં આવ્યો. ધોરણ 8 ના વિધાર્થી ઓ તરફ થી શાળાને પાણીનો જગ તથા વજન કાંટો આપવામાં આવેલ હતો. આ પ્રસંગે શાળા ના આચાર્યશ્રી એ વિધાર્થી ઓને શુભેચ્છા પાઠવી હતી. જીવનમાં દરેક ક્ષેત્રો માં જીત હાંસિલ કરી શાળા પરિવારનું નામ રોશન કરો એવા આશીર્વાદ આપ્યા હતાં

વીડી બગીચા પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરી 2025 ( પ્રજાસત્તાક દિન) ની ઉજવણી કરવામાં આવી અને ભાગ લેનાર વિધાર્થીઓને ઈનામ વ...
28/01/2025

વીડી બગીચા પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરી 2025 ( પ્રજાસત્તાક દિન) ની ઉજવણી કરવામાં આવી અને ભાગ લેનાર વિધાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું.

Address

Vidi School Road
Anjar
370110

Opening Hours

9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when VIDI Bagicha Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category