Shree Swami Vivekanand Vidhyalay,Anjar

Shree Swami Vivekanand Vidhyalay,Anjar અંજાર નગર પાલિકા સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય,અંજાર

21/04/2026

શાળા નંબર 17 ના સંનિષ્ઠ શિક્ષક શ્રી બીપીનભાઇ પટેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ની મુલાકાતે આવેલા હતા .તેઓની શાળામાં જેમણે અભ્યાસ કરેલ તેવી દીકરી દેખાતાં થયેલ મુલાકાતનું ભાવસભર દૃશ્ય અને વીડિયો જુવો.

ઐતિહાસિક અંજાર શહેરની એક માત્ર ગ્રાન્ટેડ શાળા સ્વામી વિવેકાનંદ વિદ્યાલય હવે દીકરીઓને પણ ધોરણ 9 થી જ પ્રવેશ આપી રહી છે.  ...
15/04/2026

ઐતિહાસિક અંજાર શહેરની એક માત્ર ગ્રાન્ટેડ શાળા સ્વામી વિવેકાનંદ વિદ્યાલય હવે દીકરીઓને પણ ધોરણ 9 થી જ પ્રવેશ આપી રહી છે.
શું આપની દીકરીને પણ સારું શિક્ષણ મળે તે માટે આપ પ્રયત્ન કરી રહ્યા છો?
તો આવો . આપની શોધ અહીં પૂરી થાય છે. 🫟શિક્ષણ સાથે સંસ્કાર અને શિસ્ત
🫟સ્માર્ટ વર્ગખંડ દ્વારા NEP હેઠળ નિષ્ણાંત શિક્ષકો દ્વારા અપાતું અધ્યતન શિક્ષણ
🫟NCC ની રાષ્ટ્રીય પ્રવૃતિ દ્વારા બાળકો દેશભક્તિના પાઠ શીખે
🫟દીકરીઓને BIS સંસ્થા દ્વારા ઔધોગિક કંપનીઓ ની મુલાકાત
🫟દરેક બાળકને તેમની ઉપલબ્ધિઓ પર સન્માન સાથે ઇનામ
🫟રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માટે સંપૂર્ણ માર્ગદર્શન 🫟વિજ્ઞાન પ્રવાહ માં ત્રણેય વિષયની પ્રયોગશાળા માં અધ્યતન સાધનો દ્વારા નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ practical જાતે કરી શકે
🫟સરકારશ્રી દ્વારા અપાતી તમામ શિષ્યવૃત્તિની યોજનાઓ જેવીકે નમો લક્ષ્મી, નમો સરસ્વતી..SC,ST અને OBC અને EWS બાળકો ને શિષ્યવૃત્તિ .
🫟MSFC lab. દ્વારા બાળકો જીવન અને કારકિર્દી માટે ઉપયોગી કાર્ય કરે.
🫟 કમ્પ્યુટર દ્વારા બાળકો gaming અને animation જેવા coding programme જાતે બનાવશે.

શાળા શિક્ષણ એટલે માત્ર બાળકનું જ નહીં પણ સાથે વાલીઓનું પણ ગણતર છે. તેઓ પણ પોતાના દીકરા કે દીકરી પ્રત્યેની  જવાબદારી સંભા...
09/04/2026

શાળા શિક્ષણ એટલે માત્ર બાળકનું જ નહીં પણ સાથે વાલીઓનું પણ ગણતર છે. તેઓ પણ પોતાના દીકરા કે દીકરી પ્રત્યેની જવાબદારી સંભાળવા કેટલા તૈયાર છે તે પણ છે. શિક્ષણ એક ત્રિકોણ છે,જેના ત્રણ અંગો છે
1.વિધાર્થી 2.શિક્ષક અને 3. વાલી . જેમ પાયામાં બે કોણ શિક્ષક અને વાલી મળીને વિધાર્થીની કારકિર્દીને ઉપર લઈ જાય છે. જો એમાં કોઈ પણ એક કોણ પણ ઉપર નીચે થાય તો વિધાર્થી ની કારકિર્દી નો graph ડગમગવા લાગે.

અંજાર શહેરની એક માત્ર ગ્રાન્ટેડ શાળા સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં પ્રવેશ શા માટે મેળવવો?     * આપનું બાળક વર્ગખંડ શિક્ષણ...
08/04/2026

અંજાર શહેરની એક માત્ર ગ્રાન્ટેડ શાળા સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં પ્રવેશ શા માટે મેળવવો?
* આપનું બાળક વર્ગખંડ શિક્ષણ સાથે ડિજીટલ વર્ગખંડમાં પણ અભ્યાસ કરશે.
* આપનું બાળક કમ્પ્યુટર સાથે પારંગત થઈ શકશે.
* ગ્રાન્ટેડ શાળા હોવાથી તમામ સરકારી સહાય તથા શિષ્યવૃત્તિ મળશે.
* SSC પછી આપનું બાળક વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ લઈ દેશના વૈજ્ઞાનિક વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે.
* આ શાળામાંથી અભ્યાસ કરીને અનેક વિધાર્થીઓ અને વિધાર્થિનીઓ માત્ર અંજાર શહેર જ નહીં પરંતુ દેશ વિદેશની અનેક સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓમાં સેવા આપી પોતાની ઉચ્ચ કારકિર્દી નું નિર્માણ કરી ચૂક્યા છે.
*NCC જેવી રાષ્ટ્રીય પ્રવૃત્તિ ચાલતી હોવાથી બાળકો self discipline માં રહે , દેશભક્તિની ભાવના જળવાય અને આવનાર વર્ષોમાં પોલીસ, અગ્નિવીર જેવા field માં થનારી ભરતીમાં preference મેળવી શકે.
*વૃક્ષારોપણ તથા પર્યાવરણને ઉપયોગી કાર્યો દ્વારા સામાજિક જવાબદારીઓનું વહન કરશે અને વિશ્વને global warming થી બચાવવા પ્રયત્ન કરશે.
* શાળા દ્વારા સરકારશ્રી તરફથી દરેક બાળકોને નિઃશુલ્ક પાઠયપુસ્તકો તથા આર્થિક નબળા વિધાર્થીઓને NGO અથવા દાતાઓના સહયોગથી નિઃશુલ્ક નોટબુકો કે ગણવેશની સહાય.
* દર વર્ષે sports field માં બાળકો જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે છે.રમતગમત માટે ગ્રાઉન્ડ અને બાળકો માટે પર્સનલ કોચિંગ આપવામાં આવે છે.
* વિજ્ઞાન પ્રવાહ ની અંજાર તાલુકાની એક માત્ર ગ્રાન્ટેડ શાળા જેમાં વર્ષોના અનુભવી શિક્ષકો દ્વારા અધ્યાપન કાર્ય તથા અધ્યયન પ્રયોગશાળા માં ધોરણ 11 અને 12ના તમામ practicals કરાવી બાળકો નું skill development કરવામાં આવે છે.
* પૂરતી હવા ઉજાસ અને CCTV કેમેરા થી સજ્જ વર્ગખંડો .
* આદિપુર જતા હાઈવે રોડ પર જ આવેલ શાળા હોવાથી અપ ડાઉન વાળા વિધાર્થીઓ માટે સરળતા.

Address

Adipur Road, Near Stadium
Anjar
370110

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Swami Vivekanand Vidhyalay,Anjar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category