Anand Arts College, Anand. SPU

Anand Arts College, Anand. SPU Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anand Arts College, Anand. SPU, Education Website, opp. Grid, Anand.

આણંદ આર્ટ્સ કોલેંજમાં સમાજશાસ્ત્ર વિભાગમાં વ્યાખ્યાન યોજાયું             શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલ...
25/08/2026

આણંદ આર્ટ્સ કોલેંજમાં સમાજશાસ્ત્ર વિભાગમાં વ્યાખ્યાન યોજાયું

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના સમાજશાસ્ત્ર વિભાગ અને IQAC ના સંયુક્ત ઉપક્રમે “૨૧ મી સદીમાં યુવાનોના આંદોલનો" વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાથીની મનીષા મિસ્ત્રી દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉ. પરેશ પરમારે જણાવ્યું હતું કે વિભાગમાં પ્રતિવર્ષ વિવિધ તજજ્ઞોના વ્યાખ્યાનો યોજવામાં આવે છે. ૨૧ મી સદી યુવાનોની સદી છે. આજનો યુવાન મોબાઈલના સ્ક્રીનથી વૈશ્વિક સ્તરે વિચારોનું આંદોલન ચલાવે છે.
કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડો. પ્રેમચંદ કોરાલીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતું કે ૨૧ મી સદીના આંદોલનોની દિશા સોશિયલ મીડિયા અને ટેકનોલોજીએ બદલી નાખી છે. આજના યુવાનો એ વિરોધ ની સાથે ઉકેલ લક્ષી વિચાર ધારા અપનાવવી જોઈએ.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આર.કે.પરીખ આર્ટ્સ અને સાયન્સ કોલેજ પેટલાદના અસિસ્ટંટ પ્રોફેસર ડો.હીરેન ચાવડા ઉપસ્થિત રહયા હતા. ડો.ચાવડા એ વક્તવ્ય માં જણાવ્યુ હતું કે, અગાઉ ના સમય માં આંદોલનો રાજકીય સ્વતંત્રતા માટે હતા જ્યારે ૨૧ મી સદી ના આંદોલનો પર્યાવરણ, જાતિ સમાનતા, ભ્રષ્ટાચાર અને અભિવ્યક્તિની આઝાદી જેવા વૈશ્વિક મુદ્દાઓ પર કેન્દ્રીત છે. તેમણે અન્ના આંદોલન, નિર્ભયા આંદોલન અને ગેટા થનબર્ગના પર્યાવરણ આંદોલનના ઉદાહરણો આપી યુવાનોની ભૂમિકા સમજાવી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મિત્તલ ગોહેલ અને આભાર વિધિ પ્રો. સુભાષ વિરોલા કરી હતી. કાર્યક્રમમાં સમગ્ર કોલેજ પરિવારનો સક્રિય સહયોગ સાંપડ્યો હતો.

આણંદ આર્ટ્સ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા વિશ્વ સંસ્કૃત દિવસની ભવ્ય ઉજવણીશ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કૉલે...
24/08/2026

આણંદ આર્ટ્સ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા વિશ્વ સંસ્કૃત દિવસની ભવ્ય ઉજવણી

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કૉલેજ આણંદના સંસ્કૃત વિભાગ દ્વારા તા. 24 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વ સંસ્કૃત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ. મનોજકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. પ્રેમચંદ કોરાલીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

કાર્યક્રમનો પ્રારંભ દીપિકા દ્વારા પ્રાર્થનાથી તથા દીપપ્રજ્વલનથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વાગતગીત અને શાબ્દિક સ્વાગત પછી મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભાષાના મહત્ત્વ અને તેની વિશિષ્ટતા અંગે સુંદર વક્તવ્યો રજૂ કરવામાં આવ્યાં હતાં.

વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણીના મુખ્ય આકર્ષણરૂપે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃત સ્તોત્રો, સંસ્કૃત ગીતો, શ્રીરામ સ્તુતિ, શિવ-પાર્વતી સ્તુતિ, ભજન, સંસ્કૃત કથા, શ્લોકગાન તથા વક્તવ્યો સહિતની વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ જ આત્મવિશ્વાસ, ઉત્સાહ અને સુંદર અભિવ્યક્તિ સાથે પ્રસ્તુતિઓ આપી ઉપસ્થિત સૌના હૃદય જીતી લીધા હતા.

વિદ્યાર્થીઓની પ્રસ્તુતિઓ દ્વારા સંસ્કૃત માત્ર પ્રાચીન ભાષા નથી, પરંતુ ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોની સમૃદ્ધ વારસાગત ભાષા છે તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યેનો ઉત્સાહ અને ગૌરવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

કાર્યક્રમના અંતે અધ્યક્ષશ્રી ડૉ. પ્રેમચંદ કોરાલી સાહેબ દ્વારા પ્રેરણાદાયી ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. સાહેબે સંસ્કૃત ભાષાના મહત્ત્વ અને ભારતીય સંસ્કૃતિમાં તેના સ્થાન વિશે વાત કરી અને વિદ્યાર્થીઓની સુંદર પ્રસ્તુતિને બિરદાવી તેમણે સૌને શુભેચ્છા પાઠવી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમના સુંદર આયોજન બદલ સંસ્કૃત વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.

શાબ્દિક સ્વાગત અને આભારદર્શન ડૉ. મહેશ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ નંદની પરમાર, સેજલ પરમાર, ક્રિષ્ના પાસવાન અને હિરલ પંડ્યા દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના વિવિધ વિભાગોના અધ્યાપકશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્કૃત વિભાગ, કોલેજ પરિવાર તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ અને સૌના સહિયારા પ્રયત્નોથી વિશ્વ સંસ્કૃત દિવસનો કાર્યક્રમ અત્યંત સફળ અને યાદગાર રહ્યો હતો.

આણંદ આર્ટસ કોલેજમાં C. W. D.C. વિભાગ દ્વારા રાખી મેકિંગ અને કેશ ગૂંફન સ્પર્ધા યોજાઈશ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ...
24/08/2026

આણંદ આર્ટસ કોલેજમાં C. W. D.C. વિભાગ દ્વારા રાખી મેકિંગ અને કેશ ગૂંફન સ્પર્ધા યોજાઈ

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટસ કોલેજના C. W. D. C. વિભાગ દ્વારા રાખી મેકિંગ અને કેશ ગૂંફન સ્પર્ધા કોલેજના આચાર્યશ્રી ડૉ. મનોજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. પ્રેમચંદભાઈ કોરાલીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી.

વિદ્યાર્થીની બહેનોની સુષુપ્ત શક્તિઓ ખીલે અને વિકસે એ આશય થી આવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો એ ભાગ લીધો હતો.

કેશ ગૂંફન સ્પર્ધામાં પ્રથમ ક્રમે અમલીયાર સેજલ, દ્વિતીય ક્રમે કોંકણી સારિકા, તૃતીય ક્રમે રોહિત ઉમા રહયા હતા. રાખીમેકિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે બારૈયા પિન્ટુ, દ્વિતીય ક્રમે દરજી આયુષ અને તૃતીય ક્રમે સોલંકી વૈશાલી વિજેતા રહ્યાં હતાં.

સ્પર્ધકોએ ક્લાત્મક અને આકર્ષિત કેશ ગૂંફન અને અવનવી રાખડી બનાવી પોતાની કલા પ્રદર્શિત કરી હતી. કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી પ્રેમચંદભાઈ કોરાલીએ વિદ્યાર્થીઓની કલાને બિરદાવી અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.

આ સ્પર્ધામાં ડૉ. સંગીતાબેન રોહિત, પ્રો. આયમન ખોખર, પ્રો. શ્વેતાંગી ચૌધરીએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન C. W. D. C.ના કન્વીનર ડૉ. પદ્માપટેલ અને કૃપાશાહે કર્યું હતું.

આણંદ આર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અને રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયોશ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણ...
22/08/2026

આણંદ આર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અને રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણંદ ખાતે NSS વિભાગના ઉપક્રમે તા. 22/08/2026ના રોજ “ટ્રાફિક અને રોડ સેફટી અવેરનેસ પ્રોગ્રામ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઇન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રેમચંદ કોરાલીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થી સરોજ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉ. અરવિંદ જાદવ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો શાબ્દિક પરિચય કરાવવામાં આવ્યો હતો તથા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે PSI શ્રી વી. જે. પુરોહિત, જિલ્લા ટ્રાફિક, આણંદ તથા તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, માર્ગ સલામતી, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવો, ઝડપ પર નિયંત્રણ તથા ટ્રાફિક સિગ્નલનું પાલન જેવી બાબતો અંગે વિસ્તૃત અને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ શ્રી પ્રવીણકુમાર યાદવ દ્વારા PPT પ્રેઝન્ટેશન અને વિડીયોના માધ્યમથી ટ્રાફિક અને રોડ સેફટી અંગે માહિતીસભર રજૂઆત કરવામાં આવી હતી. પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના વિવિધ નિયમો તથા અકસ્માત નિવારણ અંગે વ્યવહારુ સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમની અધ્યક્ષતા ઇન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રેમચંદ કોરાલીએ કરી હતી. તેમણે પોતાના અધ્યક્ષીય ઉદબોધનમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ માત્ર કાયદાકીય ફરજ નહીં, પરંતુ દરેક નાગરિકની સામાજિક જવાબદારી હોવાનું જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પોતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સાથે અન્ય લોકોને પણ માર્ગ સલામતી અંગે જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. મનોજ પટેલે શુભેચ્છા પાઠવી હતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાની તથા અન્યની સુરક્ષા જાળવવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.

કાર્યક્રમના અંતે ડૉ. શ્રદ્ધા બુટાણી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. ભાવના પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. લાલુ દેસાઈનો પણ મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે NSS વિભાગ દ્વારા જરૂરી આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

An Expert Talk on Career Possibilities for English StudentsThe Department of English, Anand Arts College, Anand, organis...
22/08/2026

An Expert Talk on Career Possibilities for English Students

The Department of English, Anand Arts College, Anand, organised an Expert Talk on “English Beyond Graduation: Career Pathways for English Students” with the primary objective of providing students with meaningful career guidance and enabling them to gain a wider perspective on the opportunities available to them after graduation. The programme began with a formal welcome to the invited expert. Dr. Premchand Korali, I/c Principal, Anand Arts College, Anand, graced the occasion with his presence. He welcomed the expert with a bouquet and addressed the students. In his motivating remarks, he emphasised the importance of developing a broad vision towards one's career and encouraged students to make conscious efforts to enhance their knowledge, skills and professional competencies.

The invited expert, Dr. Rajnikant S. Dodiya, Assistant Professor and Coordinator of IQAC, H. M. Patel Institute of English Training and Research, Vallabh Vidyanagar, conducted the expert session. With his rich academic experience and professional expertise, Dr. Dodiya provided students with valuable insights into the diverse career possibilities available to them. He guided the students on how their academic background can be complemented with relevant skills and additional qualifications to create wider professional opportunities.
During his interaction, he highlighted the significance of effective communication, confidence, skill development, continuous learning and career planning in achieving professional growth. He encouraged students to identify their individual strengths and interests and to explore career options that align with their abilities and aspirations. His practical observations and professional experiences helped students understand the importance of making informed and purposeful choices rather than limiting themselves to conventional career pathways.

The programme was organised under the able guidance of Dr. Suresh Gadhvi, Head, Department of English. The programme was successfully executed by Dr. Mital Macwan, Dr. Krupa Shah and Dr. Chirag Adatiya.

22/08/2026
આણંદ આર્ટ્સ કોલેજમાં વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણીશ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણંદ ખાતે વિશ્વ...
21/08/2026

આણંદ આર્ટ્સ કોલેજમાં વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણંદ ખાતે વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ઇનોવેશન ક્લબ, SSIP સેલ અને NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે બિઝનેસ પિચ સ્પર્ધા અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉ. કૃપા શાહ અને ડૉ. અરવિંદ જાદવ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો શાબ્દિક પરિચય કરાવવામાં આવ્યો હતો. મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
બિઝનેસ પિચ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નવીન વિચારો, સર્જનાત્મકતા, વ્યવસાયિક વિચારસરણી અને ઉદ્યોગસાહસિકતાની ભાવના વિકસાવવાનો હતો. સ્પર્ધામાં કુલ 10 વિદ્યાર્થીઓએ પોતાના નવીન વ્યવસાયિક વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના બિઝનેસ આઈડિયાને પ્રેઝન્ટેશન તથા બિઝનેસ પિચ દ્વારા રજૂ કરી પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું.

સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. રજનીકાંત ડોડીયા તથા શ્રી સાગર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયકશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓની રજૂઆતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ તેમના વ્યવસાયિક વિચારોને વધુ અસરકારક અને વ્યવહારુ બનાવવા માટે માર્ગદર્શન અને અભિપ્રાય આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 3 વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પરેશકુમાર એસ. પ્રજાપતિ, Founder & Managing Director, Shreya Engineering Works, Anand દ્વારા ઉદ્યોગસાહસિકતા અને વ્યવસાય ક્ષેત્રે રહેલી તકો અંગે પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. પ્રેમચંદ કોરાલી, I/C Principal, Anand Arts College, Anand દ્વારા અધ્યક્ષીય ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પોતાના વિચારોને વ્યવહારુ સ્વરૂપ આપી આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા કોલેજના આચાર્ય ડૉ. મનોજ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની શુભેચ્છા પાઠવતા નવીન વિચારો, સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાની ભાવના સાથે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમનું સંચાલન ડૉ. ચિરાગ આડતિયા અને ડૉ. લાલુ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ડૉ. ભાવના પ્રજાપતિ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન NSS વિભાગ, ઇનોવેશન ક્લબ અને SSIP સેલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

એન.સી.સી. આર્મી અટેચમેન્ટ કેમ્પમાં આણંદ આર્ટ્સ કોલેજનું ગૌરવ     4 મીડિયમ રેજિમેન્ટ્સ  ધાંગધ્રા દ્રારા આયોજિત આર્મી અટેચ...
21/08/2026

એન.સી.સી. આર્મી અટેચમેન્ટ કેમ્પમાં આણંદ આર્ટ્સ કોલેજનું ગૌરવ

4 મીડિયમ રેજિમેન્ટ્સ ધાંગધ્રા દ્રારા આયોજિત આર્મી અટેચમેન્ટ કેમ્પ ધાંગધ્રા ખાતે યોજાયો હતો. જેમાં શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણંદના 02 એનસીસી કેડેટ્સ ભાઈઓએ ભાગ લીધો હતો.

કેમ્પ દરમિયાન થયેલ વિવિધ સ્પર્ધાઓમાં કોલેજના કેડેટ્સ ભાઈઓએ 04 જેટલા મેડલો પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ અપાવ્યું હતુ. આર્મી અટેચમેન્ટ કેમ્પમાં ઇન્ટર બટાલિયન સ્પર્ધામાં 13 ગુજરાત બટાલિયનની ટીમમાંથી પટેલ હર્ષ કેતનભાઈ અને પરમાર પ્રવિણસિંહ વનરાજસિંહ ક્રિકેટ સ્પર્ધામાં પ્રથમ ક્રમે અને ટગ ઓફ વોર પ્રથમ ક્રમે રહી મેડલ પ્રાપ્ત કર્યા હતા. કેડેટ્સના સફળ અને ઉત્કર્ષ દેખાવ બદલ કોલેજના ઇ.આચાર્ય ડૉ. પ્રેમચંદભાઈ કોરાલી તથા એનસીસી ઓફિસર કેપ્ટન દેવશી ઝાપડિયા અને લેફ્ટનન્ટ મિતલ મેકવાન તથા કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને ભવિષ્યમાં ઉજ્જવળ પરિણામ લાવે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આણંદ આર્ટ્સ કૉલેજ આણંદમાં 'કૃત્રિમ બુદ્ધિમત્તા' માનવ સર્જનાત્મકતા માટે અભિશાપ કે આશીર્વાદ ?" વિષય પર ચર્ચા સભા યોજાઈ.   ...
20/08/2026

આણંદ આર્ટ્સ કૉલેજ આણંદમાં 'કૃત્રિમ બુદ્ધિમત્તા' માનવ સર્જનાત્મકતા માટે અભિશાપ કે આશીર્વાદ ?" વિષય પર ચર્ચા સભા યોજાઈ.

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટસ કોલેજના IQAC અને ડિબેટ સેલના સંયુક્ત ઉપક્રમે કોલેજના સેમિનાર હોલ ખાતે કૃત્રિમ બુદ્ધિમત્તા માનવ સર્જનાત્મકતા માટે અભિશાપ કે આશીર્વાદ ? વિષય ઉપર એક વિચાર પ્રેરક ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શુભ શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચનમાં ચર્ચા સભા વિભાગના કન્વીનર ડૉ. પરેશ પરમારે જણાવ્યું હતું કે ચર્ચા એ જ્ઞાન વધારવાનું શ્રેષ્ઠ સાધન છે તર્કબધ ચર્ચા એ લોકશાહીનો પાયો છે. આવા કાર્યક્રમમાંથી વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ અને વક્તૃત્વ કૌશલ્યનો વિકાસ થાય છે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. પ્રેમચંદભાઇ કોરાલીએ જણાવ્યું હતું કે 21મી સદી ટેકનોલોજીની સદી છે કુત્રિમ બુદ્ધિમતા માનવ જીવનનો એક ભાગ બની ગઈ છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા હાથમાં છે. આવી ચર્ચાસભાઓથી વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચાર શક્તિનો વિકાસ થાય છે.

આજની ચર્ચાસભાના નિર્ણાયકો તરીકે ડૉ. મીનાબેન રાઠોડ આણંદ એજ્યુકેશન કોલેજ આણંદ અને અધ્યાપક આયમનબેન ખોખર પીજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ આણંદ આર્ટસ કોલેજ આણંદ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોફેસર મીનાબેન રાઠોડે જણાવ્યું હતું કે AI એ સાધન છે જો તેનો ઉપયોગ સર્જનાત્મકતાને વધારવા માટે થાય તો તે આશીર્વાદ છે અને જો તેના પર નિર્ભર રહીને માનવ પોતાની વિચાર શક્તિ ગુમાવી દે તો તે અભિશાપ બની શકે છે.
ચર્ચામાં કુલ 22 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો. પક્ષના વક્તાઓએ જણાવ્યું કે AI ડિઝાઇન લેખન સંગીત અને શિક્ષણમાં નવી તકો ખુલે છે અને સમય બચાવે છે જ્યારે વિપક્ષના વક્તાઓએ ચિંતા વ્યક્ત કરી કે AI ના વધુ પડતા ઉપયોગથી મૌલિકતા ઘટશે રોજગારી ઉપર અસર થશે અને માનવીય લાગણીવાળી કલા લુપ્ત થશે.

ચર્ચા સભામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે રાણા મહંમદ સલમાન દ્વિતીય ક્રમે પરમાર મેહુલ માવજીભાઈ અને તૃતીયક્રમે પારેખ પ્રિયાંશુ અજયભાઈ તેમજ આશ્વાસન (૧) વસાવા પ્રિયાંશી કે અને (૨) લોહાણા પુનમબેન કે રહ્યા હતા.

આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ મનોજભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર વિધિ પ્રોફેસર કરણસિંહ પરમારે કરી હતી. આ પ્રસંગે કોલેજના તમામ અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Address

Opp. Grid
Anand
388001

Opening Hours

Monday 8am - 2pm
Tuesday 8am - 2pm
Wednesday 8am - 2pm
Thursday 8am - 2pm
Friday 8am - 2pm
Saturday 8am - 2pm

Telephone

+912692250260

Alerts

Be the first to know and let us send you an email when Anand Arts College, Anand. SPU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Anand Arts College, Anand. SPU:

Shortcuts

Share