Kumar Shala Ode

Directions

Kumar Shala Ode કુમારશાળા, ઓડ

05/08/2026
આજ રોજ તા. 23 જૂન 2026 ને મંગળવારે મુખ્ય કુમારશાળા ઓડમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો. કાર...
23/06/2026

આજ રોજ તા. 23 જૂન 2026 ને મંગળવારે મુખ્ય કુમારશાળા ઓડમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો. કાર્યક્રમના મુખ્ય અતિથિ માનનીય નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિકભાઈ કાચા સાહેબના વરદ હસ્તે નવીન પ્રવેશ પામેલ બાળકોને શાળા પ્રવેશ કરાયો. રૂટ લાયઝન અધિકારીશ્રી રાકેશકુમાર બારોટ અને સીઆરસી કોર્ડીનેટર રાધેશ્યામભાઈ શર્મા, શાળાના આચાર્ય શ્રી હિરેનકુમાર પટેલ, ઓડ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી કેતનભાઈ રાઉલજી, પંચાયત સદસ્યશ્રીઓ, એસએમસી અધ્યક્ષ અને સભ્યો, સમગ્ર શાળા સ્ટાફ, વાલીગણ અને સૌ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. નાના બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો. એસએમસી સભ્યોની મિટિંગ યોજાઈ હતી. વાલીઓને વિવિધ યોજનાઓથી માહિતગાર કરાયા હતા. દાતાશ્રીઓનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરાયું હતું. અંતે આભારવિધિ શાળાના શિક્ષક વિરેન્દ્રકુમાર રાવળે કરી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

-:મુખ્ય કુમારશાળા, ઓડ ખાતે જેકેટનું દાન:-આજ રોજ તા.26.09.2025 ને શુક્રવારે અત્રેની મુખ્ય કુમારશાળા, ઓડના ધોરણ 1 થી 8 અને...
26/09/2025

-:મુખ્ય કુમારશાળા, ઓડ ખાતે જેકેટનું દાન:-

આજ રોજ તા.26.09.2025 ને શુક્રવારે અત્રેની મુખ્ય કુમારશાળા, ઓડના ધોરણ 1 થી 8 અને બાલવાટિકાના તમામ બાળકોને ઓડના દાતા શ્રી ગિરીશભાઈ હરમાનભાઈ પટેલ અને શ્રી જિતેન્દ્રભાઈ બુધભાઈ પટેલ તરફથી જેકેટનું દાન મળ્યું હતું. દાતાશ્રીએ રૂબરૂ શાળા મુલાકાત કરી શાળાના તમામ 360 બાળકોને જેકેટનું વિતરણ કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી હિરેનકુમાર પટેલ અને શિક્ષક શ્રી વીરેન્દ્રકુમાર રાવળે દાતાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. શ્રી ઉર્વીશભાઈ અને શ્રી શ્રેણીભાઈનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. દાતાશ્રીઓનો શાળાના આચાર્ય શ્રી હિરેનકુમાર પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

ગણિત વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન 2025ક્લસ્ટર કક્ષા : મુખ્ય કુમારશાળા, ઓડ
22/09/2025

ગણિત વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન 2025
ક્લસ્ટર કક્ષા : મુખ્ય કુમારશાળા, ઓડ

YOGA
18/09/2025

YOGA

Address

ODE KUMAR
Anand

Website

Alerts

Be the first to know and let us send you an email when Kumar Shala Ode posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category