20/08/2026
શ્રીમતી કમળાબેન પી. પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફિજીઓથેરાપી એન્ડ ઓકયુપેશનલ થેરાપીનો કોલેજનો ઓરિયન્ટેશન પ્રોગ્રામ યોજાયો
આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત અને સમગ્ર ગુજરાતની પ્રથમ તથા એકમાત્ર સેલ્ફ ફાઇનન્સ ઓકયુપેશનલ થેરાપી કોલેજ શ્રીમતી કમળાબેન પી. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિજીઓથેરાપી એન્ડ ઓકયુપેશનલ થેરાપીમાં નવા શૈક્ષણિક વર્ષ 2026 સાથે એડમિશન લેનાર સ્ટુડન્ટ્સનો સ્વાગત -ઓરિયન્ટેશન પ્રોગ્રામ ઓડિટોરિયમ ખાતે યોજાયો. મુખ્ય મહેમાન અને એપીએમએસના સેક્રેટરી અને રજિસ્ટ્રાર ડૉ. ઈશિતાબેન પી. પટેલએ સ્ટુડન્ટ્સનું અભિવાદન કરી આ ડૉક્ટરની ડિગ્રી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. એડમીન અને ઓટી વિભાગના હેડ ડો. યુગ્માબેન પટેલએ ઉચ્ચ અભ્યાસમાં જોડાવા માટે સૌને અભિનંદન પાઠવ્યા. કા. આચાર્યા (ડૉ.) મિનલબેન ઠક્કરએ ઓટી અભ્યાસક્રમના ઉજ્વળ ભવિષ્ય વિષે વાત કરી સૌને પ્રોતસહિત કર્યા.
નવા જોડાયેલ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) અને વાઈસ પ્રેસિડેન્ટ અને સીઇઓ ડૉ. પાર્થ બી. પટેલએ શુભેચ્છા પાઠવી. આ અવસરે ઉપસ્થિત સીએ મૈત્રીબેન ઠક્કર, બીએસસી કોલેજના કા. આચાર્ય હર્ષદભાઈ માંડોલાની વિશેષ સાથે કાર્યક્રમનું સંચાલન પ્રા.(ડૉ.) જાનકીબેન પટેલએ કર્યું. પ્રા. (ડૉ.) મહેશભાઈ મેઘા, પ્રા.(ડૉ.) ધ્રુવ વાળંદ, પ્રા.(ડૉ.) મિહિકા દેસાઇ, ડૉ. ખ્યાતિ ઠક્કરએ સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન ઓકયુપેશનલ થેરાપી અભ્યાસક્રમમાં જોડનાર નવા વિદ્યાર્થીઓ સાથે વાલીઓને આવકારી માર્ગદર્શન આપ્યું.