Economics Department AAC

Directions

Economics Department AAC economics Department activity, economics student matireal, photo, video

આણંદ આર્ટ્સ કોલેજ ખાતે ‘ભારતીય અર્થતંત્રની મુખ્ય સમસ્યાઓ’ વિષય પર ગેસ્ટ લેક્ચર યોજાયુંશ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણ...
02/09/2026

આણંદ આર્ટ્સ કોલેજ ખાતે ‘ભારતીય અર્થતંત્રની મુખ્ય સમસ્યાઓ’ વિષય પર ગેસ્ટ લેક્ચર યોજાયું

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણંદના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા “Indian Economy Issues - ભારતીય અર્થતંત્રની મુખ્ય સમસ્યાઓ” વિષય પર ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૮:૩૦ કલાકે યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત કરિશ્મા ચૌહાણ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉ. અરવિંદ જાદવ દ્વારા મહેમાનનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા ડૉ. રાકેશ એસ. પંડ્યા, એસોસિયેટ પ્રોફેસર, Arts, Science and R. A. Patel Commerce College, Bhadran દ્વારા ભારતીય અર્થતંત્રની વર્તમાન સ્થિતિ, તેની મુખ્ય સમસ્યાઓ તથા આર્થિક વિકાસને અસર કરતા વિવિધ પરિબળો અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત અને માહિતીપ્રદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અધ્યક્ષીય ઉદ્ઘાટન ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. પ્રેમચંદ કોરાલી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને વર્તમાન આર્થિક પ્રશ્નોને સમજવા તેમજ ભારતીય અર્થતંત્રના વિવિધ પાસાઓ અંગે જાગૃત બનવા પ્રેરિત કર્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મનોજ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમના અંતે ડૉ. પિયુષ ગામિત દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આયોજન પણ ડૉ અરવિંદ જાદવ અને ડૉ. પિયુષ ગામિત દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, માર્ગદર્શક અને અત્યંત ઉપયોગી રહ્યો હતો.

Alumni Reunion and Guest LectureThe Department of Economics, Anand Arts College, Anand, organized an Alumni Reunion Prog...
17/08/2026

Alumni Reunion and Guest Lecture

The Department of Economics, Anand Arts College, Anand, organized an Alumni Reunion Programme on 17/08/2026.
On this occasion, Mr. Chetan Patel, an alumnus of the Department of Economics who is currently working as a Manager at Vidhyasagar Dairy, Anand, delivered a Guest Lecture for the students.
Mr. Chetan Patel shared his academic and professional experiences with the students and provided valuable guidance on career development, employment opportunities, and achieving success in the professional field. His lecture provided students with important insights into practical knowledge and career development along with their academic studies.
The programme helped strengthen the interaction and cordial relationship between the alumni and the current students of the department.

આણંદ આર્ટ્સ કોલેજ, આણંદના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા અમુલ ડેરીની શૈક્ષણિક મુલાકાત યોજાઈશ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણં...
06/08/2026

આણંદ આર્ટ્સ કોલેજ, આણંદના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા અમુલ ડેરીની શૈક્ષણિક મુલાકાત યોજાઈ

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણંદના અર્થશાસ્ત્ર વિભાગ અને આણંદ જિલ્લા સહકારી સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત "યુવા સહકારી શિક્ષણ વર્ગ" અંતર્ગત વિદ્યાર્થીઓ માટે તા. 30 જુલાઈ, 2026ના રોજ અમુલ ડેરી, આણંદની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડો. મનોજકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડો. પ્રેમચંદ કોરાલીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

મુલાકાત પૂર્વે ઇન્ચાર્જ આચાર્યશ્રી ડો. પ્રેમચંદ કોરાલી સાહેબે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં સહકારી ચળવળના મૂલ્યો, અમુલના વિકાસ તથા પ્રાયોગિક જ્ઞાનના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાયો હતો.
આ મુલાકાતમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષશ્રી ડો. અરવિંદ જાદવ, યુવા સહકારી શિક્ષણ વર્ગના કો-ઓર્ડિનેટર ડો. પિયુષ ગામીત તેમજ યુવા સહકારી શિક્ષણ વર્ગના સંચાલક શ્રીમતી પીન્ટુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અમુલ ડેરી ખાતે વિદ્યાર્થીઓએ દૂધના સંગ્રહથી લઈને તેની આધુનિક પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ, પેકેજિંગ, માર્કેટિંગ વ્યવસ્થા તેમજ સહકારી દૂધ ઉત્પાદક મંડળની કાર્યપદ્ધતિ વિશે વિગતવાર માહિતી મેળવી. ઉપરાંત, અમુલની સફળ સહકારી વ્યવસ્થા, ખેડૂતોના આર્થિક સશક્તિકરણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા તથા ભારતની શ્વેત ક્રાંતિમાં તેના અમૂલ્ય યોગદાન અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને વ્યવહારુ અનુભવરૂપ સાબિત થઈ હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો

આણંદ આર્ટ્સ કોલેજ, આણંદના અર્થશાસ્ત્ર વિભાગમાં  "યુવા સહકારી શિક્ષણ વર્ગ" નો ઉદ્ઘાટન સમારોહ યોજાયોશ્રી રામકૃષ્ણ સેવા મંડ...
06/08/2026

આણંદ આર્ટ્સ કોલેજ, આણંદના અર્થશાસ્ત્ર વિભાગમાં "યુવા સહકારી શિક્ષણ વર્ગ" નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણંદના અર્થશાસ્ત્ર વિભાગ અને આણંદ જિલ્લા સહકારી સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત" યુવા સહકારી શિક્ષણ વર્ગ"નું ઉદ્ઘાટન પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન તા. 20 જુલાઈ,2026 ના રોજ કૉલેજના આચાર્યશ્રી ડૉ. મનોજકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ અને કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રેમચંદ કોરાલીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ ચૌહાણ કરિશ્મા દ્વારા મધુર પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમને ઔપચારિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પ્રસંગે ડૉ. અરવિંદ જાદવ દ્વારા મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનશ્રીઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું હાર્દિક સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે આણંદ જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષશ્રી અને સોજીત્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રજનીકાંત પટેલ મુખ્ય મહેમાન તેમજ એક્ઝિક્યુટિવશ્રી કાર્તિકભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આ યુવા સહકારી શિક્ષણ વર્ગનો ઉદ્દેશ્ય યુવાનોમાં સહકારી ચળવળ પ્રત્યે જાગૃતિ લાવવી, સહકારી ક્ષેત્રના સિદ્ધાંતો, મૂલ્યો તથા તેના વ્યવહારુ પાસાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો છે.

કોલેજના આચાર્યશ્રી ડૉ. મનોજકુમાર પટેલ સાહેબે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કૉલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી તથા સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ. પ્રેમચંદ કોરાલીએ ઉપસ્થિત રહી અધ્યક્ષીય ઉદબોધનમાં સહકારી ક્ષેત્રના મહત્વ અંગે માર્ગદર્શન અને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. આ કાર્યક્રમના અંતે આણંદ જિલ્લા સહકારી સંઘના મહિલા સી.ઇ.આઇ શ્રીમતી પિન્ટુબેન એ. પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ શ્રી ડૉ. અરવિંદ જાદવ અને સફળ સંચાલન ડૉ. પિયુષ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમ તા. 20/07/2026 થી તા. 25/07/2026 સુધી છ દિવસીય યુવા સહકારી શિક્ષણ વર્ગમાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ શિક્ષણ વર્ગમાં ઉત્સાહભેર જોડાઈ સહકારી ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આણંદ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીશ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્...
21/06/2026

આણંદ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણંદના વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા આયોજિત "કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ યોજના" અંતર્ગત ચાર દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ તાલીમ કાર્યક્રમ નાયબ ખેતી નિયામક (તાલીમ) કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર, આણંદ ખાતે તા. 17 જૂન 2026 થી 20 જૂન 2026 દરમિયાન યોજાયો હતો.
વિદ્યાર્થીઓને તાલીમમાં મોકલવા માટેનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. મનોજ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને દરેક તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં કોલેજના પસંદ કરાયેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કૃષિ ક્ષેત્રની આધુનિક પદ્ધતિઓ અને નવીન અભિગમો અંગે માહિતી મેળવી હતી.
આ તાલીમ કાર્યક્રમનું આયોજન કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ કૃષિ કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ, પ્રાયોગિક માર્ગદર્શન, આધુનિક ખેતી પદ્ધતિઓ તેમજ પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત અને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં રહેલી કારકિર્દીની તકો, સ્વરોજગારના અવસરો અને કૃષિ આધારિત ઉદ્યોગોની માહિતી પણ આપવામાં આવી હતી.
તાલીમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ તાલીમથી તેમને કૃષિ ક્ષેત્ર અંગે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે તેમના ભવિષ્યના અભ્યાસ, સંશોધન અને કારકિર્દી વિકાસમાં ઉપયોગી સાબિત થશે.
વિદ્યાર્થીઓને તાલીમ માટે લઈ જવાની તેમજ સમગ્ર આયોજનની જવાબદારી અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. અરવિંદ જાદવ તથા ડૉ. પિયુષ ગામિત દ્વારા સફળતાપૂર્વક નિભાવવામાં આવી હતી.
કોલેજ પરિવાર દ્વારા તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

31/05/2026
આણંદ આર્ટ્સ કોલેજ નાં અર્થશાસ્ત્ર વિભાગના  વિદ્યાર્થીઓ એ કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ યોજના અંતર્ગત તાલીમ મેળવી. રાજ્ય સરકાર ...
21/03/2026

આણંદ આર્ટ્સ કોલેજ નાં અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ એ કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ યોજના અંતર્ગત તાલીમ મેળવી. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ કૃષિ તાલીમ કાર્યક્રમ નાયબ ખેતી નિયામક (તાલીમ) કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર, આણંદ ખાતે યોજાઈ હતી.
આ તાલીમ કાર્યક્રમમાં આણંદ આર્ટ્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ તા. 16 માર્ચ 2026 થી 20 માર્ચ 2026 દરમિયાન યોજાનારી ચાર દિવસીય તાલીમમાં ભાગ લીધો હતો . તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ કૃષિ કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ, માર્ગદર્શન તથા પ્રાકૃતિક ખેતી વિશે પ્રાયોગિક માહિતી આપવામાં આવશે, જે તેમના ભવિષ્યના કારકિર્દી વિકાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
વિદ્યાર્થીઓને તાલીમમાં મોકલવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને તાલીમ માટે લઈ જવાની તમામ વ્યવસ્થા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. અરવિંદ જાદવ તથા ડૉ. પિયુષ ગામિત દ્વારા કરવામાં આવી હતી.

તાલીમ પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને વિભાગ વતી ખૂબ ખૂબ શુભેરછાઓ

Anand Arts college Anand Annual day celebration Department of economics student Congratulation my student
23/02/2026

Anand Arts college Anand
Annual day celebration
Department of economics student
Congratulation my student

20/12/2025
🎉આણંદ આર્ટસ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગનું ગૌરવ 🎉આણંદ આર્ટસ કોલેજ, આણંદના અર્થશાસ્ત્ર વિભાગ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. કો...
15/12/2025

🎉આણંદ આર્ટસ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગનું ગૌરવ 🎉

આણંદ આર્ટસ કોલેજ, આણંદના અર્થશાસ્ત્ર વિભાગ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. કોલેજના અર્થશાસ્ત્ર વિભાગની પ્રતિભાશાળી વિદ્યાર્થીની વ્હોરા સીમા આરીફભાઈએ B.A. (અર્થશાસ્ત્ર) વિષયનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ બદલ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અર્થશાસ્ત્ર વિષયમાં આપવામાં આવતો પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ “SHETH HARGOVANDAS LAKHMICHAND GOLD PLATED MEDAL” આજરોજ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે તેમને એનાયત કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે કોલેજના માનનીય પ્રિન્સિપાલ ડૉ. મનોજ પટેલે વિદ્યાર્થીનીને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી. તેમજ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. અરવિંદ જાદવ દ્વારા પણ વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવવામાં આવ્યા. આ સાથે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડૉ. પિયુષ ગામીત દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

વિદ્યાર્થીનીની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ સમગ્ર કોલેજ સ્ટાફ દ્વારા હર્ષ અને ગૌરવ સાથે અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યા. આ સિદ્ધિ આણંદ આર્ટસ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગની શૈક્ષણિક ગુણવત્તા, માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતનું ઉત્તમ પ્રતિબિંબ પૂરું પાડે છે.












Address

Anand
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when Economics Department AAC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share