21/10/2015
ઉમરેઠમાં વારાહી માતાનો હવન સંવત
૨૦૭૧ને આસો સુદ-૯ ને ગુરુવારના રોજ
તા.૨૨.૧૦.૨૦૧૫ને રાત્રે ૧૧.૩૦ કલાકે શ્રી
વારાહી માતા હવન ચોકમાં શ્રી
ચંન્દ્રકાન્તભાઈ દવે અને ભગાભાઈ દવેના
આચાર્ય પદે તેમજ નવનીતલાલ હિંમતલાલ
ભટ્ટ તથા સ્વ.ભાનુપ્રસાદ નાથાલલ શેલત
પરિવાર યજમાન પદે યોજાશે. હવનની
તૈયારીઓમાં બાજખેડાવાડ જ્ઞાતિના
સેવકો લાગી ગયા છે, ત્યારે ખાસ કરીને
બ્રાહ્મણોમાં અનેરું ધાર્મિક મહત્વ
ધરાવતા વારાહી માતાજીના હવનના
દર્શનનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવી
પહોચશે. ઉમરેઠ ખાતે યોજાતા વારાહી
માતાના ઐતિહાસીક હવનના દર્શનનો
લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાડ
જ્ઞાતીના લોકો દેશના ખુણે ખુણે થી આવી
જતા હોય છે. આ સમયે બ્રાહ્મણ પરિવારમાં
ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. વારાહી
માતાનો હવન અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે
છે. વારાહી માતા ના હવનમાં ૧૯ કવચ
હોમવામાં આવે છે. હવનમાં લઘભગ ૧૨૦ લિટર
દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી,૩૦ કિલો તલ,તેમજ
૭૫ મણ કાષ્ટનો ઉપયોગ કરવામાં આવે
છે.દૂધમાં ૩૫ કિલો ચોખા પણ રાંધવામા
આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરીકે કરવામાં
આવે છે. ઉમરેઠમાં યોજાનારા આ
ઐતિહાસિક હવનને સફળ બનાવના
વારાહિમાતા ટ્રસ્ટના કાર્યકરો ખડે પગે
કામે લાગી ગયા છે. ઉમરેઠના વારાહી
ચકલા વિસ્તારમાં આવેલ મંદિરને
સજાવવામાં આવ્યું છે. તેમજ હવન બાદ
પરંપરાગત ગરબાનું પણ આ વારાહી ચોકમાં
આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉમરૅઠનું
પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર પણ આ
હવનને લઈ પોતાની તૈયારીને આખરી ઓપ
આપી હવન શ્રધ્ધાભેર યોજાય તેની
તૈયારીમાં લાગી ગયું છે. વધુમાં હવનના
આયોજક મિહિરભાઈ જોશીએ જણાવ્યું હતુ કે,
નવરાત્રિ દરમ્યાન આસો સુદ- એકમ થી પૂનમ
સુધી દરોજ્જે વારાહી માતાજીની આરતી
થશે અને ત્યાર બાદ ચંદીપાઠનું આયોજન
કરવામાં આવશે. આસો સુદ-૬ થી પૂનમ સુધી
શ્રી વારાહીમાતાજીના ગરબાનું
આયોજન કરવામાં આવ્યું છે, ત્યાર બાદ
લ્હાણી વિતરણ કરવામાં આવશે. હવનની
પૂર્ણાહૂતિ તા.૨૩.૧૦.૨૦૧૫ને શુક્રવારના રોજ
સવારે ૫.૩૦ કલાકે ઉમરેઠ સંતરામ મંદિરના
મહંતશ્રી ગણેશદાસજી મહારાજના વરદહસ્તે
કરવામાં આવશે.
હવન દરમ્યાન કાળા દોરાને ગાંઠ
મારવાનું મહત્વ – વારાહી માતાજીના
હવન દરમ્યાન ૧૯ કવચ હોમવામાં આવે
ત્યારે કાળા દોરાને ૧૯ ગાંઠ મારી
શરીરે ધારણ કરવામાં આવે તો વર્ષ
દરમ્યાન શારિરીક સ્વાસ્થય સારું રહે છે,
તેમજ અણધારી આપત્તિ, અને અકસ્માત
સામે રક્ષણ મળતું હોવાની લોક માન્યતા
વર્ષોથી પ્રચલિત છે તેમ હવનના આયોજક
મિહિરભાઈ જોશીએ જણાવ્યું હતું.
હવનના યજમાન પદે બેસવા ૪૫ વર્ષ રાહ
જોવી પડે છે . – આ હવનમાં યજમાન પદે
બેસવા માટે નામ લખાવવામાં આવે તો
લગભગ ૪૫ વર્ષે યજમાન પદે બેસવાનો
લાહ્વો મળે છે, યજમાન ના ઘરે આ સમયે
લગ્ન પ્રસંગ હોય તેવું વાતાવરણ થઈ જાય
છે.