Knowledge High School, Anand

Knowledge High School, Anand The desire to go to base Knowledge Group has setup Knowledge Kids at V V Nagar. It is part of Grand Entry of Knowledge Group in Vallabh Vidhyanagar - Anand

28/09/2025

પાતળો બાંધો ધરાવતા આછી દાઢી વાળા હિન્દી ભાષી 2 વિધાર્થી થોડા મુંઝયેલા અને 68% સાથે SSC બિહાર બોર્ડ માંથી પાસ થઇ ને ઊંચા સ્વપન સાથે સફળ કારકિર્દી બનાવવા માટે થનગનતા આણંદ નોલેજ માં એડમિશન મેળવે છે. જોગનુજોગ બંને બિહાર ના અને બંને એ ભણવા માટે આણંદ નોલેજ પસંદ કરી, SSC માં એવરેજ વિદ્યાર્થી, પણ નોલેજ ની સિસ્ટમ ને પચાવી જનાર આ બંને વિદ્યાર્થી એક અનેરા ઉત્સાહ સાથે ધોરણ 11 અને 12 સાયન્સ માં ઝળહળતી સફળતા મેળવે છે. ધોરણ 12 સાયન્સ માં 86% મેળવી દુનિયા મુઠી માં કરી લે છે.... બંને વિદ્યાર્થી આજે બપોરે તેમની માતૃ સંસ્થા ની મુલાકાતે આવ્યા હતા.....
આ બંને વિદ્યાર્થી એટલે સત્યમ સિન્હા અને સિદ્ધાર્થ પ્રસાદ...... આજે આપણા PM નરેન્દ્ર ભાઈ ની ખેવના, બૌદ્ધિક અને સમજુ વ્યક્તિ ઓ નો તલસ્પર્શી અભ્યાસ કહે છે કે ગ્રીન એનર્જી અને સેમિ-કન્ડકટર માં મહારત જ ભારત ને આગામી 25 વર્ષ માં સુપર પાવર બનાવી શકે છે.. મને ગર્વ થાય છે કે નોલેજ ના આ બે હોનહાર યુવકો સત્યમ ઝા અને સિદ્ધાર્થ પ્રસાદ અત્યારે ગુજરાત ની ટોપ લીડિંગ સેમી કન્ડકટર કમ્પની CG પાવર માં અને અલ્ટ્રામેશન માં પ્રોજેક્ટ લીડર છે...
સેમીકંડકટર નું મહત્વ આધુનિક ટેકનોલોજીમાં અત્યંત વ્યાપક છે. આધુનિક ઇલેક્ટ્રોનિક્સનો પાયો છે અને આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના ડિજિટલ ઉપકરણોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. કમ્પ્યુટર્સ, સ્માર્ટફોન્સ, ટેલિવિઝન, ઓટોમોબાઇલ્સ, અને અસંખ્ય અન્ય ઉપકરણો અર્ધવાહક ટેકનોલોજી પર આધારિત છે. અર્ધવાહકોની ક્ષમતા ઇલેક્ટ્રોનિક સિગ્નલ્સને નિયંત્રિત અને એમ્પ્લિફાય કરવાની છે, જે ડિજિટલ કમ્પ્યુટિંગને શક્ય બનાવે છે. વધુમાં, અર્ધવાહકોએ લાંબી બેટરી અને નાના ઉપકરણોના નિર્માણને શક્ય બનાવ્યું છે, જેણે મોબાઇલ ટેકનોલોજી અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT)ના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.સેમિકન્ડકટર જેટલાં એડવાન્સ એટલા જ અત્યાધુનિક ડિવાઇસ વધુ નાના અને વધુ પાતળા બની શકે.... સમય જતા મોબાઈલ વધુ પાતળા, ક્પ્યુટર વધુ નાના બનતા ગયા છે...સેમી કન્ડકટર આવનારા વિશ્વ નું ટેક્નોલોજી નું ઘરેણું સાબિત થશે.... જો ભારત સેમિકન્ડકટર માં પાવરફુલ રહ્યું તો નજીક ના ભવિષ્ય માં 100% સુપર પાવર હશે.... પહેલા પેટ્રોલિયમ અને હવે ગ્રીન એનર્જી તથા સેમિકન્ડકટર નવા વિશ્વ ના સુપર પાવર ફૂલ દેશ નું ટેગ લગાડી શકે...
મલેશિયા માં ટ્રેઈનીંગ સાથે ભારત ને સેમિકન્ડકટર માં અગ્રેસર કરવાનાં જોમ અને જુસ્સા સાથે ના આ 2 નોલેજીયન નવા ભારત ના સ્વપ્ન ને સાકાર કરવા મેદાને પડશે..... અભિનંદન સત્યમ અને સિદ્ધાર્થ.... 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
ધોરણ 10 માં ઓછા ટકા હોવા છતાં ધોરણ 12 સાયન્સ માં સફળતા ના શીખરે પહોંચાડવા માં નોલેજ ની મેથડ, મેનેજમેન્ટ ની કુશળતા અને શિક્ષકો ની માવજત અગત્ય નો ફાળો ધરાવે છે....

Address

Knowledge Campus, Near S P University Sports Complex, Bakrol Vadtal Road
Anand
388001

Opening Hours

Monday 7:45am - 4pm
Tuesday 7:45am - 4pm
Wednesday 7:45am - 4pm
Thursday 7:45am - 4pm
Friday 7:45am - 4pm
Saturday 7:45am - 4pm

Telephone

+919016439696

Alerts

Be the first to know and let us send you an email when Knowledge High School, Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Knowledge High School, Anand:

Shortcuts

Share