18/09/2026
ગોકુલધામ ખાતે ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી Rivaba Ravindrasinh Jadeja ની ગૌરવપૂર્ણ મુલાકાત
ગોકુલધામ માટે આનંદ અને ગૌરવની ક્ષણ સર્જાઈ, જ્યારે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ ગોકુલધામની મુલાકાત લીધી. તેમની વિશેષ ઉપસ્થિતિએ સમગ્ર ગોકુલધામ પરિવાર અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર કર્યો.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ગોકુલધામની શૈક્ષણિક, સંસ્કારલક્ષી અને વિદ્યાર્થી વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી. શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત, સેવાભાવ અને સર્વાંગી વિકાસ માટે ગોકુલધામ દ્વારા કરવામાં આવતા પ્રયાસો આ મુલાકાતનું વિશેષ કેન્દ્ર રહ્યા.
માનનીય મંત્રીશ્રીની આ પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ મુલાકાત ગોકુલધામ પરિવાર માટે સદાય યાદગાર બની રહેશે.