Shri V Z Patel Commerce College, Anand

Shri V Z Patel Commerce College, Anand Managed by Charotar Education Society, Anand

શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજનું ગૌરવચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજમાં કાર્યરત રાષ્ટ્રીય ...
02/10/2023

શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજનું ગૌરવ
ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજમાં કાર્યરત રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની સ્વયંસેવિકા કુ.નિકિતાબેન ચાવડા આગામી વર્ષમાં ૨૬ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી દિલ્હી ખાતે યોજાનાર છે. તેમાં આર.ડી.સી. પરેડમાં પસંદગી પામેલ છે. જેના ભાગરૂપે આ વિદ્યાર્થીની વિજયવાડા આંધ્રપ્રદેશ ખાતે તાલીમમાં ભાગ લેશે. આ ગૌરવ પ્રાપ્ત કરવા બદલ કુ.નિકિતાબેન ચાવડાને ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી કેતનકુમાર પી. પટેલ, કોલેજના કા.આચાર્ય ડો.અલ્પેશકુમાર ડી.પટેલ, ડો.ભારતીબેન રાજ કોલેજના પ્રોગ્રામ ઓફિસર રવિ દરજી અને જોઈન્ટ પ્રોગ્રામ ઓફિસર ચિંતલ શુક્લા એ તેમજ સમગ્ર કોલેજના સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા.

અમારી કૉલેજનું નામ જેમના નામ પરથી રાખવામાં આવ્યું છે એવા શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલની આજે 150 મી જન્મજ્યંતી નિમિતે તેમન...
27/09/2023

અમારી કૉલેજનું નામ જેમના નામ પરથી રાખવામાં આવ્યું છે એવા શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલની આજે 150 મી જન્મજ્યંતી નિમિતે તેમના મહાન કાર્યોને શત શત નમન 🙏🙏🙏🙏

શ્રી વિ. ઝેડ. પટેલ કોમર્સ કોલેજનું ગૌરવ ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી. વિ. ઝેડ. પટેલ કોમર્સ કોલેજમાં તૃતીય વર્ષ બ...
27/09/2023

શ્રી વિ. ઝેડ. પટેલ કોમર્સ કોલેજનું ગૌરવ

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી. વિ. ઝેડ. પટેલ કોમર્સ કોલેજમાં તૃતીય વર્ષ બી.કોમ.(અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતી વિધાર્થીની શ્રુતિ પોટે જેઓએ સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા આયોજિત યુથ ફેસ્ટીવલમાં પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તેણીએ સમગ્ર યુથ ફેસ્ટીવલમાં દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કરીને સંસ્થા તેમજ કોલેજનું ગૌરવ વધારેલ છે. સંસ્થા તેમજ કોલેજનું ગૌરવ વધારવા બદલ સંસ્થાના મંત્રી શ્રી કેતનભાઈ પટેલ અને કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી ડો. અલ્પેશકુમાર ડી. પટેલ અને ડો. ભારતીબેન રાજ તથા કોલેજના સ્ટાફ પરિવારે તેમના ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સ્પર્ધાઓમાં ભાગ લેવા તેમજ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા પ્રો. સુમિત પ્રજાપતિ તથા પ્રા. દિપીકાબેન પઢિયાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.

Shri V Z Patel Commerce College, Anand @ News...
21/09/2023

Shri V Z Patel Commerce College, Anand @ News...

ચારુતર વિદ્યા મંડળ સંચાલિત અને સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન નલિની અરવિંદ અને ટી વી પટેલ આર્ટ્સ કૉલેજના અર્થશાસ્ત્ર વિભા...
18/09/2023

ચારુતર વિદ્યા મંડળ સંચાલિત અને સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન નલિની અરવિંદ અને ટી વી પટેલ આર્ટ્સ કૉલેજના અર્થશાસ્ત્ર વિભાગ તેમજ આણંદ જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે આયોજિત યુવા સહકારી શિક્ષણ વર્ગના સમાપન સમારંભમાં તજજ્ઞ વ્યાખ્યાન તરીકે ઉપસ્થિત રહી તાલીમાર્થી સાથે સહકારી પ્રવૃત્તિ વિષયક જ્ઞાન આદાન પ્રદાન કરવાની તક પ્રાપ્ત થઇ જેમાં મારા ગુરુ અને આદર્શ CVM ના માનદ સહમંત્રી શ્રી રમેશભાઈ તલાટી સાહેબ, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ બી એમ પરમાર, આણંદ જિલ્લા સહકારી સંઘના શ્રી કાર્તિકભાઈ પટેલ , શિબિર સંચાલક શ્રી હિતેશભાઈ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી વિ. ઝેડ. પટેલ કોમર્સ કોલેજ માં  ઈન્ડીયન નોલેજ સીસ્ટમ  વિષય પર વર્કશોપ યોજાયોચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી  વ...
18/09/2023

શ્રી વિ. ઝેડ. પટેલ કોમર્સ કોલેજ માં ઈન્ડીયન નોલેજ સીસ્ટમ વિષય પર વર્કશોપ યોજાયો

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ. ઝેડ. પટેલ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા ગાયત્રી પરિવારના ડો અલ્પેશ ભાઈ શાહ આંખના સર્જન અમરદીપ હોસ્પિટલ દ્વારા નવી શિક્ષણ નીતિના ભાગરૂપે સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓ માટે દાખલ કરેલ નવા વિષય ઈન્ડીયન નોલેજ સીસ્ટમ જેમાં ભાગવત ગીતાના યોગ , જ્ઞાન યોગ અને ભક્તિ યોગ વિષયક માર્ગદર્શન આપવા માટે ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મ્યુખ્ય વક્તા ડો અલ્પેશ ભાઈ શાહ દ્વારા તેમની સરળ અને રસાળ શૈલીમાં વિદ્યાર્થીઓને જીવન જીવવા માટે આદ્યાત્મિકતાનું મહ્ત્વ સમજાવવામાં આવ્યું હતું.

આ સમગ્ર વર્કશોપનું આયોજન કોલેજ ના કાર્યકારી આચાર્ય ડૉ. અલ્પેશકુમાર ડી. પટેલ તથા ડૉ. ભારતી બેન રાજના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રા. ડૉ. ભાવના બેન પટેલ તથા પ્રા. રવિ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું.

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ ઝેડ પટેલ કૉમેર્સ કૉલેજ દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે ઇકો ફ્...
18/09/2023

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ ઝેડ પટેલ કૉમેર્સ કૉલેજ દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે ઇકો ફ્રેન્ડલી ગણપતિ તૈયાર કરવામાં આવ્યા હતા. આ માટીમાંથી તૈયાર થયેલ ગણપતિ વિદ્યાર્થી તથા સ્ટાફમિત્રો પોતાના ઘરે સ્થાપન કરવા માટે લઇ ગયા... 🙏🙏🙏

શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ ...
14/09/2023

શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.
ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજમાં કાર્યરત રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના ઉપક્રમે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તેમજ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ખ્યાતિ પામેલ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે શિક્ષકદિનની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જ તમામ શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કાર્ય કરનાર તમામ વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક કાર્ય અંગે સ્પર્ધા યોજવામાં આવી. આ સ્પર્ધામાં કુલ ૩૬ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં કોલેજના પ્રા.સુમિતભાઈ પ્રજાપતિ અને પ્રા.દીપિકાબેન પઢિયાર તથા પ્રા.ડૉ.ભાવનાબેન પટેલ અને પ્રા.ડૉ.દીપ વાઘેલાએ નિર્ણાયક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ હતી.
આ સ્પર્ધામાં કોલેજના નિર્ણાયકોના અંતિમ નિર્ણય બાદ પ્રથમ ક્રમાંકે અંગ્રેજી માધ્યમમાં સાગર પ્રજાપતિ અને વંશ બત્રા, દ્વિતિય ક્રમાંકે પૂજા સુથાર, તૃતિય ક્રમાંકે ઉર્વી પંચાલ અને ઇકરા વહોરા વિજેતા જાહેર થયા હતાં. ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે કિરણ પરમાર, દ્વિતીય ક્રમાંકે કરણ પરમાર અને તમન્નાબાનું દિવાન, તૃતીય ક્રમાંકે તેજલ પરમાર અને નિમિષા હરિજન વિજેતા જાહેર થયા હતાં.
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને કોલેજના કા.આચાર્ય શ્રી ડૉ.અલ્પેશકુમાર ડી. પટેલ તથા ડૉ.ભારતીબેન ડી. રાજ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે શુભેચ્છા પાઠવી હતી. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી.પ્રા.રવિકુમાર જી. દરજી તથા જોઈન્ટ પ્રોગ્રામ ઓફિસર શ્રી.પ્રા.ચિંતલબેન પી.શુકલ દ્વારા કરવામાં આવ્યું હતું.

*શ્રી વિ ઝેડ પટેલ કોમર્સ કોલેજ માં  સ્વયંમની ઓળખ  વિષય અંગે વ્યાખ્યાન યોજાયું+  ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી  વિ...
13/09/2023

*શ્રી વિ ઝેડ પટેલ કોમર્સ કોલેજ માં સ્વયંમની ઓળખ વિષય અંગે વ્યાખ્યાન યોજાયું+
ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ. ઝેડ. પટેલ કોમર્સ કોલેજમાં પારૂલ યુનિવર્સીટી સંચાલિત, પારૂલ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. બીજલબેન શાહ દ્વારા ટી. વાય. બી. કોમ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સોફ્ટ સ્કીલ ડેવલપમેન્ટ વિષય ના ભાગ રૂપે સ્વયમ ની ઓળખ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. વ્યાખ્યાન દરમ્યાન ડૉ. બીજલબેન શાહ દ્વારા વિદ્યાર્થીઓને ધ્યેય નક્કી કરવા, પોતાની આવડતો અને કુશળતાને ઓળખવી અને વિકસાવવી વિષે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજ ના કાર્યકારી આચાર્ય ડૉ. અલ્પેશભાઈ પટેલ તથા ડૉ. ભારતી બેન રાજ તેમજ પ્રા. રવિ દરજી, ડૉ. ભાવના બેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

04/09/2023

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ ઝેડ પટેલ કોમર્સ કૉલેજમાં જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમ પૂર્વ ઉત્સાહથી માનવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થી મિત્રોએ સમગ્ર ડેકોરેશનની તૈયારી અને સમગ્ર કાર્યક્રમ તૈયાર કરી રજુઆત કરી હતી.

હાથી ઘોડા પાલખી... જય કનૈયા લાલ કી... ના નાદ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી...
04/09/2023

હાથી ઘોડા પાલખી... જય કનૈયા લાલ કી... ના નાદ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી...

02/09/2023

સોમવાર 4/9/2023ના રોજ કોલેજમાં જન્માષ્ટમી ઉત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવશે બધા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉત્સાહથી ભાગ લેવા ટ્રેડિશનલ ડ્રેસમાં આવવું...

Address

M B Patel Science College Campus, Opp. D N High School, Sardar Gunj Road
Anand
388001

Opening Hours

Monday 8am - 2pm
Tuesday 8am - 2pm
Wednesday 8am - 2pm
Thursday 8am - 2pm
Friday 8am - 2pm
Saturday 8am - 2pm

Alerts

Be the first to know and let us send you an email when Shri V Z Patel Commerce College, Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share