Primary School Kamigadh

Call Directions Contact the school

Primary School Kamigadh All about the primary school of the kamigadh and it's update

**આભાર ****બાલવાટિકામાં અભ્યાસ કરતી  "સુરવી ચિરાગભાઈ ફીણવિયાને- જન્મદિવસની  શુભેચ્છાઓ!આજે અમારી શાળામાં અભ્યાસ કરતી સુરવ...
29/09/2026

**આભાર **
**બાલવાટિકામાં અભ્યાસ કરતી "સુરવી ચિરાગભાઈ ફીણવિયાને- જન્મદિવસની શુભેચ્છાઓ!
આજે અમારી શાળામાં અભ્યાસ કરતી સુરવીના જન્મદિવસ નિમિત્તે શાળાના તમામ બાળકોને ચોકલેટ ખવડાવીને સૌના મોઢા મીઠા કરાવ્યા.અને શાળાના 206 બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તેવી કીટ આપી. આ સુંદર કાર્ય બદલ શાળા પરિવાર તેમની મમ્મી *આરતીબેન અને ચિરાગભાઈ * નો હૃદયપૂર્વક આભાર માને છે.
ઈશ્વર સુરવીને ઉત્તમ સ્વાસ્થ્ય,
દિર્ઘાયુ અને ભણતરમાં ખૂબ પ્રગતિ આપે તેવી અભ્યર્થના.
🌹શુભેચ્છક 🌹
શાળા પરિવાર,
કમીગઢ પ્રાથમિક શાળા

કમીગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રભાબેન બોરડને અમરેલી તાલુકાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થતા કમીગઢ  શાળા પરિવાર અન...
15/08/2026

કમીગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રભાબેન બોરડને અમરેલી તાલુકાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થતા કમીગઢ શાળા પરિવાર અને એસએમસી તથા ગ્રામજનો તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

શાળા પ્રવેશોત્સવ. 23/06/2026આજ રોજ કમીગઢ  પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ  કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. ...
24/06/2026

શાળા પ્રવેશોત્સવ. 23/06/2026

આજ રોજ કમીગઢ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.
આ કાર્યક્રમ માનનીય મંત્રીશ્રી કૌશિકભાઇ વેકરીયા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. બાલવાટિકાના બાળકોને દાતા શાળાના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ ડોબરીયા તરફથી રૂપિયા 7000 ની કિંમતની સ્લેટ અને સ્કુલ બેગની 27 બાળકોને ભેટ આપવામાં આવી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આથી તમામ ગ્રામજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે,  કે તારીખ 23 /6/2026 ને મંગળવારે સવારે 11:30 કલાકે કમીગઢ પ્રાથમિક ...
21/06/2026

આથી તમામ ગ્રામજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે, કે તારીખ 23 /6/2026 ને મંગળવારે સવારે 11:30 કલાકે કમીગઢ પ્રાથમિક શાળાના આંગણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રી કૌશિકભાઇ વેકરીયાસાહેબ પ્રવેશપાત્ર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કમીગઢને આંગણે પધારવાના છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે કમીગઢ ગામના તમામ ગ્રામજનોને કમીગઢ પ્રાથમિક શાળામાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.
🌹નિમંત્રક 🌹
કમીગઢ પ્રાથમિક શાળા પરિવાર
એસએમસી. કમીગઢ
સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય કમીગઢ

સુરેશભાઈ સોડવડીયાએ આજે શાળાના તમામ બાળકોને બટેકા ભૂંગળા ની મોજ કરાવી.
24/04/2026

સુરેશભાઈ સોડવડીયાએ આજે શાળાના તમામ બાળકોને બટેકા ભૂંગળા ની મોજ કરાવી.

🌹 વિદાય સમારોહ ધોરણ 8 🌹"જીવનમાં ઊંચા શિખરો સર કરો અને તમારા માતા-પિતા તથા શાળાનું નામ રોશન કરો.અમારી શુભેચ્છાઓ હંમેશા તમ...
06/04/2026

🌹 વિદાય સમારોહ ધોરણ 8 🌹

"જીવનમાં ઊંચા શિખરો સર કરો અને તમારા માતા-પિતા તથા શાળાનું નામ રોશન કરો.અમારી શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે રહેશે."

આજના આ કાર્યક્રમમાં શાળા તરફથી ધોરણ 8ના તમામ બાળકોને ભેટ આપવામાં આવી. શાળાના તમામ બાળકોને ભેળનો નાસ્તો કરાવવામાં આવ્યો.

તમામ શૈક્ષણિક સ્ટાફ તથા મધ્યાહન ભોજન સ્ટાફનો સહકાર આપવા બદલ આભાર...

સંજયભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ તરફથી આજે શાળાના તમામ બાળકોને સેવ ખમણીનો ભરપેટ નાસ્તો કરાવ્યો. શાળા પરિવાર તરફથી સંજયભાઈ રાઠોડ ...
30/03/2026

સંજયભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ તરફથી આજે શાળાના તમામ બાળકોને સેવ ખમણીનો ભરપેટ નાસ્તો કરાવ્યો.
શાળા પરિવાર તરફથી સંજયભાઈ રાઠોડ નો ખુબ જ આભાર વ્યક્ત કરવામાં આવે છે.

આજે સ્વ. ભુપતભાઈ ગોળની પુણ્યતિથિ નિમિત્તે શ્રી ભરતભાઈ ગોળ તરફથી શાળાના બાળકોને સેવ ખમણી નો નાસ્તો કરાવ્યો. શાળા પરિવાર ભ...
23/02/2026

આજે સ્વ. ભુપતભાઈ ગોળની પુણ્યતિથિ નિમિત્તે શ્રી ભરતભાઈ ગોળ તરફથી શાળાના બાળકોને સેવ ખમણી નો નાસ્તો કરાવ્યો.
શાળા પરિવાર ભરતભાઈ ગોળનો આભાર વ્યક્ત કરે છે.

77 માં પ્રજાસત્તાક પર્વની કમીગઢ પ્રાથમિક શાળામાં શાનદાર  ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર...
26/01/2026

77 માં પ્રજાસત્તાક પર્વની કમીગઢ પ્રાથમિક શાળામાં શાનદાર ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર રિદ્ધિબેન જીતુભાઈ સોરઠીયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચશ્રી તેમજ SMCના સભ્યોના હસ્તે ડોક્ટર રિદ્ધિબેન સોરઠીયાનું સન્માન કરવામાં આવ્યું.
આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. રૂપિયા 7,950 આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા.

ડો.રિદ્ધિબેન સોરઠીયાએ પોતાના જન્મદિવસ નિમિતે માતૃશાળા શ્રી. કમીગઢ પ્રાથમિક શાળા  અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ આ...
20/01/2026

ડો.રિદ્ધિબેન સોરઠીયાએ પોતાના જન્મદિવસ નિમિતે માતૃશાળા શ્રી. કમીગઢ પ્રાથમિક શાળા અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપી પોતાનો જન્મ દિવસ ઊજવ્યો તે બદલ તેમને શાળા પરિવાર ખૂબ ખૂબ જન્મ દિવસ ની શુભેચ્છા આપે છે.
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ રિદ્ધિબેન 🎉
તમારું જીવન ખુશીઓથી ઝગમગતું રહે,
સપનાઓને સફળતાની પાંખો મળે,
આરોગ્ય, પ્રેમ અને સમૃદ્ધિ
હંમેશા તમારું સાથ આપે.
ઈશ્વર તમને દીર્ઘાયુ અને સુખમય જીવન આપે. 🌸✨

Address

Main Bazar Kamigadh
Amreli
365440

Telephone

02792-271401

Website

Alerts

Be the first to know and let us send you an email when Primary School Kamigadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Primary School Kamigadh:

Shortcuts

Share

Category