Vishwa Vidhyalaya Student Community

Vishwa Vidhyalaya Student Community Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vishwa Vidhyalaya Student Community, ASARWA, Ahmedabad.

15/08/2023

Join Insta

આપણા સૌના માર્ગદર્શક વડીલ અને આપણી સ્કૂલની આત્મા સમાન આપણા ચહિતા નારણ ભાઈ પટેલ નું દુઃખદ અવસાન થયું છે ત્યારે ઈશ્વર તેમન...
04/02/2023

આપણા સૌના માર્ગદર્શક વડીલ અને આપણી સ્કૂલની આત્મા સમાન આપણા ચહિતા નારણ ભાઈ પટેલ નું દુઃખદ અવસાન થયું છે ત્યારે ઈશ્વર તેમની આત્માને સદગતિ આપે તેવી પ્રાર્થના.

ઓળખાણ પડી દોસ્તો
27/11/2022

ઓળખાણ પડી દોસ્તો

આપણા સૌ ના પ્રિય શિક્ષક ગુરૂ એવા શ્રી પ્રહેલાદભાઇ પટેલ નુ દુઃખદ અવસાન થયું છે ઈશ્વર એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના...
13/05/2021

આપણા સૌ ના પ્રિય શિક્ષક ગુરૂ એવા શ્રી પ્રહેલાદભાઇ પટેલ નુ દુઃખદ અવસાન થયું છે
ઈશ્વર એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના

વિશ્વ વિદ્યાલય વિદ્યાર્થી માટે એમને જીવન ખપાવી દીધું છે એવા આપના આદરણીય ની ખોટ હંમેશા રહેશે.

05/09/2020

आप सभी को गुरु पूर्णिमा की हार्दिक बधाई

हिन्दू धार्मिक शास्त्रों में महर्षि वेदव्यास को प्रथम गुरु माना गया है। कहते हैं महर्षि वेदव्यास स्वयं भगवान विष्णु जी के अवतार थे। इनका पूरा नाम कृष्णदै्पायन व्यास था। महर्षि वेदव्यास ने ही वेदों, 18 पुराणों और महाकाव्य महाभारत की रचना की थी। महर्षि के शिष्यों में ऋषि जैमिन, वैशम्पायन, मुनि सुमन्तु, रोमहर्षण आदि शामिल थे।

06/08/2020

ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મિત્ર છે;
ઉદાસી ફૂંક મારીને ઉડાવે દે, હજી થોડાક એવા મિત્ર છે.

મને પૂછ્યા વગર લઈ જાય બાઈક મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

પ્રથમ તો ફોસલાવી મને એ મારી અંગત વાત જાણે, ને પછી?
પછી આખી દુનિયા ને જણાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

કદી મારા ઘરે મે’માન થઈ આવે, પછી હું મૂકવા જઉં અને-
મને ખુદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

કરે હેરાન હરપળ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય પણ,
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

05/07/2020

આપણી શાળા ના તમામ
ગુરૂ ને વંદન જેને આપણને
જે શિક્ષણ આપ્યુ તેથી આપણે ઉત્તમ પ્રગતિ કરી શક્યા

મીત્રો આપણે અત્યારે સોશિયલ મીડિયામાં અેક ચેલેન્જ આપવાની હોડ છે તો મારે પણ ચેલેન્જ આપવી છે તમારી જોડે વિશ્વ વિદ્યાલયના દો...
23/06/2020

મીત્રો આપણે અત્યારે સોશિયલ મીડિયામાં અેક ચેલેન્જ આપવાની હોડ છે તો મારે પણ ચેલેન્જ આપવી છે તમારી જોડે વિશ્વ વિદ્યાલયના દોસ્તો સાથે ના ફોટો અહી મુકો
👇

સાચે જ ધોરણ પાંચ સુધી સિલેટ ની પટ્ટી ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શ...
23/06/2020

સાચે જ ધોરણ પાંચ સુધી સિલેટ ની પટ્ટી ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે.

અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે સિલેટ ચાટવાથી કઈ વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય...

અને ભણવાનો તણાવ તો પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવીને તણાવમુક્ત થઈ જતા હતા..

અને હા ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..

અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંનર મનાતું હતું.

અને જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ‌.

અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કી ચિંતા જ નહોતી પરંતુ અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક તણાવ ઉભો કરવા વાળો બોજ હતો.

વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારે અમારી સ્કૂલ તરફ પડતા ન હતા.

અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા. જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા બેસાડતા અને કેટલી મંઝિલો ખેડી હશે એ અમને યાદ નથી પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે.

એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારે ક્યારે અમને કાઢી મૂકવામાં પણ આવતા છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈ ગોઠવાઈ જતા.

નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારે શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે તે વખતે ક્યારે અમારો ઇગો હટ નહોતો થતો. કારણકે અમને ખબર જ નહોતી કે ઇગો કઈ બલાનું નામ છે.?

માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો.

અને મારવાવાળો અને માર ખાવા વાળો બંને ખુશ થતા હતા કારણકે એક ને એમ હતું કે ઓછો માર ખાધો અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો આમ બંને ખુશ.

અમે ક્યારે અમારા મમ્મી પપ્પાને એવું ન બતાવી શક્યા કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ કારણકે અમને આઇલવયુ બોલતા જ નોતુ આવડતું.

આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે. તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી.

એ સત્ય છે કે અમો દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ અમોને સચ્ચાઈ અને હકીકતો એ પાલ્યા હતા અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.

અમને ક્યારેય કપડાં ઇસ્ત્રી બચાવવા માટે સંબંધની ઉપચારીકતા ક્યારેય નથી સમજી સબંધો સાચવવા ની ઔપચારિકતા બાબતોમાં અમે સદાય મૂર્ખ જ રહી ગયા.

અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે .નહીતો અમે જે જીવન જીવીને આવ્યા છીએ તેની સામે હાલનું આજીવન કાંઈ જ નથી.

અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું.

30/05/2020

કોય પણ દુકાને જાવ પહેલાં ભારત્ય વસ્તુ ખરીદી કરો
માત્ર સૈનિકો જ શામાટે યુધ્ધ લડે આપણી પણ ફરજ છે
રાષ્ટ્ર પ્રથમ

20/03/2020

* ભારતમાં આ જનતા કર્ફ્યુનું શું પરિણામ આવશે *

કેમ કે એક જગ્યાએ કેરોના વાયરસનું જીવન 12 કલાક છે અને કર્સ્યુ 14 કલાક માટે છે તેથી કેરોના જીવી શકે તેવા જાહેર વિસ્તારોના સ્થાનો અથવા બિંદુઓને 14 કલાક સુધી સ્પર્શ કરવામાં આવશે નહીં, જે સાંકળ તોડશે.
અમને 14 કલાક પછી જે મળશે તે સલામત દેશ હશે.
તેથી તેની પાછળ આઈડિયા છે. આગળ આ નજીકમાં ભવિષ્યમાં જરૂરી હોય તો આ એક કવાયત હશે ... 🥰👏🏼👏🏼👏🏼

Address

ASARWA
Ahmedabad
380018

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishwa Vidhyalaya Student Community posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share