10/08/2023
F5
Coins catalouge and Historical book's writer and publisher
10/08/2023
F5
26/11/2019
17/07/2019
Nawanagar (Jamnagar) State History and Coinage Article in Gujarat Samachar, Shatdal Purti_ Part-1
10/07/2019
Kutch State Coins, Part 11
Today Gujarat Samachar, Shatdal Purti
copy right- sameer panchal
10/04/2019
History and Coinage of Deogarh Baria Princely State
today Published in my column Coins Corner,
Shatdal purti,
Gujarat Samachar
By and Copyright Sameer Panchal- Ahmedabad
03/04/2019
Coins Article on Chhota Udepur Princely State in Gujarat Samachar, Shatdal Purti
27/03/2019
Coins of Princlely states of Chhota Udepur state
ગુજરાતના દેશી રજવાડાના ચલણી સિક્કાઓ
છોટા ઉદેપુર સ્ટેટનો ઈતિહાસ અને ચલણી સિક્કાઓ
(ભાગ-૧)
છોટા ઉદેપુર સ્ટેટનો ટૂંકો ઇતિહાસ- છોટા ઉદેપુરના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો છોટા ઉદેપુરના રાજવીઓ ખીંચી ચૌહાણ વંશના રાજપૂતો છે, તેમજ બ્રિટિશ શાસન વખતે રેવાકાંઠા એજન્સીમાં બીજા વર્ગના સ્વસ્થાનોમાં મોહનનો (છોટા ઉદેપુર) નંબર પહેલો આવતો હતો. તેમજ રાજ્ય કર્તાને બ્રિટિશ સરકાર તરફથી ૯ તોપનું માન મળતું હતું. આ રાજાઓ ‘મહારાવળ’ કહેવાતા.
દેશી રજવાડાના સમયમાં છોટા ઉદેપુરની ઉત્તરે બારીયા રાજ્યનો પ્રદેશ, પૂર્વ દિશાએ ભોપાવર એજન્સીના તાબાનું અલીરાજપુર રાજ્ય, દક્ષિણ ભાગમાં નર્મદા નદી તથા સંખેડા મેવાસના તાલુકા અને ગાયકવાડી રાજ્યના ડભોઇ તથા સંખેડા નામના પરગણાં આવેલા હતા.
આ રાજ્યનો વિસ્તાર ૮૯૦ ચોરસ માઈલ જેટલો હતો. જો કે રાજ્યનો ઘણો બધો ભાગ નાના- મોટા ડુંગરો અને ગીચ ઝાડીઓથી ભરપૂર હોવાથી ખેતી લાયક જમીન બહુ નહોતી. આ રજવાડામાં મોટા ભાગે ભીલ, કોળી, ધાનકા, નાયક, બ્રાહ્મણ, વાણીયા, રાજપૂત તથા વોહરા લોકોની વસ્તી હતી. પરંતુ, આદિવાસી લોકોની વસ્તી વધારે હતી.
એમ કહેવાય છે કે આ વંશના મૂળ પુરુષો અણહલે શ્રી રામચંદ્રના પવિત્ર પૂજ્ય ગુરુ એવા વશિષ્ઠમુનિએ આબુ પર્વત પરના અગ્નિકુંડમાંથી પેદા કરેલા. તેમના પછી તેમના વરસ અજયપાલ હતા. તેમણે પોતાના નામ પરથી અજમેર નગર વસાવી પોતાની રાજગાદી ત્યાં સ્થાપેલી. આ ચૌહાણ વંશના શાસકો મુસ્લિમ આક્રમણકારીઓના ત્રાસના લીધે સમયે સમયે પાછા ખસવું પડેલું. ત્યારબાદ તેઓ ગુજરાતના પૂર્વ ભાગમાં પાવાગઢની તળેટીમાં વસેલા ચાંપા નામના ભીલ રાજાનું ચાંપાનેર રાજ્ય જીતીને અહી ચાંપાનેર- પાવાગઢમાં રાજગાદી સ્થાપેલી.
આ પાવાગઢના છેલ્લા રાજવી જયદેવસિંહ (ઈ.સ. ૧૪૫૧થી ૧૪૮૫) પતાઈ રાવળ તરીકે ઓળખાતા. તેમના સમયમાં ગુજરાત સલ્તનતનો બાદશાહ મહમૂદ શાહ (બેગડો) અમદાવાદથી રાજ કરતો હતો. તથા માળવા પ્રદેશમાં માળવા સલ્તનતનો હોશંગશાહ માંડુથી રાજ ચલાવતો હતો. મહમૂદશાહે યેનકેન પ્રકારે બહાનાઓ શોધીને ઈ.સ. ૧૪૮૫માં જયદેવસિંહને હરાવીને ચાંપાનેર- પાવાગઢના ખીંચી ચૌહાણને હરાવ્યા, ત્યારથી તે પાવાગઢ અને ગિરનાર એમ બંને ગઢ જીતવાથી મહમૂદ ‘બેગડો’ કહેવાયો.
જયદેવસિંહના સૌથી મોટા પુત્ર રાયસિંહને બે કુંવરો પૃથ્વીરાજ અને ડુંગરસિંહ હતા, જે આ લડાઈમાં બચી ગયેલા. ત્યાંથી તેઓ ભાગીને નર્મદા નદીને કિનારે વસેલા ‘હાંફ’ નામના નાનકડા ગામમાં જઈને પહોંચ્યા. આ સમયે આ ગામડું ગાઢ જંગલો, જંગલી હાથીઓ અને ભયાનક પ્રાણીઓથી ભરપુર હતું.
આ બંને જાણે નર્મદાના ઉત્તર કિનારે વસેલા હાંફમાં પોતાનું નવું રજવાડું સ્થાપીને આજુબાજુના પ્રદેશો પર લૂંટફાટ કરવા લાગી. આ લૂંટફાટ અટકાવવા માટે ગુજરાત (અમદાવાદ)ના બાદશાહે તેમને કેટલાક ગામોની ચૌથ આપવાની મંજૂર કરી. ત્યાં રહીને બંને ભાઈઓએ પોતાની સત્તા અને પ્રદેશ એટલો બધો વધાર્યો કે રાજપીપળા અને ગોધરા વચ્ચેનો તમામ પ્રદેશ તેમના હસ્તક આવી ગયો ત્યારબાદ રાજ્યના સરખા ભાગ કરીને બંનેએ પ્રદેશ વહેંચી લીધો. જેમાં પૃથ્વીરાજના ભાગે મોહન આવ્યું અને ડુંગરસિંહના ભાગે બારીયા આવ્યું, આ રીતે બંને ભાઈઓએ મોહન અને બારીયામાં પોત પોતાની જુદી ગાદી સ્થાપી, તેથી તેઓ મોહન (છોટા ઉદેપુર) તથા બારીયા રાજ્યના મૂળ પુરુષ ગણાયા.
ઈ.સ. ૧૮મી સદીમાં મુઘલ રાજ્યની પડતી થતા રાજા બાજી રાવળે મોહનથી છોટા ઉદેપુર ગાદી ખસેડી, છોટા ઉદેપુરના પહેલા રાજા બાજી રાવળ થયા. આ સ્થળ વેપાર માટે અનુકુળ પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ નબળું હતું, મુઘલોની પડતી પણ મરાઠાઓની ચડતી હોવાથી રાજ્યનો ઘણો બધો ભાગ મરાઠાઓએ (ગાયક્વાડોએ) પચાવી પડ્યો હતો અને જે ભાગ વધેલો તેની જમીન નબળી હતી. તેના પર ગાયકવાડ સરકારે ખંડણીનો હક બેસાડેલો, જે મુશ્કેલીથી ભરી શકાતો. ઈ.સ. ૧૮૨૨માં ગાયકવાડ સરકારે છોટા ઉદેપુરનું પોતાનું આધિપત્ય બ્રિટિશ સરકારને સોંપીને ખંડણીનો આંકડો નક્કી કરાવેલો.
ઈ.સ. ૧૯૦૮-૦૯માં છોટા ઉદેપુરમાં તથા તેના તાબાના પ્રદેશમાં ટેલીફોનની સુવિધા શરુ કરવામાં આવી. વોટર વર્કસ નાંખીને પાણીના નળ નાંખવામાં આવ્યા, ઈ.સ. ૧૯૧૦માં ગેસ્ટ હાઉસનું નવું મકાન બનાવવામાં આવ્યું, ઈ.સ. ૧૯૧૨માં નવો રાજમહેલ બાંધવાનું કામ શરુ કરવામાં આવ્યુ. છોકરા- છોકરીઓના પ્રાથમિક શિક્ષણ માટે ૩૦ શાળાઓ બાંધવામાં આવેલી. સ્વસ્થાનમાં એક છાપખાનું અને એક જાહેર પુસ્તકાલય પણ હતું. તેમજ ચાર દવાખાના તેમજ ત્રણ હોસ્પિટલ બાંધવામાં આવેલી. જેમાં એક પુરુષો માટે, એક સ્ત્રીઓ માટે તેમજ એક ઢોર અને એક ઘોડા માટે હતી, એક અંગ્રેજી શાળા પણ હતી. શહેરમાં વીજળીની લાઈટ પણ એ સમયે નાંખવામાં આવેલી. છોટા ઉદેપુરથી બોડેલી સુધીની આશરે ૨૨ માઈલ જેટલી રેલ્વેની નાની લાઈન બાંધવામાં આવેલી. આ રજવાડામાં રાજપીપળા સ્વસ્થાનની જેમ રાજ્યની નોકરી પેન્શનવાળી હતી. છોટા ઉદેપુરની માનવ વસ્તી ઈ.સ. ૧૯૧૧માં ૧,૦૩,૬૩૫ અને ઈ.સ. ૧૯૨૧માં ૧,૨૫,૭૪૬ની હતી.
ઈ.સ. ૧૯૪૭માં દેશ આઝાદ થતા ઈ.સ. ૧૯૪૮માં છોટા ઉદેપુર દેશી રજવાડાનું જોડાણ ભારત સંઘ સાથે કરવાના કરાર પર હસ્તાક્ષર કરી દીધા અને તત્કાલીન મુંબઈ રાજ્યમાં છોટા ઉદેપુર વિલીન થઇ ગયું. ત્યારબાદ ૧લી મે, ઈ.સ. ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઈ રાજ્યનું વિભાજન થતાં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થતા છોટા ઉદેપુરને ગુજરાત રાજ્યમાં જોડી દેવામાં આવ્યું. હાલ છોટા ઉદેપુર ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે.
છોટા ઉદેપુર રાજ્યના સિક્કાઓ-
રાજ્યના ચલણનું નામ- ઉદેપુરી સિક્કા
સિક્કાઓ પર વપરાયેલ ભાષા- નાગરી અને ગુજરાતી
સિક્કાઓ પર વપરાયેલ સંવત- વિક્રમ સંવત
સિક્કાઓનો આકાર- મોટાભાગે ગોળ
સિક્કાની કિંમત અને વજન- બે પૈસા- આશરે ૧૪ ગ્રામ
પૈસો- આશરે ૭ ગ્રામ
અડધો પૈસો – આશરે ૩.૫૦ ગ્રામ
સિક્કાઓ બનાવવા માટે વપરાયેલ ધાતુ- તાંબુ
ટંકશાળનું નામ- છોટાઉદેપુર
બ્રિટિશ પોલિટીકલ એજન્ટ દ્વારા વાર્ષિક અંદાજે કેટલા રૂપિયાના સિક્કાઓ છાપવાની મંજુરી મળેલી?-
૪૦૦ રૂ.
રાજ્યનો પ્રથમ સિક્કો કઈ સાલમાં અને કયા રાજાએ બહાર પાડેલો?
જીતસિંહજીએ તેમના શાસનકાળ ઈ.સ. ૧૮૫૧ થી ઈ.સ. ૧૮૮૧ દરમ્યાન તાંબાના સિક્કા બહાર પાડેલ, સિક્કા પરની વિક્રમ સંવતની સાલ વિ.સં. ૧૯૧૨ થી ૧૯૨૪ સુધીની મળે છે.
રાજ્યનો છેલ્લો સિક્કો કઈ સાલમાં અને કયા રાજાએ બહાર પાડેલો?
મોતીસિંહજીએ તેમના શાસન કાળ ઈ.સ. ૧૮૮૧ થી ઈ.સ. ૧૮૯૫ દરમ્યાન સ્પષ્ટ ગુજરાતી ભાષામાં વિ.સં.૧૯૪૮ (ઈ.સ. ૧૮૯૨) માં તાંબાના બે પૈસા, પૈસો અને અડધો પૈસો બહાર પાડેલા.
છોટાઉદેપુર રાજ્યના કયા કયા રાજાઓએ તેમના શાસનકાળ દરમિયાન સિક્કાઓ બહાર પાડેલા?
જીતસિંહ ચૌહાણ - વિ.સં.૧૯૦૮ થી ૧૯૩૮ (ઈ.સ. ૧૮૫૧ થી ૧૮૮૧)
મોતીસિંહ ચૌહાણ - વિ.સં.૧૯૩૮ થી ૧૯૫૨ (ઈ.સ. ૧૮૮૧ થી ૧૮૯૫)
છોટાઉદેપુર રાજ્યના જીતસિંહ અને મોતીસિંહના શાસનકાળના તેમના નામના સિક્કાઓ જોવા મળે છે. તે પહેલાના કોઈ સિક્કા જોવા મળ્યા નથી. અગાઉના સંશોધનોમાં એમ કહેવાતું હતું કે, જીતસિંહની અગાઉના રાજા ગુમાનસિંહએ પણ તાંબાના સિક્કા બહાર પડેલા છે, પરંતુ, તે તમામ સિક્કા જીતસિંહના જ છે, ગુમાનસિંહએ તેમના શાસનકાળમાં કોઈ જ સિક્કા બહાર પાડ્યા નથી. ૬૪ ઉદેપુરી સિક્કા બરાબર એક બ્રિટિશ રૂપિયો થતો હતો.
આ બંને રાજાઓએ પોતાના રજવાડા માટે તાંબાના બે, એક, અને અડધા પૈસા અનુક્રમે આશરે ૧૪, ૭ અને ૩.૫૦ ગ્રામ વજનના સિક્કાઓ છોટાઉદેપુરની પોતાની ટંકશાળમાંથી બહાર પડેલા.
(વધુ આવતા અંકે)
Copy Right- Sameer Panchal
Gujarat Samachar, Shatdal purti, 27 march 2019
Hello friends,
Good news for all coins collector.
New Mint find of Sindhia (Gwalior State)
more research and also More and more coins Colleting Pending.
सिक्का संग्राहक मित्रो,
सिंधिया (ग्वालियर) राज्य के सिक्को की एक नयी टंकशाल खोजी गई हे, जिस पर मेरा अधिक संशोधन चालु हे, कुछ सिक्को की 'घरवापसी' हो गई हे, अभी में वह मिन्ट का नाम इसलिए नहीं बता सकता, क्योंकि वह सिक्को पर कुछ लिखा हुआ नहीं हे, इसलिए उसे आसानी से 'कच्चा पैसा' कह सकते हे, मेरा जेसे ही संशोधन पूर्ण होंगा, आपको बता दूंगा वो जगह का नाम|
धन्यवाद् |
06/07/2016
rajwada, indore.
11/02/2016
इस किताब में पहली बार
1. सुंथ- रामपुर कोई दो अलग राज्य नहीं पर एक ही राज्य थे, हमने सुंथ क्यों कहा उसकी लिखित माहिती.
2. देवगढ़- बारीया के दो राजाओके सिक्के पहली बार कई सारी वेरायटी के साथ इस किताब में (किताब पढने के बाद कई लोगो के पास से उनके ही पुराने कलेक्शन में से देवगढ़ बारिया के सिक्के मिलने लगे हे, जो वो लोग जाबुआ के या सुंथ, लुनावाडा के समज रहे थे.
3. लुनावाडा के कुल चार राजा के सिक्के, जिसमे बरोडा के फतेहसिंह के सिक्के हमने लुनावाडा में क्यों लिए उसकी पूरी जानकारी, दलेलसिंह के पहले वाले राजा दलपतसिंह के सिक्के दुनिया में पहली बार यह किताब में हे.
4. बरोडा के सयाजी राव II के सिक्के हमने सुंथ में क्यों लिया उसकी माहिती.
5. 360 Pages का कलर केट्लोग जिसमे 250 से ज्यादा यह चार रजवाडो के सिक्को के फोटो, 80 से ज्यादा ओवर स्ट्रक और अन्य प्रकार के सिक्के.
6. सभी प्रकार के सिक्को का कलर में चित्र जिससे डाइ के बाहर गया हुआ चित्र भी लोग समज सके.
7. जिससे ताम्बे के सिक्के बनते थे वो कोपरबार के फोटो सहित उसकी पूरी जानकारी,
8. उस ज़माने में सिक्के बनाने की टंकशाल व भठ्ठी केसी होंगी उसकी फोटो के माध्यम से कल्पना, 300 से ज्यादा महलो व पुरानी वस्तु की कलर फोटोग्राफी, रेवाकांठा एजंसी का इतिहास- भूगोल, रजवाड़े के राज्य चिन्ह, जंडा, नक़्शे आदि आदि कई सारी माहिती गेज़ेटीयर के आधार पर और वहा के विस्तार की अनेकबार की मुलाकात के बाद एवं वहा के राजा एवं स्थानिक प्रजा से मिलकर ग्राउंड लेवल की माहिती लेकर यह किताब बनायी हे, किताब में यहाँ तक लिखा हे की आज भी कोन से रेयर सिक्के कोन से विस्तार में से घुमने से मिल सकते हे, जो साहसिक हो वो वहा जाकर आज भी खोज सकते हे हमें कोन से सिक्के कहा से मिले, यहाँ के घूमने लायक स्मारक की माहिती, यहाँ पर आदिवासी का नर संहार ब्रिटिश फोज एवं रजवाडो की फोज ने किस तरह से किया आदि आदि एसी कई माहिती इंग्लिश एवं गुजराती भाषा में एक साथ आप यह किताब में पढ़ सकते हे,
9. इसके साथ रजवाडो के फोटोग्राफ की एक DVD भी प्रकाशित की हे, जिसमे आप यहाँ के रजवाडो के कई सारे फोटो जो किताब में नहीं दिए हे, वो भी देख सकते हे.
Included in this book for the first time:
1. Information to prove that Sunth and Rampur were not separate states.
2. Coins of Deogarh Baria which have never been listed in any catalogue earlier. They are listed here for 2 rulers with drawings. Hopefully, more coins, tucked away as coins of the neighbouring states Jhabua or Sunth will come to light.
3. Coins of 4 rulers of Lunavada are listed here. We provide proof on why the coins of Fatehsingh listed as Baroda are in fact Lunavada issues.
4. Why some coins listed earlier in name of Sayaji Rao II (Baroda) are now listed as Lunavada.
5. 250 odd coin images and over 80 over-struck coin images in the 360 all colour pages.
6. Drawings of all types of coins showing the complete coin (including what may not be on the flan).
7. Pictures of copper bars, used to strike the coins.
8. An illustrative view of how the coins may have been struck along with over 300 photographs of various palaces and the artifacts in them; the History and Geography of the Reva Kantha Agency; Maps, Coat of Arms and Flags of these states; Information based on personal visits and discussions with the members of the ruling clan and the people of area as well as the official records; information on the ‘Mangarh Massacre’ – a fore runner of the Jalianwala Baugh incident etc as well as information on the historical places in that area find a mention in the book. It also has information on what coins turn up in which part of these areas.
9. A DVD with the photographs clicked in these areas which could not be included in the book will be distributed free for those booking.
Heritage of Gujarat through Coins:
The Princely States of Chhota Udepur, Deogarh Baria, Lunavada and Sunth
Language- English and Gujarati
Listed price Rs. 2700/- pay only Rs. 1950/- and get the Catalogue + 4 CD/ DVD set worth Rs. 900/- + free shipping (in India only).
Offer till 13th Feb. 16 only
22/05/2015
Sant Rampur State Old Palace
Now in Gujarat
Photo Taken April 2015