03/04/2022
Anant Institute of Architecture
Anant Institute of Architecture is Architecture College.
03/04/2022
19/11/2020
દિવાળીના તહેવારોના અંતિમ તબક્કા તરફ આવી પહોંચ્યા છે, ત્યારે આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ થશે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ મુહૂર્ત કરશે. આમ, લાભ પાંચમ સાથે માર્કેટ તેમજ દૂકાનો પૂર્વવત્ ધમધમવા લાગે છે.
કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવામાં આવે છે. દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે.
લાભપાંચમ ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે ઓળખાય છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સારા નસીબ અને લાભ એટલે નફો, તેથી આ દિવસ લાભ અને સારા નસીબ સાથે સંકળાયેલ છે.
લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ દિવાળીના સત્રની પણ શરૂઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ અને ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને ‘શ્રી પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે.
આ વૈદિક સૂક્તમાં લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરનારી કહેવામાં આવી છે. દિવાળી બાદ મિની વેકેશન પૂર્ણ થાય અને બજારો ધમધમી ઉઠે તેવો મહત્વનો દિવસ એટલે લાભ પાંચમ. અનેક વેપારીઓ આ દિવસે ચોપડા પૂજન ઉપરાંત કાંટા પૂજન કરતા હોય છે.
હિન્દુ અને જૈન આ બંને ધર્મની પરંપરાઓમાં લાભ પંચમીની અધિષ્ઠાત્રી દેવી શારદા (લક્ષ્મી અને સરસ્વતી) મનાય છે. વૈદિક ધર્મની લાભ પાંચમ જૈન ધર્મમાં ‘જ્ઞાન પંચમી‘ બની રહી છે. જ્ઞાન પંચમીની દેવી સરસ્વતી છે. જ્ઞાનની ઉપાસના, જ્ઞાનના સંવર્ધન અને જ્ઞાનના દાન માટે જ્ઞાન પંચમીનો તહેવાર છે. આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કહેલા આગમ ગ્રંથોનું વાંચન-શ્રવણ-લેખન થાય છે.
06/11/2020
14/09/2020
हमारी एकता और अखंडता ही हमारे देश की पहचान है, हिंदुस्तानी हैं हम और हिंदी हमारी जुबान है। हिन्दी दिवस पर आप सभी को शुभकामनाएं।
10/07/2020
Sanskarsetu [Std 6 to 10] - June 2020 Sanskarsetu [Std 6 to 10] - June 2020
10/06/2020
સંસ્કારધામનું ગૌરવ
04/06/2020
કોઇ પણ માનવી માટે સાચું શિક્ષણ એ જ છે કે જીવનમાં તેને સામાજિક અને નૈતિક ગુણોનું સવંર્ધન કરે અને ગાંધી વિચારસરણીના મતે બાળકની આધ્યાત્મિક અને બૌદ્ધિક શક્તિને ઉજાગર કરે, આ પ્રકારનું શિક્ષણ સંસ્કારધામે તેના વિદ્યાર્થીઓને આપ્યું તેમજ તેના છાત્રોમાં ભણતર સાથે ગણતર અને ચણતર કર્યુ.સાચું શિક્ષણ એ જ છે જેમાં સ્વાશ્રય સાથે સર્જનાત્મકતા અને ક્રિયાશીલતાના ગુણો ખીલવે , માનવ-માનવ વચ્ચે સમજણનો સેતુ બાંધ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના ખિલવે આ તમામ વસ્તુ સંસ્કારધામની શિક્ષણ પદ્ધતિમાં આવી જાય છે, અમારો પ્રયાસ અમારા આ પ્રયત્નો તમારા સુધી પહોંચાડવાનો અને વિદ્યાર્થી વિકાસમાં આપણે સૌ કઇ રીતે હજુ વધુ ખેડાણ કરી શકીએ તે માટે નો છે, તો આપ સૌને આ વેબીનારમાં જોડાવ તેવી આગ્રહભરી વિનંતી છે.
વેબીનાર માં જોડાવા માટે નીચે ની લીંક ઉપર ક્લિક કરો.
http://www.sanskardham.org/webinar.php
12/05/2020
SanskarSetu Sept - Oct - Nov - Dec - Jan lgps SanskarSetu Sept - Oct - Nov - Dec - Jan lgps
12/05/2020
SanskarSetu Sept - Oct - Nov - Dec - Jan lgms Laxman Gyanpith Secondary SchoolSanskarSetu Sept - Oct - Nov - Dec - Jan
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
Sanskardham Campus, Ambli Road
Ahmedabad
380058