Saraswati Vidya Mandal

Saraswati Vidya Mandal

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Saraswati Vidya Mandal, Elementary School, saraspur, Ahmedabad.

18/11/2022
10/05/2022

નમસ્કાર
સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નીચે મુજબના તાલીમબદ્ધ શિક્ષકોની જરૂરિયાત છે.
• B.A. B.Ed.
• B. Sc. B.Ed.
• B.A. B.Ed. English
• Librarian
આપ સૌને વિનંતી કે ઉપરોક્ત લાયકાત ધરાવનાર સારસ્વત મિત્રો અરજી, બાયોડેટા તથા પ્રમાણપત્રની નકલ સાથે *સરસ્વતી વિદ્યામંડળ* કાર્યાલય ડૉ. રઘુભાઈ નાયક શિક્ષણ સંકુલ, સરસપુર, અમદાવાદમાં તા. 20 મે 2022 (સોમવારથી શનિવાર) દરમિયાન સવારે 9.30થી 11.30 સુધીમાં રૂબરૂમાં સંપર્ક કરવો.

25/12/2021

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત તમામ શાળાઓના પૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન
સરસ્વતી નાગરિક સમાજ
શેઠ અ.હ. સરસ્વતી વિદ્યાલય - સરસપુર
જે.એન. બાલિકા વિદ્યાલય - સરસપુર
અસારવા વિદ્યાલય - અસારવા
સરસ્વતી કુમારશાળા નં.1 - સરસપુર
સરસ્વતી કુમારશાળા નં. 2 - સરસપુર
બાલભારતી - સરસપુર
હિમાંશુ બાલમંદિર - સરસપુર

સરસ્વતી નાગરિક સમાજમાં જોડાવા નીચેની લિંક ઉપર ક્લીક કરો.

https://docs.google.com/.../1FAIpQLSfCtC7BPlE.../viewform...

સરસ્વતી વિદ્યામંડળની શાળાઓમાં અભ્યાસ કરી ગયેલ દરેક વિદ્યાર્થીઓ ઉપર આપેલ ગુગલ ફોર્મ ભરો. આગામી કાર્યક્રમમાં આપનો સંપર્ક કરવા માટે ઉપયોગી બની શકે.
સરસ્વતી નાગરિક સમાજ
9638448800 (વ્હોટસઅપ)
[email protected]

08/09/2021

આપણી પ્રાથમિક શાળાઓમાં
*ધોરણ ૬/૭/૮ માટે ગણિત અને વિજ્ઞાન માટે શિક્ષકો જોઈએ છે.*
આપણા પૂર્વ વિધાર્થીઓ/
વિધાર્થિનીઓને પ્રથમ પસંદગી.

સંપર્ક
*જ્યોતીન્દ્ર દવે*
*સરસ્વતી વિધામંડળ*
સરસપુર, અમદાવાદ.
મો ૯૮૯૮૦૧૪૦૮૨

17/07/2020

*સરસ્વતી વિદ્યામંડળ* ની શાળામાં અભ્યાસ કરી ગયેલ વિદ્યાર્થીઓનું સંગઠન એટલે...
*સરસ્વતી નાગરિક સમાજ* દ્વારા
*વિદ્યાર્થીઓની કારકિર્દીમાં મદદરૂપ થવા સેવા મૂલ્યે 180 રૂપિયા/ડઝન અને 140 પાનાના ચોપડાનું વિતરણ સરસ્વતી વિદ્યામંડળના સરસપુર તથા અસારવા કેમ્પસમાં ચાલુ છે. જેને પણ જોઈએ આવીને લઈ જશો જી, આ એક એવી સેવા છે કે લોકડાઉન પછીના આ કપરા સમયમાં કોઈને કામ આવી શકીએ..*

*એક નાની નોટ લેવા જાઓ તોય 15/20 રૂપિયાની આવે તેવા સમયે આ 180/ડઝન એટલે 15 રૂપિયે ચોપડો પડે જે બાર 25/30 રૂપિયે મળશે..*

સવારે 9.00 થી 11.00
વહેલા તે પહેલાના ધોરણે

*સરસ્વતી વિદ્યામંડળ*
કેન્ટીન, સરસપુર કેમ્પસ, સરસપુર.

*શાંતીકુમાર કોઠારી વિદ્યાલય*
બાલભારતી, અસારવા.

*મનીષ પટેલ*
9825752437
સવારે 9 થી 12
સાંજે 4 થી 8

*સરસ્વતી નાગરિક સમાજ*
9638448800 WhatsApp

6 ડઝનથી વધારેની free હોમ ડિલીવરીની સગવડ છે.

10/07/2020

સરસ્વતી નાગરિક સમાજ દ્વારા સરસપુર કેમ્પસ અને અસારવા કેમ્પસમાં તા. 14 જુલાઈ 2020, મંગળવારથી વિતરણ શરૂ થશે.

29/06/2020

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓ દ્વારા ટૂંક સમયમાં અલગ-અલગ ધોરણના વિષય મુજબ વિડિયો YouTube પર મૂકવામાં આવશે. જ્યાં સુધી શાળાઓ નિયમિત શરૂ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થી આ વિડિયો જોઇ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં આ વ્યવસ્થા ધોરણ ૩ થી ધોરણ ૧૨ માટે સીમિત છે.
૧) દરેક વિડિયો માટે તમે શાળામાં આપેલા મોબાઇલ નંબર પર એક text message (SMS) આવશે. આ મેસેજમાં વિડિયો જેના માટે છે તે ધોરણ, વિષય, પ્રકરણ વગેરે વિગત ઉપરાંત એક (મોટા ભાગે ભૂરા રંગની) લિંક હશે.
૨) આ લિંક પર ક્લીક કરતા (ટચ કરતા) વિડિયો YouTube માં ખૂલી જશે (આ માટે મોબાઇલ પર ઇન્ટરનેટ ચાલુ હોવું જરૂરી છે). આ જ લિંક વાપરી બીજા કોઇ પણ સાધન જેવા કે કમ્પ્યુટર, ટેબલેટ અથવા સ્માર્ટ ટીવી પર પણ વિડિયો જોઇ શકાશે.
૩) લિંક વાપરીને વિડિયો કોઇ પણ સમયે જોઇ શકાય. પરંતુ તેમાં આપેલા ઘરકામ અથવા સ્વાધ્યાય માટે સમય મર્યાદા હોઇ શકે તેનું ધ્યાન રાખવું.
૪) વિડિયો જોતી વખતે જે-તે વિષયની નોટબુક સાથે રાખવી, જેથી જરૂરી મુદ્દા નોંધી શકાય.
૫) વિડિયોમાં આપવામાં આવેલા ઘરકામ અથવા સ્વાધ્યાય તેમાં આપેલી સૂચના મુજબ નિયત સમય મર્યાદામાં શિક્ષકને મોકલી આપવું. જો વિડિયોમાં ઘરકામ પાછું આપવા માટેની કોઇ ખાસ સુચના ન હોય તો વિડિયો માટેના મેસેજ મળ્યાના એક સપ્તાહની અંદર પોતાની શાળામાં જમા કરાવી જવું. ઘરકામ પર પોતાનું નામ, રોલનંબર ધોરણ, વર્ગ, વિષય તથા પ્રકરણ અવશ્ય લખવા.
૬) જે-તે ધોરણના વિડિયોની યાદી આ વેબસાઇટ પર મૂકી છે. તેના દ્વારા પણ વિડિયો જોઇ શકાય. આ યાદીમાં હજુ સુધી પ્રકાશિત ન થયા હોય તેવા વિડિયો પણ હોઇ શકે. તમે આ અપ્રકાશિત વિડિયો જોઇ શકો, પરંતુ તેમાં આપેલા ઘરકામ/સ્વાધ્યાય મોકલી ન શકો. તેના માટે વિડિયો પ્રકાશિત થાય તેની રાહ જૂઓ.
૭) જો આપની જાણમાં સંસ્થાનો કોઇ એવો વિદ્યાર્થી (ધોરણ ૩ થી ૧૨નો) હોય કે જે ને મેસેજ ન મળતા હોય તો તેને પોતાની શાળાનો સંપર્ક કરી સાચો મોબાઇલ નંબર આપવા કહેશો.

06/06/2020

સરસ્વતી વિદ્યામંડળની શાળામાં અભ્યાસ કરી ગયેલ USA / CANADA / GULF / UK / AUS તથા અન્ય દેશમાં સ્થાઇ થયેલ વિદ્યાર્થીઓનું ગ્રુપ.
આપના જાણમાં જે મિત્રો વિદેશમાં છે તેમને જોડવા સંપર્ક કરો.
સરસ્વતી નાગરિક સમાજ
9638448800
[email protected]

06/06/2020

*સરસ્વતી વિદ્યામંડળની પ્રાથમિક શાળાઓમાં એક માસની ફી માફી કરી*

*કોરોના કહેરમાં આગામી વર્ષે 1 મહિનાની ફી માફી સાથે ફીમાં કોઈ વધારો નહિ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૭૫ વર્ષ થી કાર્યરત શિક્ષણ સંસ્થાએ હાલમાં ઉભી થયેલી કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરસ્વતી વિધામંડળ, સરસપુર સંચાલિત પ્રાથમિક શાળાઓ (૧) સરસ્વતી કુમાર શાળા નં ૧ (૨) સરસ્વતી કુમાર શાળા નં ૨ તેમજ (૩) શાંતિ કુમાર કોઠારી વિધાલય અસારવા (બાલભારતી શાળા) માં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦/૨૧ ના ફીમાં વધારો કર્યો નથી તેમજ એક મહિનાની 2350 વિદ્યાર્થીઓની અંદાજે 13 લાખ રૂપિયા ફી માફ કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારના વાલીઓને વિનંતી કે ઉપરોક્ત શાળાઓમાં આપના પાલ્યનો પ્રવેશ સવેળા મેળવી લેશો. પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે.*

*જ્યોતિન્દ્રભાઈ દવે*
મંત્રી
સરસ્વતી વિદ્યામંડળ
સરસપુર, અમદાવાદ.

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Saraspur
Ahmedabad
380018

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 3pm