Shri Shastri Vidhyavihar

Shri Shastri Vidhyavihar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri Shastri Vidhyavihar, Education, Ahmedabad.

08/05/2026
06/05/2026
Congratulations  team india
09/03/2026

Congratulations team india

31/01/2026

ભવિષ્યમાં અમદાવાદ શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં લઈને કોર્પોરેશન દ્વારા નર્મદા નિગમ લિમિટેડને વધુ પાણીના જથ્થા માટે જણાવવામાં આવ્યું હતું, હવે નર્મદા નિગમ લિમિટેડ અમદાવાદ શહેરને વધુ 467 MLD પાણી આપશે.
• હાલ નર્મદા કેનાલમાંથી અમદાવાદને 1550 MLD પાણી મળી રહ્યું છે જે આવનાર દિવસોમાં 2000 થી વધુ MLD પાણી મળશે.
• વર્ષ 2040 ની વસ્તીને ધ્યાનમાં લઈને તેમજ SG હાઈવે અને SP રીંગ રોડ આસપાસ વધતા વિકાસને ધ્યાનમાં લઈને જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં હવે નર્મદા કેનાલ માંથી 467 MLD પાણી આપવાનું નક્કી કર્યું.
• અત્યાર સુધી AMC સરદાર સરોવર નિગમ લિમિટેડ દર મહિને પાણી માટે 27 થી 30 કરોડ સુધીનું બિલ ચૂકવતું હતું જે આગામી સમયમાં હવે રૂપિયા 37 કરોડથી વધુનું ચૂકવશે.
• અમદાવાદ શહેરમાં હાલ દૈનિક 1850 MLD પાણીનો વપરાશ થાય છે જેમાંથી 1550 MLD નર્મદાનું પાણી આવે છે, જે આગામી દિવસોમાં 2000 MLD કરતા વધુ આવશે.
• હાલ જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 250 MLD ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે તેમજ ભવિષ્યમાં 200 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.
• આ વધારાનું નર્મદાનું પાણી બોપલ, વેજલપુર, શેલા, મણીપુર ગોધાવી સહિતના તમામ વિસ્તારોમાં પૂરું પાડવામાં આવશે.

મકરસંક્રાતિ ની સૌ ને હાર્દિક શુભકામનાઓ. આપની સુરક્ષા નુ પ્રથમ ધ્યાન રાખો.
14/01/2026

મકરસંક્રાતિ ની સૌ ને હાર્દિક શુભકામનાઓ. આપની સુરક્ષા નુ પ્રથમ ધ્યાન રાખો.

ગંગા નદી
12/01/2026

ગંગા નદી

અક્ષૌહિણી સેના
11/01/2026

અક્ષૌહિણી સેના

Gujarat
11/01/2026

Gujarat

સ્વાભિમાન પર્વ
11/01/2026

સ્વાભિમાન પર્વ

અષ્ટાંગ યોગના પ્રણેતા પતંજલિનું યોગસૂત્ર યોગદર્શનનો આધારભૂત ગ્રંથ ગણાય છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં 195 સૂત્રો આપ્યા ત...
07/01/2026

અષ્ટાંગ યોગના પ્રણેતા પતંજલિનું યોગસૂત્ર યોગદર્શનનો આધારભૂત ગ્રંથ ગણાય છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં 195 સૂત્રો આપ્યા તેમાં તેમણે યોગના આઠ અંગો જણાવ્યા છે . આ આઠ અંગો દ્વારા ક્રમશઃ સ્વનું એકીકરણ થાય છે . અષ્ટાંગ યોગના એક - એક અંગને સમજીએ અને તેના દ્વારા સ્વનો વિકાસ અને આત્માનું પરમાત્મા સાથે એકીકરણ કેવી રીતે થાય છે તે સમજવા પ્રયત્ન કરીએ .

અષ્ટાંગ યોગના આ આઠ સોપાનો છે.

1 - યમ ,
2 - નિયમ ,
3 - આસન ,
4 - પ્રાણાયામ ,
5 - પ્રત્યાહાર ,
6 - ધારણા ,
7 - ધ્યાન અને
8 - સમાધિ .

1 - યમ :

યોગનું પ્રથમ સોપાન છે . “ યમ ” એટલે વર્તનમાં નિષેધક બાબતોને સામેલ ન કરવી . અહિંસા , સત્ય , અસ્તેય , બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ યમ કહેવાય છે . આ પાંચ વ્રત છે જેના પાલનથી વ્યક્તિગત સ્વ કે સાર્વત્રિક સ્વનું એકીકરણ કરી શકાય છે . આ પાંચ નિષેધાત્મક સદ્ગુણ છે .

અહિંસા એટલે મન , વચન અને કર્મ દ્વારા કોઈપણ પ્રાણીને હિંસા કે કષ્ટ ન પહોંચાડવું . બધાં પ્રત્યે દયા , કરુણા અને સદ્ભાવના રાખવી . હિંસા બધા જ પ્રકારની આપત્તિનું મૂળ છે .

સત્ય એ બીજો યમ છે સત્ય એ જ છે જે બધા માટે હિતકારી હોય . યોગ સ્વાર્થવાદી નથી પરંતુ પરહિતવાદી છે . સત્યને સ્વના મૂલ્ય તરીકે લેવાથી સ્વની સંવાદિતા વધે છે . સુસંવાદી વ્યક્તિત્વ જ સાર્વત્રિક સ્વ બની શકે છે .

ત્રીજો યમ “ અસ્તેય ' છે , જેનો અર્થ છે – બીજાની સંપત્તિ પર અનુચિત અધિકાર ન કરવો કે બીજાની વસ્તુઓ માટે ઈચ્છા પણ ન હોવી ,

ચોથો યમ છે બ્રહ્મચર્ય એટલે કે ઈન્દ્રિયો પર સંયમ અને અંતિમ યમ છે ,

પાંચમો યમ અપરિગ્રહ, જેનો અર્થ થાય છે ઉપભોગની વસ્તુઓનો સંગ્રહ ન કરવો .

અષ્ટાંગ યોગના પહેલા સોપાન યમના પાંચ વ્રતોને જીવનમાં કોઈ વ્યક્તિ ઉતારે તો સમષ્ટિનું કલ્યાણ થઈ શકે . આજે માનવજાત અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે . જેના મૂળમાં આ પાંચ વ્રતોનું પાલન ન કરવું તે છે . વ્યક્તિગત સ્વ અને સાર્વત્રિક સ્વની ઉન્નતિ માટે યમનું પાલન કરવું જોઈએ . આ પાંચ વ્રતો દ્વારા મનને શુદ્ધ કરવાથી સ્વની વિકાસયાત્રા શરૂ થઈ શકે છે .

2 - નિયમ :

યોગનું બીજુ અંગ નિયમ છે. શૌચ , સંતોષ , તપ , સ્વાધ્યાય અને ઈશ્વર - પ્રાણધાન આ પાંચ નિયમો છે .

શૌચના બે પ્રકાર છે : બાહ્ય શૌચ અને આંતરિક શૌચ . શરીરને જળ વગેરેથી સાફ કરવું તે બાહ્ય શૌચ અને રાગ , દ્વિષ માયા , અસૂયા વગેરે મલિન વિચારોને મનમાંથી સાફ કરવા તે આંતરિક શૌચ .

સંતોષ એટલે જે મળે છે, જે પ્રાપ્ત થયું તેને વધાવો . સંતોષી નર સદા સુખી તેવી કહેવત આપણા સમાજમાં પ્રચલિત છે, આવો જ અર્થ આ નિયનમો પણ થાય છે.

તપ એટલે ગમે તેટલી તક્લીફોમાં મન રિથર રાખી નિત્ય સાધના રત રહેવું . શરીરને સહેજ કષ્ટ આપી તપાવવું, ઉદાહરણ તરીકે આપણે જ ઉપવાસ કરીએ છીએ તે તપસનો ભાગ કહી શકાય

સ્વાધ્યાય - સ્વનું અધ્યયન એટલે સ્વાધ્યાય. વ્યક્તિ માટે આ નિયમ ખુબ જરૂરી છે. આત્મચિંતન અને શાસ્ત્રોના અધ્યયન માટે વ્યક્તિએ દરરોજ થોડો સમય કાઢાવો જ જોઈએ

અને છેલ્લો નિયમ ઈશ્વર - પ્રાણધાન એટલે કે પરમ - ગુરુ ઈશ્વરને બધું જ કર્મ અર્પણ કરવું અને ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારવી.

3 - આસન :

અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ આસન છે . આની મદદથી શરીર સ્વસ્થ બને છે અને તંત્રિકા - તંત્ર સ્વસ્થ રહે છે . શરીર પર નિયંત્રણ રહેવાથી વ્યક્તિગત સ્વ અને સાર્વત્રિક સ્વનું એકીકરણ થઈ શકે છે

4 - પ્રાણાયામ :

શ્વાસોચ્છવાસની સ્વાભાવિક ક્રિયાનું નિયંત્રણ અને તેમાં નિયમિત ક્રમ લાવવો એ અષ્ટાંગ યોગનું ચોથું અંગ છે , જેને પ્રાણાયામ કહીએ છીએ તેના ત્રણ ભાગ છે . પૂરક , કુમ્ભક અને રેચક
પ્રાણશક્તિઓ શારીરિક ક્રિયાઓનું સંચાલન કરે છે . પ્રાણના નિયંત્રણથી મનનું નિયંત્રણ થાય છે . સ્વના વિકાર પ્રાણાયામથી દૂર થાય છે સ્વના ઉત્કર્ષ માટે વિવેકબુદ્ધિ જરૂરી છે જે પ્રાણાયામ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે . મનના વિકારો દૂર કરવા અને જ્ઞાનનો ઉદય કરવા પ્રાણાયામ સહાયક છે . સ્વના એકીકરણ માટે પ્રાણાયામનો ગુરુના માર્ગદર્શન હેઠળનો અભ્યાસ વધુ લાભદાયી છે .

5 - પ્રત્યાહાર :

અષ્ટાંગ યોગનું પાંચમું અંગ પ્રત્યાહાર છે . બાહ્ય વિષયોમાંથી મુક્ત થઈ અંતર્મુખી બનવાની અવસ્થા એટલે પ્રત્યાહાર બાહ્ય ઇન્દ્રિયો પરનો સંયમ મનના સંયમ પર આધારિત છે . અવિરત અભ્યાસ , સંકલ્પ અને ઈન્દ્રિય નિગ્રહ દ્વારા પ્રત્યાહાર સિદ્ધ કરી શકાય છે . સ્વને ઓળખવા માટે અને આત્મા ની ઉન્નતિ માટે મનનો સંયમ જરૂરી છે , જે પ્રત્યાહાર દ્વારા સિદ્ધ થઈ શકે છે .

6 - ધારણા :

અષ્ટાંગ યોગનું છઠું અંગ ધારણા છે . તેનો અર્થ છે કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું . ચિત્ત , નાભિ , હૃદય , ભૂકુટિ - મધ્ય કે શરીરના અન્ય અંગ પર કેન્દ્રિત થવું કે દેવી - દેવતાની પ્રતિમા કે દીવાની જ્યોત પર કેન્દ્રિત કરી શકીએ . ધારણાથી ચિત્ત પર નિયંત્રણ લાવી શકાય છે ધારણાથી ધ્યાન કરવાની શક્તિ વધે છે . સ્વના એકીકરણ માટે ચિત્તને અનેક બાજુએથી ભટકતું અટકાવવા માટે ધ્યાન કેન્દ્રિકરણ જરૂરી છે , તેના માટે ધારણા જરૂરી છે .

7 - ધ્યાન :

અષ્ટાંગ યોગનું સાતમું અંગ ધ્યાન છે બધી જ વસ્તુઓ પરથી કોઈ એક જ વસ્તુ પર એકાગ્ર થવાથી ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થાય છે . અનેક વિકારોમાં ભટકતી ચિત્તવૃત્તિને એક જ જગ્યાએ એકાગ્ર કરવામાં સાધકને સફળતા મળે ત્યારે તે ધ્યાન અવસ્થામાં આવે છે . ધ્યાન કરવાથી ચિત્ત નિર્વિકાર બને છે પરિણામે વ્યક્તિગત સ્વ પોતાના ચંચળ મનના વિકારો પર લગામ નાખી શકે છે . વ્યક્તિગત સ્વ વૈશ્વિક સ્વ બને છે . ચિત્તવૃત્તિઓને અંકુશમાં રાખવાથી વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત થાય છે , નીરક્ષરે વિવેક આવે છે . ધ્યાનમાં અંતઃસ્કુરણા દ્વારા ડહાપણ પણ પ્રાપ્ત થાય છે .

8 - સમાધિ :

અષ્ટાંગ યોગનું આઠમું અને અંતિમ અંગ સમાધિ છે . સમાધિ અવસ્થામાં કેવળ ધ્યેય વસ્તુની જ ચેતના રહે છે . સમાધિમાં આત્મા અને ધ્યાનની ક્રિયાનો જાણે લોપ થઈ જાય છે કેવળ ધ્યેય વસ્તુનો જ પ્રકાશ રહે છે જેને આપણે પરમ તત્ત્વ કહીએ છીએ . અહીં અદ્વૈતની અનુભૂતિ થાય છે . ધ્યાતા , ધ્યાન અને ધ્યેયનું ઐક્ય સધાતા મનની શુન્ય અવસ્થામાં પરમ તત્ત્વની ઝાંખી થાય છે . સમાધિમાં ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ થઈ જતાં કશું જુદાપણું રહેતું નથી . અને વ્યક્તિને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

- અજ્ઞાત

Address

Ahmedabad
382475

Opening Hours

Monday 7am - 12:30pm
Tuesday 7am - 12:30pm
Wednesday 7am - 12:30pm
Thursday 7am - 12:30pm
Friday 7am - 12:30pm
Saturday 7am - 11pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Shastri Vidhyavihar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category