Laxman Gyanpith School

Laxman Gyanpith School Delivering a holistic environment to uncover children's imagination, proficiency, and talent.

24/09/2026

हिन्दी केवल भाषा नहीं; ज्ञान, अभिव्यक्ति और संस्कारों से जुड़ने का माध्यम है। लक्ष्मण ज्ञानपीठ प्राथमिक शाला में हिन्दी दिवस सरल, सुंदर और ज्ञानवर्धक प्रस्तुतियों के साथ उत्साहपूर्वक मनाया गया।

विद्यार्थियों ने हिन्दी वर्णमाला, सहायक सामग्री, डाकघर, जंगल सफारी, विभिन्न प्रकार के बर्तन तथा खेलकूद के साधनों से संबंधित जानकारी हिन्दी भाषा में प्रस्तुत की।

[Laxman Gyanpith, Hindi Diwas, Hindi Language, Language Learning, Indian Languages]

23/09/2026

બાળકનું શિક્ષણ પુસ્તકની સાથે સાથે રમત-ગમત, જુદી જુદી પ્રવૃત્તિઓ, અનુભવ અને સર્જનાત્મકતા દ્વારા વધારે ખીલે છે. અને, ત્યારે જ શિક્ષણ જ્ઞાનથી આગળ વધીને વ્યક્તિત્વ ઘડવાનું માધ્યમ બને છે.

લક્ષ્મણ જ્ઞાનપીઠના શિશુમંદિરમાં પંચકોષ આધારિત શિક્ષણ દ્વારા બાળકના શારીરિક, પ્રાણશક્તિ, માનસિક, બૌદ્ધિક અને આનંદમય વિકાસને એકસાથે પોષણ મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું.

કારણ કે, રમતાં-રમતાં શીખવું, કરીને શીખવું અને અનુભવીને શીખવું એ જ બાળશિક્ષણની સાચી સફર.

[Laxman Gyanpith, Panchkosha Shikshan, Holistic Development, Activity Based Education]

22/09/2026

લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ, હસ્તકલા કૌશલ્ય તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને પ્રેમ કેળવવાના હેતુસર ધોરણ ૧ થી ૫ના વિદ્યાર્થીઓ માટે ‘ગણપતિ મેકિંગ’ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રવૃત્તિ અંતર્ગત ધોરણ ૧ અને ૨ના વિદ્યાર્થીઓએ આઈસ્ક્રીમ સ્ટીક, રંગીન કાગળ તથા પેપર કપ જેવી વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને પોતાની કલ્પનાશક્તિ મુજબ સુંદર ગણપતિજીની પ્રતિમાઓ તૈયાર કરી હતી. જ્યારે ધોરણ ૩ થી ૫ના વિદ્યાર્થીઓએ ‘વેસ્ટમાંથી બેસ્ટ’, કુદરતી સામગ્રી તથા વિવિધ બીજનો ઉપયોગ કરીને ‘સીડ ગણપતિ’ જેવી વિવિધ પર્યાવરણમૈત્રી રીતોથી ગણપતિજીની સુંદર કૃતિઓ અને પ્રતિમાઓ બનાવી હતી.

વિદ્યાર્થીઓએ અનાજ, કઠોળ, કાર્ડબોર્ડ, નકામી ડીવીડી, વર્તમાનપત્ર, પાન, માટી તથા વિવિધ પ્રકારના બીજ જેવી પુનઃઉપયોગી અને કુદરતી સામગ્રીનો સર્જનાત્મક ઉપયોગ કરી પોતાની કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવાની કળા, પુનઃઉપયોગની સમજ, પર્યાવરણ સંરક્ષણની ભાવના તેમજ સર્જનાત્મક અને નવીન વિચારશક્તિનો વિકાસ થયો. સાથે સાથે ગણપતિજીની ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા બનાવીને વિદ્યાર્થીઓએ પર્યાવરણમૈત્રી ગણેશોત્સવનો સંદેશ પણ આપ્યો
[Laxman Gyanpith, Eco Friendly Ganesha Making, Ahmedabad, Gujarat]

18/09/2026

A celebration that brought together devotion, tradition, blessings, nature and the spirit of sportsmanship, as the Sanskardham family came together to mark the 76th birthday of Hon’ble Prime Minister Shri Narendra Modi.

The day began with an auspicious beginning, seeking the grace of the divine and connecting with the divine energy through the Mahapujan of Lord Ganesha and the Saptakundatmak Ganesh Yagna, with 1,000 Modaks offered with devotion.

From embracing the blessings through Gau Poojan, to celebrating Gau Poojan, a tradition rooted in our cultural values.

Under Ek Ped Ma Ke Naam, 76 saplings were planted, turning prayers for a better tomorrow.

The celebrations then moved to the Vakil Saheb Volleyball Tournament Final Match, bringing together the energy of sport, teamwork and community spirit.

And as the day came to a close, 1,100 Ashirwad Na Diwa were lit, carrying 1,100 blessings and one heartfelt prayer for a long, healthy life & continued service to the nation.

[Sanskardham, PM Narendra Modi Birthday, Sanskardham Family, Laxman Gyanpith School, Global Mission International School, Anant School Of Excellence]

'રક્ષા બાંધુ છું મારા વીરને રે લોલ'ના ભાવ સાથે લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હત...
17/09/2026

'રક્ષા બાંધુ છું મારા વીરને રે લોલ'ના ભાવ સાથે લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 6 થી 9 અને 11 વિદ્યાર્થીઓ જોડાયા હતા. શાળાની વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સાથે સાથે, રાખડી બનાવટ તેમજ શુભકામના કાર્ડ બનાવટની સ્પર્ધાઓ યોજાઈ હતી.

તો સાથે સાથે, શાળા પરિવારની બહેનોએ કેમ્પસના સેવક મિત્રો અને સુરક્ષાકર્મી ભાઈઓને પણ રાખડી બાંધી હતી. તેમજ, લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળાના પ્રધાનાચાર્ય ડૉ. હિતેશકુમાર વી પંડ્યા સાહેબને અને NEP કો ઓર્ડીનેટર શ્રી હર્ષભાઈ પટેલને સંસ્થાના ઉપપ્રધાનાચાર્યશ્રી શ્રીમતી સલોનીબહેન વ્યાસે રક્ષાસૂત્ર બાંધી ઓવારણાં લીધા હતા.

કાર્યક્રમમાં સંસ્થાના સન્માનનીય પ્રધાનાચાર્યશ્રી આદરણીય ડૉ. હિતેશકુમાર વી. પંડ્યા, ઉપપ્રધાનાચાર્યશ્રી શ્રીમતી સલોનીબહેન વ્યાસ, N.E.P કો ઓર્ડીનેટર શ્રી હર્ષભાઈ પટેલ, શિક્ષક મિત્રો અને સેવકો જોડાયા હતા.

[Raksha Bandhan Celebration, Laxman Gyanpith, Laxman Gyanpith School]

લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળામાં રક્ષાબંધન નિમિત્તે વિશેષ વંદના સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ૐકારના જાપ સા...
16/09/2026

લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળામાં રક્ષાબંધન નિમિત્તે વિશેષ વંદના સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ૐકારના જાપ સાથે શરૂ થયેલ વંદના સત્રમાં દૈનિક પ્રાર્થના બાદ, મદદનીશ શિક્ષક ડૉ. પ્રવીણભાઈ જોશી દ્વારા ભજન તેમજ મદદનીશ શિક્ષક શ્રી અંકિતભાઈ રેણુકા દ્વારા ભાઈ-બહેનના અતૂટ પ્રેમને વર્ણવતું ગીત પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

મિડલ સ્ટેજ કો-ઓર્ડીનેટર શ્રી દધીચિભાઈ ઠાકર તથા ગુજરાતી વિભાગનાં વિભાગાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન પટેલ દ્વારા ‘રક્ષાબંધન પર્વની ઉજવણીનું મહત્વ’ વિષય પર સુંદર અને માર્ગદર્શક વક્તવ્ય આપવામાં આવ્યું.

સમગ્ર કાર્યક્રમમાં શાળાના આદરણીય પ્રધાનાચાર્યશ્રી ડૉ. હિતેશકુમાર વી. પંડ્યા, ઉપપ્રધાનાચાર્ય શ્રીમતી સલોનીબેન વ્યાસ, સેકન્ડરી સ્ટેજ કો-ઓર્ડીનેટર શ્રી હર્ષભાઈ પટેલ, સમગ્ર લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળા પરિવારના સુજ્ઞ શિક્ષકમિત્રો તથા વ્હાલા વિદ્યાર્થીમિત્રોએ પોતાની સુજ્ઞ ઉપસ્થિતિ આપી હતી.

[Laxman Gyanpith, Raksha Bandhan, Sibling Bond, Indian Culture]

બાળપણમાં દરેક આકાર એક નવી શોધની શરૂઆત છે. આકાર દિવસ પર નર્સરીના બાળકોએ વિવિધ આકારોને ઓળખ્યા, તેમના વેશમાં આવીને રજૂઆત કર...
15/09/2026

બાળપણમાં દરેક આકાર એક નવી શોધની શરૂઆત છે. આકાર દિવસ પર નર્સરીના બાળકોએ વિવિધ આકારોને ઓળખ્યા, તેમના વેશમાં આવીને રજૂઆત કરી અને પછી મણકા ગોઠવવા તથા રંગ પૂરવાની પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આવી Play-Based Learning પ્રવૃત્તિઓ બાળકોને ઓળખ, એકાગ્રતા, સર્જનાત્મકતા અને coordination જેવી ક્ષમતાઓ વિકસાવવાની આનંદમય તક આપે છે. અહીં, જિજ્ઞાસાથી શીખવાની શરૂઆત થાય છે અને સર્જનાત્મકતા ખીલે છે .

[Shape Day, Laxman Gyanpith, Play Based Learning, Cognitive Development]

15/09/2026

From the first arrival to the final departure, from breakfast and outdoor activities to team building, lunch, sharing, and reflection, the day was filled with moments worth remembering.

This Teachers’ Day, Sanskardham celebrated its teachers with more than just an event. It created a space to reconnect, appreciate one another, and celebrate the bonds that make a community stronger.

Because sometimes, the most meaningful lessons happen when we simply come together.

It was a day to connect, celebrate, and create beautiful memories together.

[Teachers Day, Sanskardham, Teacher Celebration, Team Building, Teacher Appreciation]

14/09/2026

વિશ્વ ફિઝિયોથેરપી દિવસ નિમિત્તે લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળામાં વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના પ્રધાનાચાર્યા અને ફિઝિયોથેરાપિસ્ટ આદરણીય ડૉ. શ્લેષા વૈદ્ય, સાથે ડૉ. ક્રિમા શાહ, ડૉ. હેલી પરીખ તથા MPTના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સરળ અને આનંદદાયી કસરતો કરી. નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને "Be Fit, Be Healthy: સ્વસ્થ શરીર, સ્વસ્થ જીવન"નો મંત્ર આપવામાં આવ્યો. આ સત્ર દ્વારા વિદ્યાર્થીઓએ શીખ્યું કે નિયમિત શારીરિક સક્રિયતા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે આત્મવિશ્વાસ, ઊર્જા અને સકારાત્મક જીવનશૈલી માટે પણ મહત્વપૂર્ણ છે. કારણ કે, તંદુરસ્ત બાળક માત્ર વધુ સક્રિય નથી હોતું.

તે વધુ આત્મવિશ્વાસથી શીખે છે, રમે છે અને આગળ વધે છે.

[Physiotherapy Day, Physiotherapy Session, Student Fitness, Physical Activity, Healthy Lifestyle, Physical Wellness]

Address

Sanskardham Campus Bopal/Sanand Road
Ahmedabad
382115

Opening Hours

Monday 8am - 2pm
Tuesday 7:30am - 2pm
Wednesday 7:30am - 2pm
Thursday 7:30am - 2pm
Friday 7:30am - 2pm
Saturday 7:30am - 2pm

Telephone

+912717710910

Alerts

Be the first to know and let us send you an email when Laxman Gyanpith School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Laxman Gyanpith School:

Shortcuts

Share

Category