મધુર સ્મરણ .... 🙏🙏
શ્રી વિનોદભાઈ આચાર્ય અને શ્રી માનવેન્દ્રસિહ રાઠોડ...
શ્રી વિદ્યાનગર સ્કૂલ... શ્રી કપાસી સાહેબ દ્વારા કેટલીક પ્રવૃત્તિઓની અનોખી રંગીન છાંટ અને અનોખી ખૂશ્બુ પ્રસારતી ....
મારા રસ- ( ચિત્ર, સારા અક્ષરો, લેખન, સુશોભન, નાટક વિગેરે ) જાણી કપાસી સાહેબ સપ્તાહ દરમિયાન એક- બે ઉપયોગી માહિતી કે સમાચાર કે દુનિયાની કોઈ ઘટના બૉર્ડ / નોટિસ બોર્ડ પર લખાવે. મને તે ગમે...હું લખાણ આસપાસ થોડું ચિત્ર કામ કરી તે સજાવું.
આનંદની અને શાળાની અનોખી વાત એ કે આ કામ પછી શ્રી કપાસી સાહેબ માનવેન્દ્ર ભાઈને કહી ભાષાકીય ભૂલ સુધારાવે ...એ સંગતથી મારું ભાષા કર્મ પણ સુધરે અને સાચી ભાષા સહુને પહોંચે...માનુભા ...અમે માનવેન્દ્ર ભાઈને પ્રેમથી સંબોધતાં...એક નોંખો સંબંધ એ રીતે પછી વિકસ્યો...
એટલુ જ નહીં....એ લખાણ, માહિતી કે સમાચારમાં જો કોઈ સ્થળ સંકળાયું હોય તો ત્યાં તેને 'હાઈલાઈટ ' કરાય...પછી શ્રી વિનોદભાઈ આચાર્ય સાહેબ એ નોટિસ બોર્ડ સામે બનાવાયેલ દુનિયાના નકશામાં એ સ્થળ ચોક્કસ રીતે દર્શાવે....જે વિદ્યાર્થીઓ સૂધી પહોંચે...આ કાર્ય દરમિયાન શ્રી વિનોદભાઈ આચાર્ય સાહેબ સાથે ઐતિહાસિક/ભૌગોલિક ઘણી વાતો મને પ્રાપ્ત થતી...
હું વિચારતો કે એક તાજી ઘટના લખી તેને વિદ્યાર્થીઓ સુધી
કેવી ખૂબી અને રસ સભર રીતિ દ્વારા પહોંચાડાય છે...!
શિક્ષકગણને તેમના રસ પ્રમાણે પ્રવૃત્તિ સોંપી શ્રી કપાસી સાહેબ પોતાની આગવી છાપ ઉભારતાં...
શ્રી માનવેન્દ્રસિહ રાઠોડ સાહેબ અને શ્રી વિનોદભાઈ આચાર્ય સાહેબ આજે પણ મારા સ્મરણમાં છે...શાળામાં તેઓ તેમની આગવી અદા સાથે પ્રવૃતિમય હોય તેમ મને ભાસે છે....
🙏🙏🙏💐
- અખંડ વ્યાસ
Shree Vidyanagar High School - Alumni Association
Alumni Association of Shree Vidyanagar High School is established since last couple of years. Certainly its an honour and pride of the school.
Shree Vidyanagar School being very prestigious and the oldest school in Ahmedabad. Shree Vidyanagar School being very prestigious and the oldest school in Ahmedabad has contributed to the society by giving vast number of noble, qualified and dedicated human resource, whose very basic foundation is "to be a noble hard working citizen". Today, flavour of Shree Vidyanagar School has spread across the
27/11/2025
Dear fellow alumni,
It's with a heavy heart that we share the news that our beloved teacher, Shri K G Patel Sir, is currently hospitalised and not responding well to medication. Sir has been an integral part of our school and has touched the lives of countless students.
Let's come together and pray for his speedy recovery and better health. Your prayers will surely help him heal faster.
Please keep Sir and his family in your thoughts and prayers. 🙏🏽
27/08/2025
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ, નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યશુ સર્વદા ।
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!
ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ
પ્રમુખ: શ્રી આર. સી. પટેલ
સેક્રેટરી: શ્રી પરેશ પટેલ
03/06/2025
શ્રી બાબુભાઈ સાહેબ,
આપ વિશે મારા સ્મરણ...
શ્રી બાબુભાઈ પટેલ, શ્રી વિદ્યાનગર હાઇ હાઈસ્કૂલના હાયર સેકન્ડરી વિભાગમાં શ્રેષ્ઠ અને વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક....
વર્ષ 1980 માં એક અલાયદા માહોલ સાથે અને શ્રી કપાસી સાહેબની અજાણી જાદુઈ છડી ( શૈક્ષણિક ઉદ્યાન રચનારી) થોડા સમય પછી અનુભવાતી ગઈ હતી.બરાબર એમ જ વડિલ શિક્ષક શ્રી બાબુભાઈ પટેલ સાહેબ વિશે થોડા સ્મરણ મારા મન- હૃદયમાં સચવાઈ રહ્યા છે....સ્ટાફ રુમમાં ઉપયોગી અને ઉર્ધ્વ ગામી ચર્ચા શિક્ષકગણ વચ્ચે થતી રહેતી. એવી જ કોઈ ચર્ચા જેમા ફિઝિક્સ વિષયક અવકાશી યાન અને તેનું સફળ ઉડાન,ચોક્કસ સમયે પહોંચવું, અજાણ્યા વાતાવરણ અને એટલાં અંતરે એક એક ક્ષણ અહીંથી સંચાલિત હોય તેવા કુતૂહલ જનક અને આશ્ચર્ય જનક વિજ્ઞાનની રસપ્રદ ચર્ચા પછી પિરિયડ બદલાતા અનાયાસે શ્રી બાબુભાઈ સાહેબ સાથે લૉબીમાં ચાલવા અવસર મળ્યો. તેઓ ગણિત શિક્ષક- એક વાક્ય કહ્યું, " દરેક વિષય એકબીજાને પૂરક છે. ફિઝિક્સની આ પ્રગતિ ગણિતના જ્ઞાન સાથે નિર્ભર છે. " બસ, આટલું સાંભળવું અને મનમાં અનેક કાર્ય, વિષય, કલાકારી દરેક સાથે ગણિત કેટલું ઓતપ્રોત હોય છે તે વિચાર સ્પંદિત કરી ગયેલો. એવું નથી કે આ વાત પહેલાં કોઈ રીતે મારી સમક્ષ આવી નહીં હોય. પરંતુ એ ચર્ચા એને તરત એ આશ્ચર્યો સાથે સેતુ રચતી એક વાત આખી સરળ સહજ બની કોઈને કે વિદ્યાર્થીને તે પ્રતી રસ જન્માવે તેવી જણાઈ....
એ ઉપરાંત સાંજની બેઠકો, રમતગમત, કલા પ્રવૃત્તિ દરેકમાં તેમની હાજરી....અચાનક ચોક્કસ જગ્યાએ એવું જ સસંદર્ભ તેઓનું બોલવું. મને ઘણીવાર તેઓ કહેતા કે મારી કોઈપણ વાત- વિચારમાં કોઈ નવો અભિગમ હોય છે...મને એ રીતે પ્રોત્સાહન મળતું.
કદી બીન જરુરી શબ્દ તેઓ ઉચ્ચારે જ નહી.
તેઓ સાથે વધુ જોડાયેલ શિક્ષકો સાથે હંમેશા વિષય વિષયક સંગાથ આપતા મે જોયા- સાંભળ્યા છે.
જેમના શબ્દ નિસ્વાર્થ હોય તેવા વ્યક્તિત્વ શ્રી કપાસી સાહેબ પાસેથી પણ શ્રી બાબુભાઈ વિશે " આપણી શાળાના મજબુત પાયા તરીકે અને આપણી નાટક ચેતકની વાતોમાં ય રસ લે..." (શબ્દ આમતેમ હશે પણ આવી વાત)
સહુ કોઈ તેઓ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરે..
પછી પાછળથી મારા લખેલા બે પુસ્તક એ સિનિયર શિક્ષકોના ગૃપને મોકલેલા....ત્યારે અને ત્યારબાદ, હાલ તેઓ USA છે છતાં તેઓ અચૂક મારા જેવા જૂનિયર શિક્ષક સાથે વાત કરે...એટલું જ નહીં મારા " છાંયડી " પુસ્તકને તેમણે વાંચ્યુ છે અને તેમને આનંદ છે તેમ કહે...
થોડા ઘણા શાળા વિષયક સંભારણામાં શ્રી બાબુભાઈ સાહેબ, તેમનો સ્નેહ મને ન્યારો જ લાગે છે..
શ્રી બાબુભાઈ સાહેબ...આપ સ્વસ્થ અને ખુશ રહો તેવી પ્રાર્થના....નમસ્કાર...🙏
- અખંડ વ્યાસ (શિક્ષક)Akhand Vyas
સર્વ ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ ને વિનંતી આપ ના આપણી સ્કૂલ ટીચર્સ સાથે ની કોઈપણ યાદગર પળો હોય તો અહીં શેર કરશો. 🙏🏽
- પરેશ પટેલ
19/05/2025
ડો. પ્રભુદાસ પટેલને કોટી કોટી અભિનંદન, 🙏🏽
મહેસાણા જિલ્લાના સાંથલ ગામના વતની અને શિક્ષણક્ષેત્રે આપબળે આગળવધી શેરથા કેળવણી મંડળની હાઇસ્કુલમાં તથા અમદાવાદની શ્રી વિદ્યાનગર હાઇસ્કુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવાની સાથે પી.એચ.ડી.ની પદ્દવી મેળવી હજારો વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી ઘડનાર અને વર્ષ ૧૯૮૬માં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર અને ત્યારબાદ ભારત સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો નેશનલ એવોર્ડ મહામહીમ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે પ્રાપ્ત કરનાર ડો. પ્રભુદાસ પટેલને આ વર્ષે ૧મે ૨૦૨૫ના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે તેઓશ્રીની શિક્ષણક્ષેત્રમાં ગૌરવશાળી, ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગુજરાત ગરિમા એવોર્ડ ગુજરાત રાજ્યના રાજ્યપાલ માન. શ્રી આચાર્ય દેવવ્રતજી અને માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ્દ હસ્તે અર્પણ કરાયો તે બદલ ડો. પ્રભુદાસભાઇ પટેલને ખુબ ખુબ અભિનંદન.
તેઓશ્રી વિદ્વાન અને ઉચ્ચકક્ષાના લેખક છે. અને અમદાવાદની સ્કુમ સ્કુલના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તે ઉપરાંત તેઓશ્રી વિશ્વ ઉમિયાધામ તથા ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના અગ્રણી હોદ્દેદાર છે. અને સાંથલ કેળવણી મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. સાથે સાથે પરમ પૂજ્ય સ્વામિ સચ્ચિદાનંદજીના પરમ શિષ્ય છે. અને અત્યારે ૮૪ વર્ષની ઉંમરે પણ તેઓ સામાજીક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત છે.
ડો. પ્રભુદાસભાઇ પટેલનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગી રહે અને તેવોશ્રી સમાજની વધુને વધુ સેવા કરે તેવી શુભેચ્છા.
30/04/2025
ભારતીય જનતા પાર્ટી અમદાવાદ મહાનગર ના પ્રમુખ શ્રી તરીકે આપની નિયુક્તિ અભિનંદનીય છે. જાહેર જીવન માં યશસ્વી બનો તેવી શુભેરછા. આપ શ્રી, શ્રી વિદ્યાનગર હાઈ સ્કૂલ ના પૂર્વ વિદ્યાર્થી છો એ માટે સવિશેષ ગૌરવ અનુભવીએ છીએ.
આર. સી. પટેલ
પ્રમુખ. ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ.
શ્રી વિધાનગર હાઇ સ્કૂલ,
ઉસ્માનપુરા, અમદાવાદ
29/03/2025
"Proud Moment for Our School Alumni!
We're thrilled to announce that our esteemed alumni member, Shubhash Bhrambhatt, and his wife Dipti Bhrambhatt, both accomplished artists, were felicitated by Hon'ble Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel, former Minister Jitubhai Vaghani, former Education Minister Shri Bhupendrasingh Chudasama, and Surendra Kaka at Vishala, Ahmedabad on March 27th, World Theatre Day.
Congratulations, Shubhash Sir and Dipti Ma’am! We're beaming with pride! 🎭🌹
- R C Patel (President)
- Paresh Patel (Secretary)
05/09/2024
Expressing gratitude to all the teachers and mentos, Thank you all for illuminating our path for the life… 💐😊🙏🏽
03/09/2024
આપણી શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી ડોક્ટર પ્રભુદાસ પટેલ સાહેબ ને ખુબ ખુબ અભિનંદન 💐 🙏🏼
26/02/2023
શ્રી વિદ્યાનગર શાળા નો જન્મદિવસ એટલે આપણાં સૌના અસ્તિત્વ ના એહસાસ નો દિવસ. ચાલો ઉજવીયે આ દિવસ ને શાળા સાથે ની જૂની યાદો ને.. તસ્વીરો શોધી ને મૂકો આ ગ્રુપ માં જેનો આજે આનંદ સાથે મળીને માણીએ.
આર સી પટેલ
કારોબારી સભ્યો
પૂર્વ વિદ્યાર્થી મંડળ ના મિત્રો... 🙏🏼
26/02/2023
To all the founders and teachers, we wish a very Happy Foundation Day.
Without you all, our school would have been so incomplete. Thank you for all the hard work and dedication you all put into making our school such a wonderful place for learning.
Happy Foundation Day.
Click here to claim your Sponsored Listing.
Location
Telephone
Address
Ahmedabad
380013