01/05/2026
Investing in our Educators!
On 30th April, 2026,the Assembley hall of Tatwamasi Vidyalaya were filled with calm and positivity as we hosted introductory sessionof the Art of Living Health and Happiness Workshop for an hour
A huge thank you to Dr. Bhumit Vyas from the Art of Living Foundation for guiding our faculty through transformative techniques in stress management and emotional well-being.
Our teachers are the heart of our school, and seeing them recharge and find balance was truly inspiring.
28/03/2026
🎓✨ અમારા નાનકડા તારલાઓ નો ગ્રેજ્યુએશન ડે! ✨🎓
તત્વમસિ વિદ્યાલયના અમારા Sr.KG ના નાના -નાના વિદ્યાર્થીઓ એ પહેલી નાની સિદ્ધિ હાંસલ કરી છે. Pre-school ની આ મીઠી સફર આજે સફળતાપૂર્વક પૂરી કરી છે. જ્યારે તેઓ એક છોટી કેપ પહેરીને 'હું ગ્રેજ્યુએટ થયો છું' એવું કહી ખુશીથી ઉછળી રહ્યા હતા, ત્યારે આનંદની અનુભૂતિ થઇ હતી .
બહુ બધું શિક્ષણ ,આનંદ, રમૂજ અને ક્યારેક થોડી શરારતો સાથેનો સફર હવે આગળના પગથિયે જઈ રહ્યો છે.
સમય કેવી રીતે વીતી ગયો ખબર જ નહિ પડી…કાલ સુધી જે આંગળી પકડીને સ્કૂલ આવતા હતા. આજે તે પોતાની પ્રથમ શૈક્ષણિક સફર પૂર્ણ કરીને નવા અધ્યાય માટે તૈયાર છે.
તેમના રંગો, કવિતા,રમકડા, કાલીગેલી ભાષા ,પહેલા દિવસે શાળાને નહિ આવવા માટે રોવાનું એ બધીજ નાજુક પળો આજે યાદ આવી રહી છે.
બાળકોની આ સફરમાં શિક્ષકોનો પ્રેમ અને માર્ગદર્શન અમૂલ્ય રહ્યો છે. સાથે સાથે માતા -પિતાનો સહકાર પણ આદરણીય રહ્યો હતો.
આ તો માત્ર શરૂઆત છે, તમારી આ સ્મિત અને ઉત્સાહ હંમેશાં આમ જ ઝગમગતા રહે અને જીવનની આ નાનકડી સિદ્ધિ ભવિષ્યમાં મોટી સફળતાઓ માટે પથદર્શક બની રહે એજ પ્રાર્થના છે.
28/03/2026
🎓✨ Convocation Ceremony – Sr. KG ✨🎓
A proud and heartwarming day at Tatwamasi Vidyalaya as our little graduates of Sr. KG celebrated their Convocation Ceremony. Dressed in caps and gowns, the students marked the beautiful transition from pre-primary to primary with joy and confidence.
The event was filled with smiles, excitement, and proud moments for parents and teachers alike. Watching our young learners take their first step towards a bright future was truly special. 🌟
Congratulations to our tiny achievers! The journey has just begun. 🚀
02/03/2026
Pre-Primary students of Tatwamasi Vidyalaya celebrated Holi with great joy and enthusiasm. The tiny tots came dressed in colourful attire and enjoyed a safe and eco-friendly celebration. Teachers explained the importance of the festival and encouraged the children to spread love, happiness, and togetherness. The campus was filled with laughter, smiles, and vibrant colours as the little ones enjoyed playful activities and fun moments with their friends. It was truly a delightful and memorable celebration for everyone.
21/02/2026
🌸 માતૃભાષા દિવસની ઉજવણી 🌸
માતૃભાષા માત્ર વાતચીતનું સાધન નથી, પરંતુ તે આપણું અસ્તિત્વ, ઓળખ અને સંસ્કૃતિનું પ્રતીક છે. માતૃભાષા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે પોતાની ભાષાને પ્રેમ કરવો, તેનો ઉપયોગ વધારવો અને તેને આવનારી પેઢીને ગર્વથી સોંપવી જોઈએ.
તત્વમસિ વિદ્યાલય માં ૨૧ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ માતૃભાષાનું મહત્વ સમજાવતા ભાષણો, કવિતા, નિબંધ અને સુવિચારની રજૂઆત દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની ભાષા પ્રત્યેનો ગૌરવ વ્યક્ત કર્યો.
શિક્ષકશ્રીઓએ આ દિવસ ની ઉજવણી કેમ કરવામાં આવે છે તેમજ માતૃભાષામાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને જણાવ્યું કે માતૃભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ આપણા સંસ્કાર, પરંપરા અને ઓળખનો આધાર છે.
આ પ્રસંગે સૌએ પ્રતિજ્ઞા લીધી કે આપણે પોતાની માતૃભાષાનો વધુમાં વધુ ઉપયોગ કરી તેને સમૃદ્ધ અને જીવંત રાખીશું.
માતૃભાષા દિવસની આ ઉજવણી વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને યાદગાર બની. 🌼📚
21/02/2026
Tatwamasi Vidyalaya proudly celebrated Matrubhasha Diwas with great enthusiasm and cultural spirit. The day was dedicated to honoring our mother tongue and understanding the importance of preserving our language and heritage.
The celebration began with a special assembly where students shared meaningful speeches, poems, and thoughts in their mother tongue. Their confident expressions reflected pride in their language and culture. Students from various classes actively participated and beautifully conveyed the message that our mother tongue is not just a language but an identity.The celebration of Matrubhasha Diwas at Tatwamasi Vidyalaya was truly inspiring and reminded everyone that language connects us to our roots, traditions, and values. 🌿✨
21/02/2026
"નાના વિચાર મોટા સપના" 🎉🎊
તત્વમસિ વિદ્યાલયે તાજેતરમાં " નાના વિચાર મોટા સપના " નામની એક આકર્ષક અને રસપ્રદ પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું. જ્યાં સિનિયર કેજી અને ધોરણ 3 ના વિદ્યાર્થીઓએ આ શૈક્ષણિક વર્ષ દરમિયાન શીખેલા વિવિધ વિષયો વિશે આત્મવિશ્વાસથી વાત કરી હતી.
વિદ્યાર્થીઓ એ શીખેલ ગુજરાતી, સામાન્ય જ્ઞાન, ગણિત જેવા વિષયો તેમજ આપણી સંસ્કૃતિ ના નૈતિક મૂલ્યોને ખૂબ આત્મવિશ્વાસ સાથે મંચ પર રજુ કર્યા હતા.જે આત્મવિશ્વાસ વિદ્યાર્થી માં હતો તે ખરેખર બિરદાવવા યોગ્ય હતો.🎤🎊
આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ વિદ્યાર્થી માં સંદેશાવ્યવહાર કુશળતા વધારવા, તેમનો આત્મવિશ્વાસ વધારવા માટેનો હતો. જેમાં માતાપિતા અને શિક્ષકો એ બાળકોની પ્રસંશા કરી તે ખૂબ પ્રેરણાદાયક હતું.
તત્વમસિ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલ આવા પ્રયાસો દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક ઉન્નતિ જ નહીં, પરંતુ વિચારોની મુક્તતા અને સર્જનાત્મકતાની દિશામાં પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમારું ધ્યેય માત્ર શિક્ષણ પૂરું પાડવાનું નથી, પરંતુ સંસ્કારસભર, આત્મવિશ્વાસી અને જવાબદાર નાગરિક બનાવવાનું છે।
🎊
21/02/2026
✨ Young Minds, Big Ideas – Tatwamasi Vidyalaya ✨
Tatwamasi Vidyalaya proudly organized “Young Minds, Big Ideas”, a wonderful programme where students of Sr. KG and Std. 3 confidently presented the topics they had learned in their classrooms before their teachers, peers, and proud parents.
It was truly heartwarming to see our tiny tots of Sr. KG speaking with innocence and confidence, while the students of Std. 3 expressed their ideas with clarity and enthusiasm. The event provided a meaningful platform to enhance communication skills, build stage confidence, and strengthen conceptual understanding.
Presenting in front of parents added a special sense of responsibility and excitement for the children. Their preparation, courage, and effort reflected the school’s commitment to nurturing confident learners through activity-based and experiential learning.
We sincerely thank the parents for their presence and encouragement.
🌟 At Tatwamasi Vidyalaya, we believe that even the smallest voices can share the biggest ideas!
14/02/2026
માતૃ-પિતૃ વંદના દિવસની ઉજવણી🙏🎊
અમારી શાળામાં માતૃ-પિતૃ વંદના દિવસ ખૂબ જ ભાવભર્યા અને આનંદમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો. આ પ્રસંગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માતા-પિતાપ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સંસ્કારની ભાવના વિકસાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરાયેલા સંવેદનશીલ સમૂહગીતથી થઈ, જેમાં માતા-પિતાના નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગને સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ હૃદયસ્પર્શી પોતાના વિચારો દ્વારા માતા-પિતાના જીવનમાં આવેલા મહત્વને સમજાવ્યું અને તેમની પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. વાલી દ્વારા પણ બાળકો પ્રત્યેના પોતાના વિચારો રજુ કર્યા .
કાર્યક્રમનો સૌથી ભાવુક ક્ષણ ત્યારે સર્જાયો જ્યારે વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને તેમના ચરણસ્પર્શ કર્યા અને આશીર્વાદ મેળવ્યા. આ દૃશ્યે સમગ્ર વાતાવરણને લાગણીસભર બનાવી દીધું.
આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ માતા-પિતાના અપરિમિત યોગદાનને માન આપવાની પ્રેરણા મેળવી અને પરિવારના મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા. માતૃ-પિતૃ વંદના દિવસ ખરેખર સૌ માટે યાદગાર અને પ્રેરણાદાયક બની રહ્યો.
14/02/2026
Matru Pitru Divas was celebrated with great devotion and enthusiasm at Tatwamasi Vidyalaya. The day was dedicated to expressing love, gratitude, and respect towards parents, who are the first teachers and guiding lights in every child’s life.
The celebration began with a prayer seeking blessings for all mothers and fathers. Students presented heartfelt speeches, soulful songs, and beautiful dance performances that highlighted the importance of parents in shaping their children’s future. The atmosphere was filled with emotions as students shared their feelings and thanked their parents for their unconditional love, sacrifices, and constant support.In a deeply touching moment, students applied tilak to their parents, bowed to touch their feet as a symbol of gratitude and respect, and received their loving blessings.
31/01/2026
💐વિદાય સમારંભ ૨૦૨૬ 💐
ગઈકાલે તત્વમસિ વિદ્યાલયમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય, આનંદમય અને ભાવનાત્મક વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સુંદર નૃત્ય પ્રસ્તુતિઓ, મધુર તથા ભાવનાત્મક સંગીત અને હૃદયસ્પર્શી મંતવ્ય એ સમગ્ર વાતાવરણને યાદગાર બનાવી દીધું.
વિદ્યાર્થીઓએ તેમના શાળાજીવનની યાદો, શિક્ષકો પ્રત્યેની કૃતજ્ઞતા અને ભવિષ્ય માટેના પોતાના સપનાઓને આત્મવિશ્વાસપૂર્વક વ્યક્ત કર્યા. શિક્ષકો અને સંચાલન તરફથી વિદ્યાર્થીઓને જીવનના આગામી પડકારો માટે માર્ગદર્શન અને ભવિષ્ય માટે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.🎇🎇
જેમ જેમ વિદ્યાર્થીઓ નવી સફર તરફ પગલાં ભરે છે, તેમ તેમ તત્વમસિ પરિવાર તેમને ગર્વ, પ્રેમ અને આત્મીય લાગણી સાથે વિદાય આપે છે.