R C College સેવાધારા Ahmadabad

R C College સેવાધારા  Ahmadabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from R C College સેવાધારા Ahmadabad, Education, R C COMMERECE COLLEGE, Ahmedabad.

આર.સી. કોલેજ ઓફ કોમર્સના કવચ કેન્દ્ર દ્વારા "સાયબર સુરક્ષા જાગૃતતા" વિષય પર પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું....
15/10/2025

આર.સી. કોલેજ ઓફ કોમર્સના કવચ કેન્દ્ર દ્વારા "સાયબર સુરક્ષા જાગૃતતા" વિષય પર પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ યુગમાં વધતી સાયબર છેતરપિંડી અને ઓનલાઈન જોખમોને ધ્યાનમાં રાખીને આ સ્પર્ધા યોજાઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષાનું મહત્વ અને સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશની સમજણ વિકસાવવાનો હતો.

વિદ્યાર્થીઓએ "સેફ ઈન્ટરનેટ પ્રેક્ટિસીસ", "ડિજિટલ પ્રાઇવસી", "ફિશિંગ એટેક્સ", "પાસવર્ડ પ્રોટેક્શન" અને "સાયબર હાઇજીન" જેવા વિવિધ વિષયો પર અત્યંત સર્જનાત્મક અને માહિતીપ્રદ પોસ્ટરો રજૂ કર્યા હતા. કોલેજના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

નિષ્ણાત મંડળે રજૂ થયેલા પોસ્ટરોનું મૂલ્યાંકન સર્જનાત્મકતા, સંદેશાની સ્પષ્ટતા અને દૃશ્ય પ્રભાવના ધોરણે કર્યું હતું. શ્રેષ્ઠ ત્રણ પોસ્ટરોને વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને પ્રમાણપત્ર તથા સ્મૃતિચિહ્નો એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે, કવચ કેન્દ્રના સંયોજક પ્રા. ડૉ. પરીમલ ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા દરેક વ્યક્તિ માટે અત્યંત આવશ્યક બની ગઈ છે. તેમણે વિદ્યાર્થીઓને જવાબદાર ડિજિટલ નાગરિક તરીકે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની પ્રેરણા આપી.

આ આયોજનને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપલ ડૉ. સાગર દવેનું વિશેષ માર્ગદર્શન અને સહકાર મળ્યો હતો. કાર્યક્રમના અંતે, તમામ વિદ્યાર્થીઓએ આવા જ જાગૃતિમૂલક કાર્યક્રમો નિયમિત રીતે યોજવાની માંગ પણ વ્યક્ત કરી હતી.

પરિમલ ઉપાધ્યાય
અમદાવાદ

આર.સી.કોલેજ ઓફ કોમર્સની સામુહિક સેવા ધારા દ્રારા વર્ષ ૨૦૨૫ની રક્ષાબંધન નિમિતે "एक राखी देश के नाम" કાર્યક્રમ અંતર્ગત દેશ...
10/08/2025

આર.સી.કોલેજ ઓફ કોમર્સની સામુહિક સેવા ધારા દ્રારા વર્ષ ૨૦૨૫ની રક્ષાબંધન નિમિતે "एक राखी देश के नाम" કાર્યક્રમ અંતર્ગત દેશમાં જવાનોને સરહદ ઉપર રાખડી અને આભાર પત્રો મોકલવામાં આવ્યા હતાં.આ કાર્યક્રમોને ગુજરાતમાં અગ્રણી સમાચાર પત્રમાં સ્થાન મળ્યું હતું.

સ્વછતા અને પ્લાસ્ટીક મુક્ત શહેર માટે અનોખી પહેલ કાર્યક્રમ દૈનિક સમાચાર પત્ર અને વેબ પોર્ટલ પર મળેલ સ્થાન.સ્વચ્છતા અને પ્...
31/07/2025

સ્વછતા અને પ્લાસ્ટીક મુક્ત શહેર માટે અનોખી પહેલ કાર્યક્રમ દૈનિક સમાચાર પત્ર અને વેબ પોર્ટલ પર મળેલ સ્થાન.
સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત શહેર માટે અનોખી પહેલ:આર.સી. કોલેજમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અંગે કરાયા જાગૃત

https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/students-at-rc-college-were-made-aware-about-cleanliness-and-plastic-freedom-135563634.html

આભાર સંદેશ ન્યૂઝ દૈનિક અને દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ

24/07/2025

આવો સાથે મળી અને આપણી સંસ્કૃતિ અને વારસાને અપનાવીએ.માત્ર શરીરથી નહીં પણ મન,વચન અને કર્મથી પણ ભારતીય બનીએ....

આવો આપણે સાથે મળી અને આપણા સૈનિકોને સન્માન આપીએ.તેઓ ૩૬૫ દિવસ આપણી રક્ષા માટે સુસજ્જ છે.રક્ષા બંધનના પવિત્ર તહેવારે આપડે ...
18/07/2025

આવો આપણે સાથે મળી અને આપણા સૈનિકોને સન્માન આપીએ.તેઓ ૩૬૫ દિવસ આપણી રક્ષા માટે સુસજ્જ છે.રક્ષા બંધનના પવિત્ર તહેવારે આપડે તેઓની રક્ષાની પ્રાર્થના રાખડી બાંધી અને કરીએ....

*જો તમે પણ સરહદ પર રહેલ જવાનોને રાખડી અને આભાર પત્ર આપી અને સન્માનિત કરવા માંગતી હોય તો એક સાદી રાખડી અને હિંદી ભાષામાં આપનો આભાર અને રક્ષા બંધનના શુભેછા દર્શાવતો પત્ર ઘરેથી લખી અને તા.૧૦/૦૭/૨૦૨૫ (આવતી કાલ) સુધીમાં પ્રો. ડૉ.પરિમલ ઉપાધ્યાયને આપી શકો છો.*
આવો આપડે ઘરે બેઠા આપણા જવાનોનું મનોબળ વધારીએ...રાષ્ટ્ર કાર્યમાં આપનો ફાળો સુનિચ્વિત કરીએ....
વંદે માતરમ્......
ભારત માતા કી જય....
જય જવાન....

30/01/2025

આર.સી
કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થી પ્રતિનિધિ સભા દ્વારા તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ માં રોજ કોલેજ કેમ્પસની સામે આવેલ કોન્ફ્લિક્ટોરિયમ મ્યુઝિયમ ખાતે SPOT THE INFLUENCE(R) નામનો એક બ્રેન સ્ટ્રોમિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યકમો ઉદિશ વર્તમાન સમયમાં સોશિયલ મિડિયા તેમજ સતત પ્રગતિ કરતું આજુબાજુનું વાતાવરણ આપણને ઘણી બઘી બાબતોમાં ઇન્ફયન્સ કરતું હોય છે.એવામાં સાચી માહિતીની જગ્યાએ સમાજમાં ચાલી રહેલ ચોક્કસ પ્રોપગ્રેન્ટાનો વિધાર્થીઓ શિકાર ના બનીએ તે માટે તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
વિદ્યાર્થી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ પ્રો.પરિમલ ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીને વિચાર ક્ષમતાના વિવિધ આયામોથી માહિતગાર કરવામાં હેતુથી આ કાર્યકમો આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં કોન્ફ્લિક્ટોરિયમ મ્યુઝિયમ ખાતે ફરજ બજાવતા જય રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વિડિયો અને પ્રોજેક્ટ એક્ટીવિટી દ્વારા વિવિધ બાબતો આપણને કેવી રીતે ચોક્કસ દિશામાં વિચારવા મજબૂર કરે છે.તે સમજવામાં આવ્યું હતું.તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિવિધ માધ્યમોમાં એકધારો ચોક્કસ દિશામાં થયેલ ખોટી માહિતીનો મારો આપણી વર્ષો જૂની વિચારધાર તેમજ સંસ્કૃતિક મૂલ્યોમાં કેવીરીતે પરીવર્તન લાગે છે તેની જાણ આપણને હોતી જ નથી.આવો બાબતો અંગે આપણો અભિપ્રાય સ્વયંમ સ્પષ્ટ બને તે બાબતો આપણે સુનિશ્ચિત કરવી જોઈએ.વિવિધ નેરેટીવ કેવું રીતે આપણી લાઇફ સ્ટાઈલ,વિચાર ધારા,સમાજ,પરંપરા, સોંદર્યબોધ,ખરીદ શક્તિ અને સમાજમાં વ્યક્તિગત મૂલ્યોને પરિવર્તિત કરે છે,તે વિવિધ ઉદાહરણો સાથે જણાવવામાં આવ્યું હતું.કોલેજના પ્રો. ડૉ .પરિમલ ઉપાધ્યાય દ્રારા જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન AI ના સમયમાં વિધાર્થીઓ અને સમાજ સામે વિવિધ મુશ્કેલીઓ આવવાનું છે.જેમાં સૌથી મોટી મુશ્કેલી છે કે લોકો AI (Artificial Intelligence)ઉપર એટલા બધા આધારિત થઈ ગયા છે કે પોતાની AI (Apani Inteligence) વાપરવાનું ભૂલતા જાય છે.એવામાં કોઈ પણ બાબત સમાજને ખોટા માર્ગે દોરી શકે છે.જેનાથી સાચા નૈતિક અને સંસ્કૃતિમાં મૂલ્યોનું ધોવાણ થશે.એવામાં વિધાર્થીઓને પોતાને ઇન્ફયન્સ કરતી બાબતોની ખરાઈ કરવી અતિ આવશ્યક છે.કોલેજના પ્રો. ડૉ.પાર્થ ભટ્ટ દ્વારા સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ કેવી રીતે આપણી ઉપર અને સર્ચ હિસ્ટ્રીને આધારે આપણને ચોક્કસ દિશામાં વિચારવા માટે મજબૂર કરે છે તે અંગે માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં કોલેજમાં પ્રિ. ડૉ.સાગર દવે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને વિદ્યાર્થીને વિવિધ સોશિયલ મીડિયા અને તેની અસરોનો અભ્યાસ કરવા અને તે અંગેનો પ્રોજેક્ટ બનાવવા માટે વિધાર્થીઓને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ સક્રિય રહી અને વિવિધ સોશિયલ મીડિયાની ઇન્ફયન્સ કરતી બાબતો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને આવી બાબતો કેવી રીતે આપડું વર્તન અને વ્યક્તિત્વને અસર થાય છે તે અંગે ગ્રુપ ચર્ચા કરી હતી.કાર્યક્રમના અંતે વિધાર્થીઓ દ્વારા વિવિધ ઈન્ફયન્સ કરતી બાબતોને અંગે સજાગ રહેવા અને તેની માહિતી પરિવાર અને સમાજમાં આપવા અંગેની કટિબદ્ધતા દર્શાવી હતી.

Address

R C COMMERECE COLLEGE
Ahmedabad
380001

Alerts

Be the first to know and let us send you an email when R C College સેવાધારા Ahmadabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category