17/10/2019
માધ્યમિક શિક્ષણ બોર્ડે સાધારણ સભામાં ગત સપ્તાહે ઉપર pdf માં દર્શાવ્યા મુજબનો ઠરાવ ૬૫૪ / ૨૦૧૯ કર્યો છે. જેમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ની જાહેર પરીક્ષા માર્ચ, ૨૦૨૦ માં ગણિત વિષયના બે પ્રકારના પ્રશ્નપત્રો (૧) ગણિત સ્ટાન્ડર્ડ (Mathemaics Standard (૨) ગણિત બેઝિક (Mathematics Basic આવશે. તો ધોરણ-૧૦ના બોર્ડની જહેર પરીક્ષાના ફોર્મમાં વિદ્યાર્થીને કયા પ્રકારનું પ્રશ્નપત્ર આપવાનું છે તે વિકલ્પમાં દર્શાવવાનું થશે. તો તે વિકલ્પની પસંદગી કરવા માટે વાલીશ્રીઓની લેખિત સંમતિ વિદ્યાલયે મેળવવાની થશે.
અત્યારે બોર્ડે ઠરાવ કર્યો છે, સંભવિત આ અઠવાડિયામાં આ વિષયનો અમલ કરવા માટે વિગતવાર પરિપત્ર પણ થશે. તેમાં બધી જ બાબતોનો ઉલ્લેખ થશે. ત્યારપછી જ લેખિત સંમતિપત્ર મોકલવું.
પરિપત્ર આવ્યા પછી દરેક માધ્યમિક વિદ્યાલયે શક્ય હોય તો દિવાળી અવકાશ પહેલા ધોરણ-૧૦ના વાલીઓની લેખિત સંમતિ લઈ લેવી. સંમતિ પત્રનો નમૂનો કમ્પોઝ કરી બનાવી રાખવો.
અત્યારે વિદ્યાર્થીઓને આ ઠરાવ વિશે મૌખિક સમજાવવા તેમજ વાલીઓને પણ જાણ કરે. જે વાલીની ઈચ્છા હોય તેમણે વિદ્યાલયમાં રુબરુ મળવા આવવા કહેવું.
વિશેષ - વિદ્યાલયના પ્રધાનાચાર્યે તમામ આચાર્યો, ટ્રસ્ટી-વ્યવસ્થાપકો અને બોર્ડના ફોર્મ ભરનારા કાર્યકર્તાને ઉપરોકત વિષયથી અવગત કરવા. જેથી વાલીઓને યોગ્ય સમજ આપી શકાય અને બોર્ડના ફોર્મ ભરવામાં વિલંબ ન થાય.