24/08/2026
ગુજરાતી ભાષા – આપણી ઓળખ, આપણી શાન!”
ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની લાગણી સાથે શાળામાં ગુજરાતી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ સમૂહ કાવ્યગાન, વક્તવ્ય,અને સુલેખન હરીફાઈ પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતી ભાષાની મીઠાશ અને મહત્ત્વને ઉજાગર કર્યું.
આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે ગૌરવ અને ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ કેળવવાનો હતો.
“ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ અને ગુજરાતી ભાષાનું ગૌરવ વધારીએ!”
જય જય ગરવી ગુજરાત!