Buddha Darshan

Buddha Darshan

Share

THIS IS THE PAGE FOR GENUINE AND ACTUAL INFORMATION ABOUT BUDDHISM TO SPREAD PEACE AND HUMANITY.

15/05/2026

Guess the place?

A beatifull Buddha vihar.

11/05/2026

We are International Identity, nothing else, Don't tag any other Identity.

10/05/2026

*માતૃ દિવસ વિશેષ*

જે મહાન નાયીકાઓના ત્યાગ અને બલિદાન થકી આપણે ઉજળા છીયે, માટે તેઓના આંદોલનો અને જીવન વિશે જાણવું આપણું કર્તવ્ય છે.

આપના માટે લાવ્યા છીયે નવું પુસ્તક
"મહાનાયિકા"

બહુજન સમાજના ઉત્થાન માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરનાર સમાજની 8 મહા-નાયીકાઓના જીવન અને આંદોલનોને વાચા આપતું પુસ્તક.

32 પન્ના

MRP Rs. 30/-

બલ્ક ખરીદી કરનાર મિત્રોને આ પુસ્તક માત્ર 10 રૂપિયામાં પડશે.

લેખક અને સંપાદક
મમતા બૌદ્ધ

પુસ્તક ઈન્ડેક્સ

1. માતા યશોધરા
2. માતા સાવિત્રી
3. ફાતિમા શેખ
4. માતા રમાઈ
5. વીરાંગના ઝલકારીબાઈ
6. વીરાંગના ફુલનદેવી
7. આઈરન લેડી માયાવતીજી
8. કલ્પના સરોજજી

સંપર્ક સૂત્ર :-
પ્રિયદર્શી પબ્લિકેશન

10/05/2026

“મોબાઈલમાં વ્યસ્ત રહેતી માતાઓને અર્પણ”




મોટાભાગના ડેસની પ્રસિદ્ધિ અને ઉજવણી વિદેશથી પ્રચલિત બની છે, ધીરે ધીરે ઈન્ટરનેટના કારણે સોશ્યલી તમામ લોકો કનેક્ટ થઇ રહ્યા છે જેના કારણે આ પ્રકારના ડેની ઉજવણીનું ક્લચર ભારતમાં પણ વધી રહ્યું છે. જેમ કે વેલેન્ટાઈન ડે તથા કોલેજમાં ઉજવાતા વિવિધ ડેઝનું ક્લચર પ્રખ્યાત છે તેમ મધર ડે, ફાધર ડે જેવા અનેક ડેઝ પણ લોકો મીડિયાના પ્રતાપે ઉજવી રહ્યા છે. સારું છે આ પ્રકારના ડેઝના માધ્યમથી માતા-પિતા તથા અન્ય નિયર અને ડીયરને સન્માન તથા પ્રેમ-આદર આપવામાં અથવા ઉજવણી કરવામાં કઈ ખોટું પણ નથી. આમ પણ આપણો દેશ ઉત્સવપ્રિય દેશ છે .

ચાલો થોડીક વાસ્તવિક વાતો કરીયે .

વર્તમાન સમયમાં શું ખરેખર માતાઓમાં માતૃત્વના ગુણ છે ?

આ લેખ વાંચ્યાબાદ ઘણી મહિલાઓને મનદુઃખ થાય તે સ્વાભાવિક છે પરંતુ વાસ્તવિક વાત કરવામાં કશું ખોટું નથી . આ લેખ જેટલો મહિલાઓને એટલેકે માતાઓને લાગુ પડે છે તેટલો જ પુરુષોને એટલે કે પિતાઓને પણ લાગુ પડે છે.

આપણા દેશમાં રોજ અસંખ્ય મહિલાઓ બાળકોને પોતાના પેટમાંજ મારી નાખે છે, તો ઘણી માતાઓ પોતાની દીકરીઓને સામે ચાલીને દેહવ્યાપારના ધંધામાં ધકેલે છે. દરેક જંક્શન ઉપર અથવા મંદિરો નજીક ભિક્ષાવૃત્તિ કરનારા બાળકો પાસે તેમના માતાપિતા જ ભીખ મંગાવતા હોય છે. વર્તમાન સમયમાં ફેશન અને દેખાડા પાછળ ભાગતી મહિલાઓ જાણી જોઈને તેમની દીકરીઓને ફેશન અને દેખાડાનાં દુષણમાં ધકેલે છે. તો બીજી બાજુ ભણેલ-ગણેલ સમાજમાં મહિલાઓ પોતાના બાળકોને પોતાના કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરતી હોઈ છે જે બાળકો ઉપર માનસિક ત્રાસ સમાન હોય છે. બાળકો પાસે પરીક્ષાઓમાં સારા માર્ક્સ લાવવાનું દબાણ ઉભું કરવામાં આવે છે જેની વિપરીત અસર બાળકો ઉપર પડે છે જેના પરિણામે વર્ષે હજારો બાળકો આત્મહત્યા કરતા હોય છે.

ડિજિટલ યુગમાં મોટા ભાગની માતાઓ દિવસમાં પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ ઉપર ખર્ચે છે, જેની વિપરીત અસર બાળકના જનમાનસ ઉપર પડે છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થઇ શકતો નથી, ઉપરથી બાળકો ઉપર આની ઉંધી અસર જોવા મળે છે અને બાળકો પોતે પણ મોબાઈલના શિકાર બની જાય છે. મોબાઈલમાં પીરસાતું અશ્લીલ સાહિત્ય બાળકોને નાની ઉંમરે ગુનાખોરી તરફ વાળે છે. આપ જાણતા હશો બાળકો નાની ઉંમરમાં નશાના રવાડે ચઢી જતા હોઈ છે. ચરસ-ગાંજો-અફિલ-ડ્રગ આ બધું હવે અત્યારની યુવા પેઢી માટે સામાન્ય બની ગયું છે. રોજ લાખો રૂપિયાના ડ્રગ પકડાયાના સમાચાર આપ ન્યૂઝમાં વાંચતા હશો. આટલું ડ્રગ ક્યાંથી આવે ? માર્કેટનો નિયમ છે – માંગ વગર ઉત્પાદન શક્ય નથી. આ તમામ બાબતો પાછળ મહદઅંશે મા-બાપ જવાબદાર હોય શકે તેવું મારુ ચોક્કસપણે માનવું છે .

બીબીસી ન્યૂઝ – एक नए अनुसंधान के मुताबिक भारत में पिछले 30 सालों में कम से कम 40 लाख बच्चियों की भ्रूण हत्या की गई है. अंतर्राष्ट्रीय पत्रिका ‘द लैन्सेट’ में छपे इस शोध में दावा किया गया है कि ये अनुमान ज़्यादा से ज़्यादा 1 करोड़ 20 लाख भी हो सकता है.

અમર ઉજળા ન્યુઝના રિપોર્ટ અનુસાર ભારતમાં અંદાજે ૩૩ લાખ બાળકો કુપોષણનો શિકાર થયેલ છે , જેઓને પૂરતું ભોજન પણ નથી મળી રહ્યું. કુટુંબ નિયોજનના અભાવે ઘણી સ્ત્રીઓ નાની ઉંમરે ૪/૫ બાળકોની માતા બની બેસે છે. આ સમશ્યાઓમાં વાંક કોનો ? સરકારનો કે વ્યક્તિનો પોતાનો?

સરકાર તેનાથી બનતા તમામ પ્રયત્નો કરે છે, વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. પરંતુ જેઓએ ધારી લીધું છે કે અમને જે ફાવે તે જ અમે કરીયે. અમને રોકવા વાળું કોણ ? આ વલણના લીધે આપણે વસ્તી વધારામાં દુનિયામાં પ્રથમ ક્રમે આવી ગયા છીએ .

આતો સમસ્યાઓ અને પરિસ્થિતિ વિષે વાત કરી, ચાલો થોડી સમાધાન વિષે વાત કરીયે …

માતાપિતાએ બાળકોના શ્રેષ્ઠ ઉછેર માટે શું કરવું જોઈએ :

૧. બાળકોને સવારે વહેલા ઉઠાડવાની આદત પાડવી જોઈએ.

૨. બાળકોને પોષણયુક્ત આહાર આપવો જોઈએ.

૩. બાળકોને ઓછામાં ઓછા સ્નાતક સુધી ભણાવવા જ જોઈએ.

૪. બાળકોના માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ.

૫. બાળકોની બેઝિક જરૂરિયાતો જેમ કે પુસ્તકો, કપડાં, ભોજન વગેરે પુરી પાડવી જોઈએ.

૬. બાળકો સાથે યોગ્ય વ્યવહાર તથા વર્તન કરવું જોઈએ.

૭. બાળકોને પ્રેમ, સન્માન તથા હૂંફ આપવી જોઈએ.

૮. બાળકો વધારે પરિપક્વ બને તેવા પ્રયાસો કરવા જોઈએ.

૯. બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેવો માહોલ બનાવવો જોઈએ.

૧૦. બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ, બાળકો સામે મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ.

૧૧. બાળકોના વર્તન તથા વ્યવહાર ઉપર નજર રાખવી જોઈએ.

૧૨. બાળકોને વ્યસનની લત ન લાગી જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

૧૩. બાળકોને યોગ્ય ઉંમરે સારા પાત્રની શોધ માટે પ્રોત્સાહન આપવું જોઈએ.

૧૪. બાળકોને તેમની કારકિર્દી માટે સાથ અને સહકાર આપવો જોઈએ.

૧૫. બાળકોની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ, તેઓને ક્યારેય મારવા જોઈએ નહિ.

૧૬. બાળકોની સંગત ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

૧૭. બાળકોને કોઈ પણ કિંમતે ભણાવવા જોઈએ.

૧૮. બાળકોની અન્ય બાળકો સાથે સરખામણી ક્યારેય ન કરવી જોઈએ.

૧૯. બાળકોને ૧૮ વર્ષ પહેલા વાહન બિલકુલ ન આપવું જોઈએ.

૨૦. બાળકો પોતાના માતા-પિતાને જ પોતાના આદર્શ માને તેવા ઉત્તમ અને શ્રેષ્ઠ પેરેન્ટ્સ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આ વિષય ઉપર કહેવા અને લખવા માટે ઘણું છે, પરંતુ લોકોને લાબું વાંચવાની ટેવ ન હોવાથી અહીં આ વિષયને ટૂંકમાં રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. ચાલો શ્રેષ્ઠ પેરેન્ટ્સ બનીયે.

– રાકેશ

08/05/2026

કોઈને વધારે પડતી મદદ કરીએ તો તે પાંગળા તો નથી બની જતા ને?

ભીખ માંગવા વાળાને ભિખારી બનાવવામાં સૌથી મોટો હાથ તેને મદદ કરવા વાળા લોકોનો જ છે, તેવી જ રીતે મફતનું આપવાથી સમાજમાં મફતિયાઓ ઉભા થાય છે.

માટે ક્યારેય કોઈ વ્યક્તિને કોઈપણ વસ્તુ મફતમાં ના આપવી જોઈએ.

વગર મહેનતે પૈસા મળતા જાય એટલે તેઓ આળસુ બનતા જાય અને મેહનત કરવાનું છોડી દે.

જરૂરિયાતમંદ લોકોને ચોક્કસ મદદ કરવી જોઈએ, પરંતુ જેને જરૂર ના હૉય તેને પણ મદદ કરવી, આ આદત સમાજમાં આળસુ લોકોની ફોજ ઉભી કરે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરાય, કોઈ દર્દીને સારવારમાં મદદ કરાય, પરંતુ કોઈને રોકડા પૈસા આપી મદદ ના કરવી જોઈએ.

જેમ કે એક પક્ષીને પોતાના માળામાં જો ખોરાક આપતાં રહીયે તો તે ઉડાન ભરવાની ક્ષમતાને ભૂલી જશે.
એક શિકારી જાનવરને તેની પાસે શિકાર મુકતા રહીશું તો તે શિકાર કરવાની ક્ષમતાને ભૂલી જશે.
તેવી જ રીતે એક માણસને પણ જો જરૂરિયાત કરતા વધારે મદદ કરતા રહીશું તો તે પણ કામ કરવાની ક્ષમતાને ભૂલી જશે અને આળશું બની જશે.

ઉદાહરણ તરીકે અમદાવાદના એક મિત્રએ કોરોનામાં આર્થિક તકલીફ પડતા મિત્રો અને સગાવહાલાઓ પાસે આર્થિક મદદ માંગી અને તેને યોગ્ય મદદ પણ મળી, બાદમાં તે વ્યક્તિ નો સ્વભાવ મદદ માંગવાવાળો બની ગયો. નોકરી ધંધા નહિ કરવાનાં અને છૂટક કામ કરવાનું અને પૈસા ખૂટે એટલે લોકો પાસે મંગાવા જવાનુ તે તેનો સ્વભાવ બની ગયો. જો લોકોએ તેની એક વખત જ મદદ કરી હોત તો તે મહેનતુ હોત અને વ્યવસ્થિત કામ ધંધો કરતો હોત પરંતુ લોકોએ તે વ્યક્તિની વારંવાર મદદ કરી જેના કારણે તે વ્યક્તિનો સ્વભાવ માંગનાર બની ગયો અને પોતાની કામ કરવાની ક્ષમતાને તે ખોઈ બેઠો અને આળસુ બની ગયો. માટે કોઈને એક-બે કરતા વધારે વખત મદદ ના કરવી જોઈએ.

તેવી જ રીતે જો આપ કોઈ પણ સેવા લોકોને મફતમાં એટલે કે ફ્રી માં આપો છો તો તે પણ ગંભીર છે.
Free does not cost anything મફતમાં આપેલ વસ્તુની કોઈ કદર નથી હોતી. અમે અંગ્રેજીનો કલાસ શરૂઆતમાં લોકોને નિઃશુલ્ક આપતાં હતા એટલે કે ઈંગ્લીસ સ્પીકિંગ લોકોને ફ્રી માં ભણાવતા હતા. પરંતુ ફ્રી માં એડમિશન લઇ લોકો કલાસમાં જોડાતા જ નહોતા, બાદમાં અમે ફી લઈને ભણાવવાનું શરુ કર્યું તો લોકો કલાસ ભરવા લાગ્યા અને અંગ્રેજી શીખવા લાગ્યા, માટે મફતમાં આપેલ કોઈ વસ્તુની કદર લોકો કરતા નથી.

એક મિત્રના લગ્નમાં હોટલમાં અમે એક બહેનને ભોજનનો બગાડ કરતા જોયા, વાનગીઓ ચાખી ને મૂકી દેવાની અને ભાવે તો જ લેવાની, ના ભાવે તો એંઠી મુકવાની, અમે જોયું તે બહેને લગભગ 5 લોકો ખાય તેટલા ભોજનનો બગાડ કર્યો હતો. પરંતુ તે જ હોટલમાં જો પૈસા ખર્ચીને જમવાનું હૉત તો તે બહેન જરૂરિયાત જેટલું જ થાળીમાં મૂકે અને ભૂખ હૉય તેટલું જ ઓર્ડર કરે, કેમ કે પોતે તે ભોજનની કિંમત ચૂકવવાની છે.

આર્ટિકલનો સાર છે, ભીખારીને ભીખ આપવી નહિ કે ભોજન આપવું નહિ, તેને કોઈ કામ ધંધો આપવો, જેમ મારી પાસે કોઈ ભિખારી પૈસા માંગવા આવે તો હું કહું કે મારી ગાડી સાફ કરીદો તમને ચોક્કસ 100 રૂપિયા આપીશ, પરંતુ હજુ સુધી કોઈએ ગાડી સાફ કરી નથી. મતલબ લોકોને મફતમાં પૈસા લેવા છે, કામ ધંધો કરવો નથી. તેવી જ રીતે આપે આપેલ મફતની વસ્તુઓ લોકો મૂકી રાખે છે તેનો ઉપયોગ કરતા નથી, માટે કોઈને કોઈપણ પ્રકારની વસ્તુઓ નિઃશુલ્ક આપવી પણ વ્યાજબી નથી. ઉદાહરણ તરીકે મે એક સોસાયટમાં લોકોને નિઃશુલ્ક આપ્યું, થોડા દિવસ બાદ મારાં પુસ્તકના પન્ના મે કોઈના ચૂલા પાસે જોયા. કોઈકે પુસ્તક સળગાવી દીધા તો કોઈકે પસ્તીમાં આપી દિધા, કેમાં કે મફતના મળ્યા હતા.

માટે મે નક્કી કર્યું કે ક્યારેય કોઈને કોઈપણ વસ્તુ મફતમાં આપવી નહિ, ભીખારીને ભીખ આપવી નહિ. જરૂરિયાતમંદોને ચોક્કસ મદદ કરવી પરંતુ તેઓને બીજાઓ ઉપર નિર્ભર ના બને તેનું ધ્યાન રાખવું.

આભાર

- રાકેશ

07/05/2026

Request to share.

06/05/2026

તામિલનાડુના કેજરીવાલ એટલે વિજયકુમાર, સમજાય તેને વંદન. એમજ થોડું કોઈ જીતે?

03/05/2026

ચોક્કસ મુલાકાત લો...

મૈત્રી વર્ષા બુદ્ધ વિહાર
સરખેજ અમદાવાદ

દર રવિવારે
સાંજે 5:30
સામુહિક બુદ્ધ વંદના અને ધમ્મ ચર્ચા

Photos from Buddha Darshan's post 03/05/2026

ગુજરાતના મહાન ગાયક અને સંગીત શિક્ષક ડૉ. આનંદમિત્ર બૌદ્ધ સાહેબ તથા તેમની ટીમનું મૈત્રીવર્ષા બુદ્ધ વિહાર દ્વારા પુસ્તકો ભેટમાં આપી સ્વાગત અને સન્માન. 💐💐💐

02/05/2026

શું બુદ્ધ ઈશ્વરમા માનતા હતા?

02/05/2026

Dedicated to Mamta
Wrote something after 17 years...

હતો એકલો અટુલો
તોછડો અને ગામડીયો
માહોલે બનાવ્યો અધમુવો
હતો ચિંતિત,અને વ્યથિત!

પ્રકાશમાં પણ અનુભવતો અંધારું,
ક્યાં જાઉં અને કોને સંભળાવું વ્યથા
મનોસ્થિતિ એવી કે પોતાને જ કહી શકું
આમ જીવતો પણ મરી-મરીને કોને કહું!

રાજુ જ નહિ તેના જેવા હજજારો હશે,
બાળપણ તૉ અત્યારે જીવું છું તારી સાથે,
ત્યારે તૉ જવાબદારીની જુવાની જીવતો,
રોજ થોડું-થોડું મરતો, હવે જીવી રહ્યો છું.

માનસિક માર ઢોર મારને હંફાવતો,
તે વર્તન અને વ્યવહારને ઓળખતો
માટે જ મારાં જેવા સાથે ભટકતો
કોઈક ને ખૂંચતો તો કોઈકને ફાવતો!

આભાર આ જ્ઞાનના મહાસાગરનો
કાળા સમંદરના મારગને છોડ્યો.
જ્ઞાનના વાહકોના સંઘે હું ચડ્યો,
જ્યારે સાથ તારો હરપળ મળ્યો.

હતો અસ્તવ્યસ્ત, પણ હવે છું સ્વસ્થ
ભૂતકાળના ભાર છે, છતાં છું મસ્ત,
ના હોત અસ્તિત્વ, તૂ સાથે છે તો
હવે તૂ જ જીવન અને ભવિષ્ય!

કલ્પના ન હતી સપનાના બાળકની
કુદરત કરાવે નિર્માણ ભવિષ્યનુ,
કેવું ઘડતર અને કેવું ચણતર
તુજ છે સમ્યક અને તૂ જ સારથી

- રાકેશ

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Ahmedabad