28/02/2026
ગાંધીનગર 'પ્રકૃતિ શિક્ષણ શિબિર' અને 'વસંતોત્સવ' ની એક યાદગાર મુલાકાત !
પ્રકૃતિ એ સૌથી મોટો શિક્ષક છે! આજે ૨૮-૦૨-૨૦૨૬ ના રોજ ઓજસ, નિર્ભય, નચિકેત, એકલવ્ય અને પ્રહલાદ વૃંદના વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે આયોજિત 'પ્રકૃતિ શિક્ષણ શિબિર' અને 'વસંતોત્સવ' ની ઉત્સાહભેર મુલાકાત લીધી હતી.
પુસ્તકોમાં ભણાતા પર્યાવરણને આજે બાળકોએ નજર સમક્ષ નિહાળ્યું અને વન્યજીવન વિશે રસપ્રદ માહિતી મેળવી. પક્ષીઓના મધુર કલરવ અને વૃક્ષોની શીતળતા વચ્ચે વિદ્યાર્થીઓએ માત્ર કુદરતને જાણી જ નહીં, પણ પર્યાવરણ જતનનો સંકલ્પ પણ કર્યો.
વસંતોત્સવના રંગીન સાંસ્કૃતિક વારસાએ આ મુલાકાતમાં સોનામાં સુગંધ ભેળવી દીધી. સાચે જ, જ્યારે શિક્ષણ અનુભવ સાથે જોડાય છે ત્યારે તે કાયમી સંભારણું બની જાય છે! જ્ઞાન, મનોરંજન અને સંસ્કૃતિના અનોખા સંગમ સમો આ દિવસ વિદ્યાર્થીઓ માટે ખરેખર યાદગાર અને પ્રેરણાદાયી રહ્યો.