18/03/2026
કાંકરિયા દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ વર્ષ : 2025-26 અંતર્ગત યોજાયેલી રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળા, કાંકરિયા (ગુજરાતી માધ્યમ)ના કુલ 20 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં 12 સ્કાઉટ અને 8 ગાઈડનો સમાવેશ થાય છે.
આ તમામ વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને રાજ્ય સ્તરે ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તા. 14 માર્ચ 2026, શનિવારના રોજ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે યોજાયેલા વિશિષ્ટ સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિદ્યાર્થીઓને રાજ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ શાળા માટે ગૌરવની બાબત બની છે. શાળાના સ્કાઉટ માસ્ટર શ્રી મહેશભાઈ પટેલ તથા ગાઈડ માસ્ટર શ્રી ચેતનાબહેન પટેલ તેમજ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સફળતા હાંસલ કરી છે. આ પ્રસંગે શાળાના શિક્ષકો, વાલીમિત્રો અને સંચાલકમંડળ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ સિદ્ધિથી અન્ય વિદ્યાર્થીઓમાં પણ પ્રેરણા જાગી છે અને ભવિષ્યમાં વધુ વિદ્યાર્થીઓ સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિઓમાં જોડાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
12/03/2026
ધ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટ-દીવાન-બલ્લુભાઈ શાળાઓ, અમદાવાદ અને ડાકોર ટેમ્પલ ટ્રસ્ટ ઉપરાંત સંખ્યાબંધ ખ્યાતનામ પબ્લિક ટ્રસ્ટોના ચૅરમેન, નામદાર ગુજરાત હાઈકૉર્ટના રીટાયર્ડ ચીફ જસ્ટિસ તથા માસ પ્રમોશન વિરુધ્ધ પોતાનો અંતિમ શકવર્તી ચૂકાદો આપનાર તેમજ કટોકટીકાળમાં (૧૯૭૫-૭૭) તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને નહીં ગાંઠીને તેમની નારાજગી વહોરી લેતાં અન્ય રાજ્ય (તત્કાલીન આંધ્ર પ્રદેશ,અત્યારના તેલંગણા)માં સર્વપ્રથમ વખત (ચીફ) જસ્ટિસ તરીકે ટ્રાન્સફર પામનાર બિલકુલ નીડર અને સ્પષ્ટવક્તા જસ્ટિસ સ્વ. બિપિનચંદ્ર જીવણલાલ દીવાનની(જસ્ટિસ બી. જે. દીવાન) આજે ૧૪મી પુણ્ય તિથિ છે.
તેમનું દેહાવસાન ૯૩ વર્ષની વયે ૧૨મી માર્ચ,૨૦૧૨એ થયું હતું.
કોટિ કોટિ વંદન..
25/02/2026
આજે સ્વ. જીવણલાલ હરિપ્રસાદ દીવાનની ૧૫૦મી જન્મજયંતી
...................................
દીવાન-બલ્લુભાઈ શાળાઓના(અગાઉની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ) અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સહસ્થાપક, પ્રખર કેળવણીકાર, મહાત્મા ગાંધીજી(મો. ક. ગાંધી)ના ચુસ્ત અનુયાયી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દાદાસાહેબ માવલંકરના પરમ મિત્ર, સ્વાતંત્ર્ય સેનાની, કોંગ્રેસ સેવાદળના એક સમયના વડા, અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર, અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ગુજરાત કોંગ્રેસ પ્રાંતિક સમિતિના સેક્રેટરી અને લોક પ્રકાશન લિ.- ગુજરાત સમાચારના સર્વ પ્રથમ ચેરમેન શ્રી જીવણલાલ હરિપ્રસાદ દીવાનનો જન્મ ૨૫-૨-૧૮૭૬એ થયો હતો.
શ્રી જીવણલાલ દીવાન અને શ્રી બલ્લુભાઈ ઠાકોરની આદર્શપ્રિયતા અને કર્તવ્યપરાયણતા ૧૯૦૮માં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલના સ્વરૂપમાં મૂર્તિમંત થયા હતા.
શ્રી દીવાનનું દુઃખદ અવસાન તા.૧-૧૨-૧૯૫૨એ થયું હતું.
સદગતને કોટિ કોટિ વંદન..
22/02/2026
છેક ૧૯૬૫માં, સ્પર્ધાત્મક યુગમાં દીવાન-બલ્લુભાઈ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ ઉજ્જવલ કારકિર્દી કંડારી શકે તેવા ઉમદા હેતુસર ધો. પાંચથી અંગ્રેજી શીખવવાના દૃઢ અને સફળ આગ્રહી હોઈ 'ઠાકોરભાઈ પાંચમા' તરીકે ઓળખાયેલા, શિરમોર કેળવણીકાર, ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટના સંવર્ધક મૅનેજિંગ ટ્રસ્ટી સ્વ. ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોરની આજે ૧૨૧મી જન્મતિથિ છે.
સદગતને કોટિ કોટિ વંદન..💐
(સંકલન: કૌશલ દિ. ઠાકોર, ટ્રસ્ટી, દીવાન-બલ્લુભાઈ શાળાઓ, ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટ, અમદાવાદ).
09/02/2026
ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી સ્વ. સુરેન્દ્ર બળવંતરાય ઠાકોર(કીકુજી)ની આજે ૩૨મી પૂણ્ય તિથિ છે. તેમનું દુઃખદ અવસાન તા. ૯-૨-૧૯૯૪એ થયું હતું. તેઓએ પોતાની કારકિર્દીનો પ્રારંભ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલના શિક્ષક તરીકે કર્યો હતો. તેઓશ્રી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલના સહસ્થાપક સ્વ. બલ્લુભાઈ અને સ્વ. અતિલક્ષ્મીબહેનના પુત્ર હતા.
સ્વ. કીકુજીને કોટિ કોટિ વંદન..
(સંકલન: કૌશલ દિ. ઠાકોર, ટ્રસ્ટી, દીવાન-બલ્લુભાઈ શાળાઓ, ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ ટ્રસ્ટ, અમદાવાદ).
26/01/2026
Republic Day reminds us that patriotism is not just celebrated,
it is practiced—in discipline, teamwork, and respect.
Our students reflect the true spirit of India. 🇮🇳✨
🇮🇳
21/01/2026
આજે સ્વ. બલ્લુભાઈ ઠાકોરની ૮૭મી પુણ્યતિથિ
સંસ્કારસ્રષ્ટા દીવાન-બલ્લુભાઈ શાળા(અગાઉની ધી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ:સ્થાપના-૧૯૦૮) તેમજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના(સ્થાપના:૧૯૩૫) સહસ્થાપક તથા 'ગુજરાત સમાચાર'ના (સ્થાપના:૧૯૩૨) પ્રેરણામૂર્તિ સ્વ. બળવંતરાય પરમોદરાય ઠાકોરની(બલ્લુભાઈ) આજે ૮૭મી પુણ્યતિથિ છે.
૨૧મી જાન્યુઆરી,૧૯૩૯એ તેમનું દુઃખદ અવસાન થયું હતું.
સદગતને કોટિ કોટિ વંદન..🙏🏻
06/01/2026
Time does not make an institution great.
Purpose does.
As we enter into 119th year, we reflect not just on how long we’ve existed,
but on what these years have taught us about education, responsibility, and leadership.
119th Foundation Day