28/08/2024
દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા(બાલમંદિર), કાંકરિયા, અમદાવાદના સર્વપ્રથમ દૃષ્ટિવંત વડા તરીકે આગવી કેડી કંડારનાર, હજારો ભૂલકાઓનાં લાડીલા અને પ્રેમાળ 'મા', નિવૃત્તિ પછી કાંકરિયા અને રાજનગર-પાલડીની પ્રાથમિક શાળાઓના સંયોજક તરીકે ૨૪×૭ સતત શાળા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં હિતચિંતક, ઊંડી અને અતિ સૂક્ષ્મ સૂઝબૂઝ ધરાવતાં અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને unparalleled વહીવટકર્તા અને જેઓએ મૃત્યુપર્યંત શાળાને જ શ્વસી હતી, જેમના ૨૦૧૧માં બેસણામાં માત્ર પૂર્વ વિદ્યાર્થીઓ જ નહીં, બલકે તે સમયે ભણી રહેલા વિદ્યાર્થીઓએ પણ સાયકલ પર કે મા-બાપ સાથે આવીને અશ્રુભીની આંખે ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પી હતી; તેવાં ચિરસ્મરણીય અને પરમ આદરણીય સ્વ.નીલાબહેન શિરિષભાઈ મહેતાની આજે ૯૧મી જન્મજયંતી નિમિત્તે સદગતને કોટિ કોટિ વંદન...