09/09/2026
“અમારા પરાગ ઇન્ફન્ટ સ્કૂલમાં જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે મનાવ્યો. નાનકડા બાળકો રાધા, કૃષ્ણ, વાસુદેવ, યશોદા અને ગોપીઓ બનીને, કૃષ્ણના ભજનો પર સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યું. તેમની નિર્દોષ સ્મિત અને સુંદર પ્રસ્તુતિએ સૌનું મન જીતી લીધું. સમગ્ર વાતાવરણ ભક્તિ, આનંદ અને ભારતીય સંસ્કૃતિની મહેકથી ભરાઈ ગયું.”