26th January celebration...
Shri M. N. Shukla Education College
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri M. N. Shukla Education College, Education Website, Ahmedabad, Ahmedabad.
06/07/2023
તારીખ : 3 જુલાઈ , 2023ના રોજ "ગુરુ પૂર્ણિમા"ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો પ્રારંભ સમગ્ર જગતના ગુરુ એવા પરમાત્માના આશિષ લેતા આચાર્યશ્રી તથા અધ્યાપકગણના હસ્તે આદિ શંકરાચાર્યનું ગુરૂપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી. કાર્યક્રમમાં કૉલેજના દ્વિતીય વર્ષના પ્રશિક્ષણાર્થીઓએ વક્તવ્ય , કાવ્યપઠન , ગીત અને ભજન જેવી વિવિધ પ્રસ્તુતિ રજૂ કરી. ત્યારબાદ આચાર્યશ્રીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેેલમબેેન દ્વારા કરવામાં આવ્યું.
14/11/2022
શ્રી એમ. એન. શુક્લ કૉલેજના આચાર્ય, અધ્યાપક અને તાલીમાર્થીઓએ ગ્રીન પ્લેનેટ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો અને ૫ કિ.મી. દોડ પૂરી કરી મેડલ મેળવ્યા એ બદલ સૌને અભિનંદન....💐💐💐💐
20/10/2022
Diwali celebration year 2022.....
09/10/2022
17/09/2022
13/08/2022
Har Ghar Tiranga Yatra...
06/08/2022
સાયન્સ સીટી, અમદાવાદ અને શ્રી એમ. એન. શુક્લ કોલેજ ઓફ એજ્યુકેશન, થલતેજ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શનિવારે 06/08/2022 ના રોજ સાયન્સ સીટી, અમદાવાદ ખાતે હિરોશિમા દિવસની ઉજવણી કરવામાં આવી. સાયન્સ સીટી દ્વારા અવાર-નવાર સમાજને વિજ્ઞાન સાથે જોડી શકાય તેવા વિષયો પર વિવિધ સામૂહિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેમાનો આ એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં શ્રી એમ. એન. શુક્લ કોલેજ ઓફ એજ્યુકેશનના તાલીમાર્થીઓ ઉપરાંત વિશ્વભારતી શાળા, થલતેજ અને અભિલાષ શાળા, ગુરુકુળના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તારીખે ઉપસ્થિત શ્રી એમ. એન. શુક્લ કોલેજ ઓફ એજ્યુકેશન, અમદાવાદના આચાર્યશ્રી ડૉ. સંજયભાઈ ઠાકરે 'વિજ્ઞાનનો ઉપયોગ: વિકાસ માટે કે વિનાશ માટે' આ વિષય પર માર્ગદર્શક અને વિચારપ્રેરક વક્તવ્ય આપ્યું હતું જેમાં તેમણે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે ૬ ઓગસ્ટ, 1945ના રોજ હિરોશિમા પર ફેંકવામાં આવેલા અણુબોમ્બની ઘટનાની પાશ્ચાદ્ભૂમિકા, અણુબોમ્બની બનાવટ, આ ઘટના દ્વારા થયેલી તારાજી, તેમાં થયેલ બચાવકાર્ય અને જાપાનની ખુમારીભરી પુનઃસ્થાપિત થવાની તબક્કાવાર સમજૂતી કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓને આપી. આ કાર્યક્રમમાં બી.એડ. કોલેજના તાલીમાર્થીઓએ એક નાટયીકરણ દ્વારા પણ દ્વિતીય વિશ્વયુદ્ધ અને હિરોશિમા પર ફેંકવામાં આવેલા અણુબોમ્બ વિશેની ઘટનાને તાદૃશ્ય રીતે રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં સાયન્સ સીટી, અમદાવાદના જનરલ મેનેજર ડૉ. વ્રજેશભાઈ પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતાં અને તેમણે શ્રી એમ એન શુક્લ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા તેમના તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓના આદર્શ ઘડતર માટે સંસ્થા દ્વારા કરવામાં આવતા પ્રયાસોને બિરદાવ્યા હતાં.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Ahmedabad
Ahmedabad
380060