17/08/2026
ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ અને કેમેરા ક્લબ ઓફ કર્ણાવતીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’ નિમિત્તે ‘ફોટોગ્રાફી અને એ.આઈ.’ વિષય પર એક વિશેષ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ગૂજરાત વિદ્યાપીઠના દૃશ્ય શ્રાવ્ય નિર્માણ સ્ટુડિયોમાં યોજાયેલી આ કાર્યશાળામાં વિષયનિષ્ણાત તરીકે ઉપસ્થિત શ્રી અભિષેક ગોરે પ્રતિભાગીઓ સાથે અત્યંત રસપ્રદ અને માહિતીસભર સંવાદ કર્યો હતો. આ વર્કશોપમાં પ્રોમ્પ્ટ રાઇટિંગ, એ.આઈ. ટૂલ્સ, ટોકન અને કન્ટેન્ટ ક્રિએશન જેવા આધુનિક વિષયોની ઊંડાણપૂર્વક વિગતો આપવામાં આવી હતી. આ સાથે જ ફોટોગ્રાફીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અને તેની નીતિમત્તા (Ethics) વિષયક મહત્વના મુદ્દાઓ પર સદૃષ્ટાંત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
Narendra Modi Amit Shah Acharya Devvrat Harshad Patel Ministry of Education University Grants Commission
16/08/2026
ગર્વાંવિત ક્ષણ!!!
પીપળિયા ગામે પૂર વચ્ચે ફસાયેલાં 150 વિદ્યાર્થીઓને બચાવવા માટે કમ્પ્યુટર વિજ્ઞાન વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી સમીરભાઈએ કપરી ઘડીમાં કરેલી મહેનત આજે રંગ લાવી!
આઝાદીના પર્વ પર માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મળેલ આ સન્માન એ સેવાનો સાચો સંતોષ અને અસલી શિરપાવ છે. આ ગૌરવ આખી ટીમની નિષ્ઠા અને લગનને આભારી છે! જય હિન્દ 🇮🇳🎖️✨
Narendra Modi Amit Shah Acharya Devvrat Harshad Patel Ministry of Education University Grants Commission
15/08/2026
ગૂજરાત વિદ્યાપીઠ મંડળ અમદાવાદ સંચાલિત વલ્લભ વિદ્યાલય, બોચાસણ ખાતે કુમાર મંદિર અને વિનય મંદિર તથા ગ્રામસેવા કેન્દ્ર દેથલી તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલીના સંયુક્ત ઉપક્રમે 80માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 🇮🇳
Narendra Modi Amit Shah Acharya Devvrat Harshad Patel Ministry of Education University Grants Commission
15/08/2026
ગૂજરાત વિદ્યાપીઠના સાદરા પરિસર ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી 🇮🇳
Narendra Modi Amit Shah Acharya Devvrat Harshad Patel Ministry of Education University Grants Commission
15/08/2026
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી…
Narendra Modi Amit Shah Acharya Devvrat Harshad Patel Ministry of Education University Grants Commission
🇮🇳
15/08/2026
स्वतंत्रता, एकता और राष्ट्र के आत्म-गौरव का यह महापर्व हम सब मिलकर मनाएं। ✨
महात्मा गांधी द्वारा स्थापित गूजरात विद्यापीठ की ओर से आप सभी को 80वें स्वतंत्रता दिवस की ढेरों बधाई! 🇮🇳
Narendra Modi Amit Shah Acharya Devvrat Harshad Patel Ministry of Education University Grants Commission
14/08/2026
🎶✨ સૂરથી તાલ સુધી અને રાગથી ગીત સુધી… એક સંગીતમય સફર! ✨🎶
ગૂજરાત વિદ્યાપીઠના કલામંદિર અને ગુજરાત સંગીત નાટક અકાદમીના સહયોગથી સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સંગીતમય સાંજે સંગીતપ્રેમીઓને એક અનોખો અનુભવ કરાવ્યો.
શાસ્ત્રીય સંગીતથી ભજન, ગઝલ અને દેશભક્તિના સૂરો સુધી… એક જ રાગના અનેક રંગો અહીં જોવા મળ્યા! 🎼🇮🇳
રાગ યમનની ભવ્ય શરૂઆત, રાગ પહાડીના મધુર વળાંકો અને રાગ ભૈરવીના શાંત સ્વરોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. તબલા, ઢોલ, ગિટાર અને હાર્મોનિયમની જુગલબંધી સાથે કલાકારોની ગાયકીએ વાતાવરણને જીવંત બનાવી દીધું. 🥁🎸
Narendra Modi Amit Shah Acharya Devvrat Harshad Patel Ministry of Education University Grants Commission
14/08/2026
ગૂજરાત વિદ્યાપીઠ સાદરા પરિસર તથા ગૂજરાત વિદ્યાપીઠ મંડળ સંચાલિત બોચાસણ અને દેથલી શાળા ખાતે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
Narendra Modi Amit Shah Acharya Devvrat Harshad Patel Ministry of Education University Grants Commission