Education world Gujarati

Education world Gujarati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Education world Gujarati, Education, Ahmedabad.

વીડિયો ગમ્યો હોય તો ચેનલને જરૂર થી સબસ્ક્રાઈબ કરજો 😊
16/06/2023

વીડિયો ગમ્યો હોય તો ચેનલને જરૂર થી સબસ્ક્રાઈબ કરજો 😊

Hello Everyone :)Welcome to the Your Ultimate Sports Destination Channel!Welcome to Game On 😃 , the ultimate destination for sports enthusiasts and fans ali...

25/01/2021

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ સ્પેશિયલ કેડર ઓફિસર MMGS-IIIની 5 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ માગી છે. આ જગ્યાઓ માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 12 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો SBIની ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જઇને ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે.

લોકસભા સચિવાલય
લોકસભા સચિવાલય દ્વારા હેડ કન્સલ્ટન્ટ, સોશિયલ મીડિયા માર્કેટિંગ (સિનિયર કન્સલ્ટન્ટ) સહિત 9 જુદી જુદી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટ્સ પર ભરતી માટે અરજી કરવા માગતા ઉમેદવારો નિર્ધારિત ફોર્મેટમાં ઓફલાઇન અરજી કરી શકશે. આ ભરતીઓ સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટના આધારે થશે, જે ફક્ત એક વર્ષ માટે હશે. ઉમેદવારો નોટિફિકેશન જાહેર થયાના 21 દિવસની અંદર એટલે કે 8 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ, સિનિયર સુપરિટેન્ડન્ટ સહિત 58 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ માગી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ nta.ac.in પર જઇને 18 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ભરતી ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર કાઢવામાં આવી છે. બાદમાં તેને આગળ વધારી શકાય છે.

25/01/2021

કેન્દ્ર સરકારના ઘણા વિભાગોમાં સરકારી નોકરીઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. આવી સ્થિતિમાં સરકારી નોકરી કરવા માગતા ઉમેદવારોને એકસાથે દેશભરમાં જાહેર કરવામાં આવેલી સરકારી નોકરીની માહિતી મળી રહી છે. ઉમેદવારો યોગ્યતા અને ઇચ્છા પ્રમાણે આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ સ્પેશિયલ કેડર ઓફિસર MMGS-IIIની 5 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ માગી છે. આ જગ્યાઓ માટે એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 12 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો SBIની ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જઇને ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે.

એલિજિબિલિટી
આ પોસ્ટ્સ પર અરજી કરવા માટે ઉમેદવારે MBA/PGDM અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પાસ હોવી જરૂરી છે. આ સિવાય, કોઈપણ માન્ય કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટની કોઇપણ સ્ટ્રીમમાંથી BE/B.Tech પાસ કરેલું હોવું ફરજિયાત છે.

વયમર્યાદા
25 - 35 વર્ષ

એપ્લિકેશન ફી
જનરલ/OBC/EWS - 750 રૂપિયા
SC/ST/PWD - કોઈ ફી નહીં
વધુ વિગતો માટે અહીં ક્લિક કરો

લોકસભા સચિવાલય
લોકસભા સચિવાલય દ્વારા હેડ કન્સલ્ટન્ટ, સોશિયલ મીડિયા માર્કેટિંગ (સિનિયર કન્સલ્ટન્ટ) સહિત 9 જુદી જુદી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટ્સ પર ભરતી માટે અરજી કરવા માગતા ઉમેદવારો નિર્ધારિત ફોર્મેટમાં ઓફલાઇન અરજી કરી શકશે. આ ભરતીઓ સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટના આધારે થશે, જે ફક્ત એક વર્ષ માટે હશે. ઉમેદવારો નોટિફિકેશન જાહેર થયાના 21 દિવસની અંદર એટલે કે 8 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે.

એલિજિબિલિટી
આ પોસ્ટ્સ પર અરજી કરનારા ઉમેદવારો 12મું ધોરણ પાસ, MBA, માર્કેટિંગ, મીડિયા અને કોમ્યુનિકેશન્સ, લોકસંપર્ક, ડિજિટલ માર્કેટિંગ બેકગ્રાઉન્ડમાંથી હોવા જોઇએ. વિવિધ પોસ્ટ્સ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત નિશ્ચિત કરવામાં આવી છે.

વયમર્યાદા
22થી 58 વર્ષ

આ રીતે અપ્લાય કરો
રૂચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ loksabha.nic.in પર જઇને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને અને ભરીને નિયુક્ત સરનામાં પર મોકલવું પડશે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) જંગલ યુદ્ધમાં હોંશિયાર પોતાની ‘કોબ્રા કમાન્ડો બટાલિયન’માં મહિલાઓ સામેલ કરવાની તૈયારી ...
25/01/2021

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) જંગલ યુદ્ધમાં હોંશિયાર પોતાની ‘કોબ્રા કમાન્ડો બટાલિયન’માં મહિલાઓ સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇન્ટેલિજન્સ સૂચના આધારિત જંગલ યુદ્ધ અભિયાનો માટે ફોર્સે 2009માં ‘કમાન્ડો બટાલિયન ફોર રેઝોલ્યુશન એક્શન’ (કોબ્રા)ના 12 હજાર જવાનોવાળા 10 એકમ બનાવ્યા હતા. CRPF પ્રમુખ એપી મહેશ્વરીએ ગુરુવારે કહ્યું, અમે કોબ્રામાં મહિલાઓને સામેલ કરવા બાબતે વિચારી રહ્યા છીએ

25/01/2021

પોસ્ટ વિભાગમાં આવી ભરતી
ઈન્ડિયન પોસ્ટે ગ્રામીણ ડાક સેવક (GDS)ના 4269 પદ પર ભરતી માટેની અરજીની તારીખ વધારીછે. ઇચ્છુક ઉમેદવારો 23 જાન્યુઆરી સુધી આ પોસ્ટ્સ માટે અરજી કરી શકશે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ appost.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે એપ્લિકેશન પ્રોસેસ એક મહિના પહેલા એટલે કે 21 ડિસેમ્બર, 2020થી શરૂ થઈ હતી. આ ભરતીઓ ગુજરાત અને કર્ણાટક સર્કલ માટે કાઢવામાં આવી છે.
ગ્રામીણ ડાક સેવકોની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ગણિત, સ્થાનિક ભાષા અને અંગ્રેજી (ફરજિયાત અથવા વૈકલ્પિક વિષયો તરીકે)માં 10મું ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે.આ પદ માટે ઉમેદવારોની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવશે. આ સિવાય, ભરતી સંબંધિત વધુ માહિતી જેવી કે પગાર અને અન્ય શરતો માટે તમે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

વેકન્સી
ગ્રામીણ ડાક સેવક (ગુજરાત) - 1826 પોસ્ટ્સ
ગ્રામીણ ડાક સેવક (કર્ણાટક) - 2443 પોસ્ટ્સ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ (CMAT) માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. પરીક્ષામાં...
25/01/2021

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ (CMAT) માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો હવે આ પરીક્ષા માટે ઓફિશિયલ વેબસાઇટ cmat.nta.nic.in પર જઇને 30 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે. અગાઉ, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે એજન્સીએ આ તારીખ લંબાવી દીધી છે.

CHSL ટિયર-1 પરીક્ષા જવાબવહી જાહેરસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ પરીક્ષા 2019ના ટિયર 1 (CHSL)ની...
25/01/2021

CHSL ટિયર-1 પરીક્ષા જવાબવહી જાહેર

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ પરીક્ષા 2019ના ટિયર 1 (CHSL)ની ફાઈનલ ‘આન્સર કી’ અને ક્વેશ્ચન પેપર જાહેર કર્યાં. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો ઓફિશયલ વેબસાઈટ ssc.nic.in દ્વારા આન્સર કી અને ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી શકે છે. અગાઉ આયોગે 15 જાન્યુઆરીએ SSC CHSL 2019નું રિઝલ્ટ જાહેર કર્યું હતું

SSC CHSL ટિયર-1 પરીક્ષા 2019ની ‘આન્સર કી’ અને ક્વેશ્ચન પેપરને લઈને આયોગે ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. જારી નોટિફિકેશનના અનુસાર, પરીક્ષા પ્રણાલી અને ઉમેદવારોના હિતમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે આયોગે SSC CHSL ટિયર-1 પરીક્ષા 2019ની ફાઈનલ આન્સર કી અને ક્વેશ્ચન પેપરને પોતાની વેબસાઈટ પર અપલોડ કરી દીધા છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ/ ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ એક્ઝામ (IES/ISS) 2020નું રિઝલ્ટ ...
25/01/2021

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ/ ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ એક્ઝામ (IES/ISS) 2020નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in દ્વારા તેમનું રિઝલ્ટ ચેક કરી શકે છે. આયોગે વેબસાઈટ પર સિલેક્ટ થયેલા ઉમેદવારોનો રોલ નંબર પણ અપલોડ કર્યા છે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ

સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જવું
હોમપેજ પર IES/ISS 2020 એક્ઝામની લિંક પર ક્લિક કરો
હવે નવું પેજ ઓપન થશે ત્યારે માગવામાં આવેલી ડિટેલ્સ યોગ્ય રીતે ભરો
જાણકારી સબમિટ કરતાં જ રિઝલ્ટની PDF સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે.

25/01/2021

SSC GD કોન્સ્ટેબલ પરીક્ષા-2018નું રિઝલ્ટ જાહેર

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ GD કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા-2018નું રિઝલ્ટ જાહેર કર્યું છે. આયોગે જાહેર કરેલા જાહેરનામા મુજબ SSC GD કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં કુલ 1,09,552 ઉમેદવારોએ સફળતા મેળવી છે. તેમાં 15,898 ફીમેલ અને 93,654 મેલ ઉમેદવારો સામેલ છે. જે ઉમેદવારો પરીક્ષામાં આવ્યા છે તેઓ તેમનું રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ ssc.nic.in પર જઇને ચેક કરી શકે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સિક્યોરિટી ગાર્ડના 240 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો પર 10 પાસ ઉમેદવા...
25/01/2021

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સિક્યોરિટી ગાર્ડના 240 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો પર 10 પાસ ઉમેદવાર 12 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. RBI સિક્યોરિટી ગાર્ડના પદો પર ભરતી માટે ઉમેદવાર બેંકની ઓફિશિયલ વેબસાઈટ www.rbi.org.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ વેકેન્સી દેશના 18 શહેરો માટે છે.

આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા ઈન્સ્ટિટ્યુટથી 10 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ગ્રેજ્યુએટ અથવા તેનાથી વધુ ક્વોલિફિકેશનવાળા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ.

મહત્ત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 22 જાન્યુઆરી, 2021
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ 12 ફેબ્રુઆરી, 2021
ફી જમા કરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી, 2021
ઓનલાઈન ભરતી પરીક્ષા ફેબ્રુઆરી/માર્ચ, 2021

સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારોનું સિલેક્શન ઓનલાઈન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં રીઝનિંગ, જનરલ ઈંગ્લિશ અને ન્યૂમેરિકલ એબિલિટી સંબંધિત સવાલો પૂછવામાં આવશે.

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Education world Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category