District Education Office, Ahmedabad Rural

District Education Office, Ahmedabad Rural Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from District Education Office, Ahmedabad Rural, Education, Vastrapur Bahumali Bhavan, Drive-In Road, Ahmedabad.

અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તાબા હેઠળની  બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ સરકારી શાળાઓમાં પાંચ ...
09/01/2022

અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તાબા હેઠળની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ સરકારી શાળાઓમાં પાંચ વર્ષ પૂર્ણ કરી પુરા પગારમાં સમાવેશ પામતાં મદદનીશ શિક્ષકોને પૂરા પગારના આદેશ વિતરણનો કાર્યક્રમ આજ તા.૦૭.૦૧.૨૦૨૨ ના રોજ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્યના અધિકારીશ્રીઓ, કર્મચારી શ્રીઓ તથા અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદ્દેદારો તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બિન સરકારી અનુદાનિત શાળાઓના ૪૫ તેમજ સરકારી શાળાઓના ૧૦ મદદનીશ શિક્ષકો તેમ મળી કુલ ૫૫ મદદનીશ શિક્ષકોને પૂરા પગારના આદેશ આપવામાં આવ્યા.

સરકારશ્રીના આરોગ્ય વિભાગના સહયોગથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય હસ્તકની શાળાઓમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્...
06/01/2022

સરકારશ્રીના આરોગ્ય વિભાગના સહયોગથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય હસ્તકની શાળાઓમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને COVID 19 પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ આજ 03 જાન્યુઆરી 2022 થી અપાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ શાળામાં રૂબરૂ જઈને પ્રશંસનીય કામગીરી કરી રહી છે.
રસી માટે પાત્રતા ધરાવતા 100 ટકા વિદ્યાર્થીઓ vaccinate થાય એ માટે નિરિક્ષકોની ટીમ દ્વારા કચેરી હસ્તકની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ સાથે બેઠકોનું આયોજન કરીને છેલ્લાં ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હકારાત્મક સંકલન કરવામાં આવી રહ્યું હતું,જેના પ્રતિસાદરૂપે આજે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓનું vaccination થઈ શક્યું છે.

આજે 5 સપ્ટેમ્બર 'શિક્ષક દિન' નિમિત્તે અમદાવાદ જીલ્લાના તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ ...
05/09/2021

આજે 5 સપ્ટેમ્બર 'શિક્ષક દિન' નિમિત્તે અમદાવાદ જીલ્લાના તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ પાંચ શિક્ષકોને પારિતોષિક અર્પણ કરવાનો કાર્યક્રમ અમદાવાદ પૂર્વના માનનીય સંસદ સભ્યશ્રી હસમુખભાઈ પટેલ અને શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ,નિકોલ ખાતે સંપન્ન થયો. આ પાવન અવસરે છ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. મા. કલેકટરસાહેબશ્રી ના માર્ગદર્શનથી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.આર.વ્યાસ સાહેબની પ્રેરણાથી આ સ્મરણીય કાર્યક્રમનું કોવીડ-19 અંગેની વર્તમાન ગાઈડલાઈન અને પ્રસંગોચિત ગરિમા સાથે સફળ સંચાલન થયું.સન્માનપ્રાપ્ત શ્રેષ્ઠ શિક્ષકો તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભિનંદન ...

05/07/2021

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય હસ્તકની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વૃક્ષારોપણ થઇ રહ્યું છે. કેટલીક શાળાઓ આ પુણ્યકાર્યની સ્મૃતિરૂપે આવા સરસ વિડીઓ તૈયાર કરી સમાજને પ્રેરક-પ્રોત્સાહક સંદેશ આપી રહી છે. આપણે સૌ પણ આ કાર્યમાં જોડાઈ એને ગતિ આપીએ...

Republic Day Celebration @ Makarba Police Headquarter, Ahmedabad.
26/01/2021

Republic Day Celebration @ Makarba Police Headquarter, Ahmedabad.

Address

Vastrapur Bahumali Bhavan, Drive-In Road
Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when District Education Office, Ahmedabad Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category