19/05/2015
અડાલજ પાસે બનશે પ્રથમ પંચદેવ મંદિર
અડાલજ પાસે બનશે પ્રથમ પંચદેવ મંદિર
અડાલજના પાટીદારોએ 15 કરોડની જમીન દાનમાં આપી
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
અડાલજખાતે હાઇવે પર વિશ્વમાં સૌપ્રથમ એવું પંચદેવ મંદિર આકાર પામશે. લેઉઆ પાટીદારો દ્વારા અન્નપૂર્ણા ધામ બનાવવાનું આયોજન અડાલજ હાઇવે પર કર્યું છે. આગામી દિવસોમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે તેનું ભૂમિપૂજન કરાશે. મંદિર અનોખું એટલા માટે કે તેમાં પંચતત્વોનું પૂજન કરાશે. મંદિરમાં દાનપેટી નહીંં મૂકવામાં આવે અને તેમાં ક્યાંય શ્રીફળ વધેરવા કે બીજી કોઇ ધાર્મિક અંધશ્રદ્ધા ફેલાવતી પ્રવૃત્તિઓ કરવામાં નહીંં આવે.
ગુજરાતમાં સૌથી પહેલા અડાલજ ખાતે પાટીદારો આવ્યા હતાં. તેનો 1800 વર્ષનો ઇતિહાસ અન્નપૂર્ણા ધામ ખાતે મૂકાશે. પાટીદારોના વિષયમાં અહીંયાં રિસર્ચ કેન્દ્ર શરૂ કરાશે. સાથે કન્યાઓ માટે છાત્રાલય પણ બનશે. પાટીદારો વિષે ઇતિહાસમાં જે પણ કાંઇ લખવામાં આવ્યું છે તથા સમાજમાં જેટલાય મહાન પુરુષો થઇ ગયા છે તેમની એક ભવ્ય ગેલેરી પણ સંકુલમાં બનશે. આવનારી પેઢીને પાટીદારોનો ભવ્ય ભૂતકાળ અને આઝાદી સહિતના આંદોલનોમાં તેમણે કરેલા કાર્યોની માહિતી મળશે. અંગે માહિતી આપતા અન્નપૂર્ણા ધામના કન્વીનર ભીમજીભાઇ નાકરાણીએ જણાવ્યું હતું કે, મંદિરમાં મૂર્તિ સમક્ષ દાનપેટી જેવું કાંઇ રાખવાના નથી. દાન આપવા ઇચ્છા લોકો દાન લખાવી શકે છે. ભૂમિપૂજનમાં ગુજરાતના પાટીદાર આગેવાનોની સાથે દેશના બીજા રાજ્યો જેવા કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રના આગેવાનો પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે. 1800 વર્ષ પહેલાં લેઉઆ પટેલો સૌથી પહેલાં અડાલજમાં આવીને વસ્યા હતા અને ત્યાં અન્નપૂર્ણા માતાજીની સ્થાપના કરી હતી. પરંપરાને આગળ નિભાવતા ફરીવાર લેઉઆ પાટીદારો દ્વારા સંકુલ બનાવવામાં આવી રહ્યું છે. અડાલજ હાઇવે પર આવેલી મોકાની જમીન ગામના પાટીદારોએ સંકુલ બનાવવા માટે કોઇપણ પ્રકારની શરત રાખ્યા વિના દાનમાં આપી દીધી છે. જેની હાલની કિંમત 15 કરોડ કરતા પણ વધુ થાય છેે.
તીર્થધામનું ભૂમિ પૂજન લેઉઆ પટેલ સમાજ અન્નપૂર્ણા ધામનું નિર્માણ કરશે
Source :: Divya Bhaskar