Vicharyatra

Vicharyatra

Share

Vicharyatra is a Gujarati Sahitya E-Magazine, releasing on 26th of every month. Free download from
www.maulikvichar.in

#maulikbichar #varta #quote #society #radio #diversefm #vanmangekliSalah #music#reels #mumbai #london #gujarati #સુવિચારો#દુનિયા #લેખ #મૌલિકવિચાર #વાર્તા #સમાજ #ભગવાન #આધ્યાત્મિક #યોગા #મન #તણાવ #યુવા 17/01/2025

વણમાંગેલી સલાહ આપનાર ખબરદાર!! જોજો 2025માં સલાહી માતાનો શ્રાપ ના લાગી જાય!!!!😱😱😡

https://www.instagram.com/reel/DE7Yxiwscqj/?igsh=NnoyYm1sdGN6ZG9q

#વાર્તા #સુવિચાર #મૌલિકવિચાર #સલાહ #ભક્તિ #યોગ #આધ્યાત્મ #સમાજ #તણાવ #દેશ #વિદેશ #સમાચાર #લેખ #કવિતા UA Maulik #રેડિયો #ગુજરાતી #ગુજરાત #પ્રેમ #સંસાર #સામાજિક #રાજકારણ #અમદાવાદ #રાજકોટ #બરોડા #સુરત #યુવા #ઘડપણ #ફિલ્મ #સંગીત

#maulikbichar #varta #quote #society #radio #diversefm #vanmangekliSalah #music#reels #mumbai #london #gujarati #સુવિચારો#દુનિયા #લેખ #મૌલિકવિચાર #વાર્તા #સમાજ #ભગવાન #આધ્યાત્મિક #યોગા #મન #તણાવ #યુવા

25/11/2024

🥳Guess how our first page will look??

Dear Friends,

We are all set to publish our debut issue of *Perfect Pitch* exclusive music emagazine on our website.

www.theunlimitedarts.com

Thanks to all our students for their tremendous effort...

22/11/2024

GUESS HOW OUR FIRST PAGE WILL LOOK.



UA Maulik

20/04/2024

सूरज सा चमकने के चक्कर में ही,
जल के खाक हुए अनगिनत जुगनू।
✍🏻 आरती परीख

સૂરજ જેવું ચમકવાની ઈચ્છા કરીએ પણ એ અશક્ય છે.

આગિયા પોતાના જ તેજથી ચમકતા હોય છે.
આગિયો પોતાના શરીરના પાછળના તેમ જ નીચેના ભાગમાં પ્રકાશ ઉત્પન્ન કરીને પોતાના સાથીને આકર્ષિત કરે છે અથવા અન્ય જંતુઓનો શિકાર કરવાને માટે આ પ્રકાશનો ઉપયોગ કરે છે. તેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવતો પ્રકાશ પીળો, લીલો, લાલ વગેરે રંગનો હોય શકે છે. આ પ્રકાશ રાસાયણિક - ક્રિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે.

સૂર્યના પ્રકાશ સાથે કોઈની સરખામણી ન થઈ શકે.

પોતાની ક્ષમતા કરતાં ઉપર ઉઠવાની માણસની ઈચ્છા તેને પાયમાલ કરી નાખે છે.

29/03/2024

શબ્દોની કમી નથી,
અફવાઓ શમી નથી,

ચોરો કાન ફૂંકતો
વાતોમાં ભમી નથી,

ચકરાવે ચડી લડે
નાદાની ખમી નથી

ભાગીદાર જ ઠગે
એ રમતો રમી નથી,

ખીલે રણમાં ‘આરતી’
આંખોમાં નમી નથી.
_સંવેદનાનો સળવળાટ

24/03/2024

રંગપર્વ નિમિત્તે રંગછાંટણાં :
- - - - - - - - - - - - - - - - - - -
આર.પી.જોષી :
-----------------------------------
उत्सवप्रियाः खलु जनाः (માણસો ખરેખર ઉત્સવપ્રિય હોય છે) એવું હજારો વર્ષો અગાઉ કવિકુલગુરુ કાલીદાસે કરેલું નિરીક્ષણ આજે પણ એટલું જ પ્રસ્તુત અને યથાર્થ જણાય છે.ઉત્સવો, તહેવારો, પર્વો આપણી ભારતીય સંસ્કૃતિના વાહક છે, સંરક્ષક છે.

હોળી - ધુળેટીનું પર્વ એ ઋતુરાજ વસંતની મહેકનો અને માદકતાનો સંદેશ છે, તો અસત્ય ( હોલિકા) ઉપર સત્ય ( પ્રહલાદ)ના વિજયનો પણ સંદેશ છે.
હોળીનો તહેવાર ભારતભરનાં શ્રીકૃષ્ણ મંદિરોમાં રાધા અને કૃષ્ણની વિશુદ્ધ પ્રેમાભિવ્યક્તિનાં પ્રતીક રૂપે વિશિષ્ટ ઢબે ઉજવાય છે. ગોકુળ /મથુરા /વૃંદાવન /જતીપુરા /નંદગાંવ અને રાધાનાં વતન બરસાના એ પાવનભૂમિ 'વ્રજભૂમિ' તરીકે સુખ્યાત છે, જ્યાં આ 'હોલી ઉત્સવ' એ 'રંગોત્સવ' તરીકે હર્ષોલ્લાસપૂર્વક ઉજવાય છે.

તો આવો ! આપણે પણ આ 'રંગપર્વ' નિમિત્તે શબ્દનાં 'રંગછાંટણાં' કરીને, રળિયામણા 'રંગ'ના રંગે રંગાઈને રળિયાત થઈએ.

' રંગ' શબ્દનું કુળ અને મૂળ તપાસીએ તો 'રંગ' શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત ધાતુ ( ક્રિયાપદ) रंज् માંથી થયેલ છે. रंज् એટલે રંગવું, પ્રેમમાં પડવું, રાજી થવું, મનાવી લેવું ઇત્યાદિ. रंजन એટલે રંગવું તે, ખુશ થવું, ખુશ કરવું તે ( मनोरंजन = મનનું રંજન). रंजक એટલે રંગ કરનાર, ખુશ કરનાર. रंजित એટલે રંગેલું, ખુશ થયેલું ( रक्तरंजित = રક્તથી રંગાયેલ)

હવે ગુજરાતી ભાષા તરફ પરત થઈએ તો ' રંગ' શબ્દની વિવિધ અર્થચ્છાયાઓ છે. ' રંગ' એટલે લાલ, પીળો વગેરે વર્ણ ( colour). ઉપરાંત નાટકનું સ્ટેજ /પ્રેક્ષકગણ /અખાડો /રણભૂમિ /સ્વરોનું અનુનાસિક ઉચ્ચારણ /નાચવું, કૂદવું, ગાવું /જાહોજલાલી /ઢંગ /ઢબ /આનંદોલ્લાસ /કસુંબો /સાબ્બાશી /ધન્યવાદ ઇત્યાદિ અર્થો પણ 'રંગ' શબ્દમાં અભિપ્રેત છે.

' રંગ ' શબ્દ ઉપરથી કેટકેટલા અવનવા શબ્દો ઉતરી આવ્યા છે તે પણ નિહાળવા જેવું છે. થોડા નમુના જુઓ :

રંગમંચ /રંગમંડપ /રંગકર્મી /રંગદેવતા/રંગરસિયાં /રંગઅંધતા /રંગદર્શિતા /રંગદાર /રંગારો /રંગાટ /રંગાટી /રંગરેજ /રંગત /રંગીન /રંગીલું /રાગરંગ /રંગરાગ /રંગરેલી /રંગિત /રંગોળી /રંગરોગાન /રંગરૂપ /રંગસુત્ર /રંગદ્વેષ /રંગભેદ /રંગઢંગ /રંગી /રંગીચંગી /રંગે ચંગે /રંગી ભંગી /રંગધાડું ( લૂંટારુઓનું ટોળું) / રંગની ચૂડી (રંગીન ચૂડી પહેરેલ વહુ/ભાભી ) / રંગેલી ( પીઠી ચોળેલી કન્યા) ઇત્યાદિ.

ગુજરાતી ભાષામાં કેટલાક રૂઢિપ્રયોગ પણ ' રંગદાર' છે. જુઓ :

રંગ બદલવો /રંગ રાખવો /રંગમાં હોવું /રંગી નાખવું /રંગમાં ભંગ પડવો ઇત્યાદિ.

ઝવેરચંદ મેઘાણી દ્વારા સંપાદિત શૌર્યકથાઓનાં પુસ્તકનું શીર્ષક છે :
રંગ છે બારોટ ! :

તો વળી લોકવાર્તાકાર બાપલભાઈ ગઢવી સંપાદિત વીરકથાઓનાં પુસ્તકનું શીર્ષક છે : કોને રંગ દેવા ? :

આ 'રંગ'ની રંગત અને સંગત સદીઓથી કવિઓને પ્રિય રહી છે. આવો, આપણે થોડો વિહાર કરીએ કેટલાક કવિઓની 'પચરંગી' પંક્તિઓનાં સંગીન અને રંગીન 'રંગ ઉપવન'માં :

આ 'હોરી' ઉત્સવમાં વ્રજ ( बिरज ) નો પ્રત્યેક બાંકો છોરો 'કાન્હો 'બનીને અને પ્રત્યેક છોરી ' રાધા' બનીને હર્ષોલ્લાસપૂર્વક ગાય છે होरी :

હોરી ખેલે સહુ બ્રિજ નારી,
હોરી રે રસિયા, બરજોરી રે રસિયા,
સુંદર બ્રિન્દાવન, આઈ વસંતઋતુ,
શ્યામ સોહે रंग ખેલત, સખીઓ કે સંગ,
આજ બિરજ મેં હોરી રે રસિયા

મધ્યકાલીન કૃષ્ણભક્ત કવિ દયારામની નાયિકા તો શ્યામથી એટલી બધી 'ત્રસ્ત' છે કે ઠામુકા શ્યામ રંગનો જ બહિષ્કાર કરે છે અને કહે છે :

શ્યામ રંગ સમીપે ન જાવું,
મ્હારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.
જેમાં કાળાશ તે સહુ એક સરખું,
સર્વમાં કપટ હશે આવું ?
મ્હારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

આપણાં લોકસાહિત્યમાંય 'રંગ'ની છટાને સુપેરે વણી લેવાયેલ છે. એક દુહો જુઓ :

મન મેલાં, તન ઉજળાં, બગલાં કપટી અંગ,
એથી તો કાગા ભલા, દોનો એક જ રંગ.

કવિ 'કાગ' નો પણ એક દુહો છે :

એક રંગા ને ઉજળા, ભીતર બીજી ન ભાત,
એને વા'લી - દવલી વાત, કે'જે દિલની કાગડા.

અન્ય એક રચનામાં કાગબાપુ આ 'દો રંગી દુનિયા' વિશે આપણને ટપારે છે :

આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં,
દુનિયા તણા દો- રંગના ધોખા કદી ધરશો નહીં.

સંતકવિ દાસીજીવણ એક રચનામાં આ 'દો રંગા' વિશે ચેતવે છે :

દો રંગા ભેળા રે નવ બેસીએ હો જી,
એમાં પત તો પોતાની જાય રે,
ઘડીમાં ચડે ને રંગ ઘડીમાં ઊતરે જી,
ઘડીમાં વૈરાગી બની જાય રે,
દો રંગા ભેળા રે નવ બેસીએ જી.

ભક્ત કવિ વલ્લભ ભટ્ટ એક ગરબામાં 'રંગતાળી' આપતાં કહે છે :

રંગતાળી, રંગતાળી, રંગતાળી રે રંગમાં રંગતાળી.
માની ઓઢણીમાં વિવિધ ભાત્યું રે રંગમાં રંગતાળી,
ભટ્ટ વલ્લભને જોયાની ખાંત્યું રે રંગમાં રંગતાળી.

તો વળી બાબા આનંદ એમની એક સુખ્યાત રચનામાં ભક્તિના રંગે રંગાઈ જવાની શીખ આપે છે :

રંગાઈ જાને રંગમાં,
તું રંગાઈ જાને રંગમાં.
પ્રભુવીર તણા રંગમાં,
ગુરુજી તણા સતસંગમાં,
તું રંગાઈ જાને રંગમાં.

રાષ્ટ્રીયતાના કસુંબલ રંગને ક્યાં ક્યાંથી પીધો છે એની વાત કરતાં મેઘાણીજી એમની કાળજયી કૃતિમાં કહે છે :

જનનીનાં હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ,
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ.

'રંગ' ની વાત નીકળે એટલે 'સુંદરમ્'ની પેલી લોકજીભે રમતી અને ગમતી ગીતપંક્તિ યાદ ન આવે તો નવાઈ !

હાં રે અમે ગ્યા'તાં હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે, અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે ઉડ્યાં હો મોરલાને ગાણે,
કે વાયરાનાં વહાણે, આશાનાં સુકાને,
કે રંગ રંગ વાદળિયાં.

લોકગીતની કક્ષાએ પહોંચીને લોકહૈયે રંગ જમાવતી કવિશ્રી ઈંદુલાલ ગાંધીની રમ્ય રચના પણ શે ભૂલાય ?

મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે,
મેંદી રંગ લાગ્યો.

તો વળી 'ગુજરાતને ગાતું કરનાર' અવિનાશ વ્યાસ મેંદીના રંગને મહેકાવતી રળિયામણી રચના આપે છે :

પાંદડું લીલું ને રંગ રાતો,
હે જી મારી મેંદીનો રંગ મદમાતો.
ભૂલી રે પડી હું રંગના બજારમાં,
લાગ્યો મને રંગ કેરો છાંટો,
પાંદડું લીલું ને રંગ રાતો.

ઘણી વખત પ્રેમનો રંગ જેને લાગે એની જાણ અન્યોને હોય છે પણ એને પોતાને હોતી નથી. આ સંવેદનને વ્યક્ત કરતાં મનુભાઈ ત્રિવેદી 'ગાફિલ' કહે છે :

ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે ?
મળે છે તે સહુ કહે છે : મજાનો રંગ લાગ્યો છે.
ભલે ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું માનો ન માનો, રંગ લાગ્યો છે.

પિયુ અન્ય કોઇના રંગે રંગાઈ જાય ત્યારે નીનુ મુઝુમદારની કાવ્યનાયિકા આ રીતે પોતાની વેદના વ્યક્ત કરે :

મેં તો રંગ્યો'તો એને દલડાની સંગ,
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ.
રંગની ઉપરે રંગ ચડે તે મૂળનો રંગ ધોળો હો,
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો હો.
કોઈ ભીલડીએ એને ભરમાવી એનાં તપનો કીધો ભંગ,
સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ.

પ્રિયતમાની ઓઢણીના રંગ સિવાય તમામ રંગ ફિક્કા લાગે એવું સંવેદે છે સૈફ પાલનપુરી :

બીજા તે રંગ બધા મનના તરંગ,
તારી ઓઢણીનો રંગ એ જ સાચો.
હોય લીલો,જાંબુડી કે કેસરી,ગુલાબી
મારે તો મન એ જ પાક્કો !

સંયોગમાંય વિયોગના રંગની આશંકા વ્યક્ત કરે છે હરીન્દ્ર દવે :

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ તબાહીનો રંગ છે.

ક્યારેક ભગવો રંગ ઉતારી નાખવાની વેળાય આવે છે. દિલીપ વ્યાસ લખે છે :

વધારે નથી કોઈ શણગાર સજવા,
હવે ઊતરી જાવ હે રંગ ભગવા !

તો વળી બાપુભાઈ ગઢવી આ ભગવા સિવાય કોઈ રંગ માફક નહીં આવ્યાની વાત કરે છે :

કોઈ રંગ જામ્યો નહીં જાત સાથે,
નથી કાંઈ અમસ્તી અમે રાખ ચોળી

મેંદીનો રંગ કોઈનાં અંતરને રંગી દે પછી કાળક્રમે એ રંગ ઉડી જવાનો ખટકો જીવનભર રહે છે. 'મરીઝ'નો શેર જુઓ :

એ જ હાથોમાં છે મારી જિંદગી,
સાચવી ન શક્યા જે મેંદીનો રંગ.

પ્રકૃતિએ પતંગિયામાં વિશિષ્ટ રંગો પૂર્યા છે. આંખને સકળ સૃષ્ટિ રંગસભર લાગે ત્યારે એવુ લાગે કે જાણે પતંગિયા આંખોમાં આવી વસ્યા છે. આવું રૂડું કલ્પન સર્જે છે મનોજ ખંડેરિયા :

એથી જ રંગ રંગથી સઘળું ભર્યું હતું,
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું.

મોરપિચ્છના રંગો ટહુકા માં રૂપાંતરિત થાય અને એ આંખમાંથી નીતરતા હોય ત્યારે એનું તાત્ત્વિક વિશ્લેષણ શક્ય નથી. આવું નવતાપૂર્ણ સંવેદન પ્રગટાવે છે સંજુ વાળા :

હું મોરપિચ્છનું કરું કેવી રીતે પૃથક્કરણ ?
પ્રત્યેક રંગ આંખથી ટહુકા બનીને નીતરે.

તો વળી અન્ય એક શેરમાં પણ સંજુ વાળાની તાજગીપૂર્ણ,રમણીય રંગાભિવ્યક્તિ પણ માણવા જેવી છે:

ના કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય,ભીનેવાન ક્યાંથી લાવીએ ?

માણસ ગમે તેટલી ગતિ, પ્રગતિ કરે પણ અંતિમ હાસ્ય તો કાળદેવતાનું હોય છે. મનુષ્યમાત્રની નિયતિ મૃત્યુ છે. ઓચિંતા ટપકતાં મૃત્યુનો ' રંગ ' કેવો વિષાદસભર હોય છે એની વાત કરતાં મનહરલાલ ચોક્સી કહે છે :

રડી પડ્યાં જુઓ, કુમકુમ ને હાથની મેંદી,
અમારું મોત, કહો રંગદાર છે કે નહીં ?

જીવતર આખું રંગવૈવિધ્યથી છલકાતું હોવાં છતાંય અંતે તો મૃત્યુની ચાદરનો 'શ્વેત' રંગ એ જ ખરો અને વાસ્તવિક 'રંગ' છે એ સનાતન સત્યને ઉજાગર કરતો 'નૂર' પોરબંદરીનો શેર માણીને વિરમીએ :

'નૂર' કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
--- नमस्कार રંગપૂર્વક !
-- R P Joshi : Rajkot

13/03/2024

પડતી મૂકતાં ન કદી ન શીખ્યાં; એ વાત,
જે વાગોળતાં; પડખાં ફેરવતાં વીતે રાત!
- આરતી પરીખ ૧૩.૩.૨૦૨૪

13/03/2024

"તારે જ કિનારે"

રાતોની રાતો વીતે એક જ વિચારે,
આશાનું કિરણ મળે એનાં જ ઇશારે,

જાણું-સમજુ; પગલાં પાછાં વળતાં નથી,
પગલી પ્રિત ક્યાં કદી હકીકત સ્વીકારે?!

આંસુઓ ખાળી ચહેરો તો હસતો રાખું,
શ્વાસ સંગ ઉછળતાં સ્તનોને કોણ ટપારે?!

જાહેરમાં તું કદી નહી સ્વીકારે; સમજ્યાં,
પરંતુ, છાનુંછપનું કદીક તો આવકારે!!

ખળખળ વહેતી પ્રિતે, સામે કાંઠે જીવ્યાં,
'આરતી'નો અંતિમ શ્વાસ તારે જ કિનારે!!
✍️ આરતી પરીખ

03/03/2024

આમ તો હવે નવજાત બાળકને મલમલના કપડે બાંધીને સુવડાવવામાં Modern Mom બિલકુલ માનતી જ નથી.
આ તો...
અમારા જમાનાની વાત પર
એક "ક્ષણિકા" .....

નાનીમા/દાદીમાના
સાડલાના કટકે
બંધાઈને
ઘોડિયામાં ઝૂલતું
નવજાત શિશુ
નિરાંતે પોઢે
✍️ આરતી પરીખ

13/02/2024

सूरज सा चमकने के चक्कर में ही,
जल के खाक हुए अनगिनत जुगनू।
✍🏻 आरती परीख

સૂરજ જેવું ચમકવાની ઈચ્છા કરીએ પણ એ અશક્ય છે.

01/02/2024

આગથી બચવા
રોજ શોધે
અવનવા
ઉપાય
એવો

માણસ,






પરસ્પરની
ઈર્ષામાં

ખાખ.....!!
✍🏻 આરતી પરીખ

28/11/2023

“તોફાની થવું બૌ અઘરું છે, જેવા-તેવાનું કામ નૈ..”
✍🏻 સંવેદનાનો સળવળાટ

તોફાન એટલે શું ?

ધમાલ, મસ્તી, ધીંગાણું, ટોળાગીરી કે પછી કહો કે ‘રાઉડીઝમ’ ….

સાવ સીધાં ઉપરછલ્લાં અર્થમાં વિચારો તો, સાવ સ્વચ્છંદી બાળકો કે લોકો આંખે ઉભરી આવશે.

પણ, જો આપણામાં હજીય ક્યાંક કોઈક ખૂણે બાળક જીવતું રહેવાં પામ્યું હોય તો એની જીભે આ શબ્દ “તોફાન” શબ્દ ચડાવી જૂઓ…. ને, એ જ ઘડીએ તમારું આખેઆખું બાળપણ આંખ સામે ઉપસી ન આવે તો કહેજો…



તોફાન શબ્દ જ ઉર્જાથી ભરપુર છે. આળસુ કદી તોફાન ન કરી શકે. તોફાન કરવા માટે કૈક સામાન્ય જનસમુદાયથી અલગ વિચારવું પડે… ગાડરિયા પ્રવાહથી અલગ વહી શકો તો જ ધમાલમસ્તી…તોફાન.. કરી શકો. “સમ થીંગ ક્રિએટીવ… ડિફરન્ટ…”. વળી, આવા તોફાનની શરૂઆત એ જ કરી શકે જે પોતાની જાતને અનહદ પ્રેમ કરતો હોય… જિંદગીની એકેએક ક્ષણ જીવી લેવાં માંગતો હોય…



જે લોકો સાવ નફ્ફટાઈથી અલગારી થઇ વર્તમાનમાં જીવી શકે એ જ તોફાની થઇ શકે. ભૂતકાળનો ભારો લઇ ભવિષ્યની સફરે નીકળનાર તોફાન ન જ કરી શકે. તોફાની થવા માટે તો દરેક પળને જેવી છે તેવી જ સ્વીકારીને માણવી પડે…. તોફાનને અંતે માથે આવી પડતી આફત/સજા માટે આપણે પોતે જ જવાબદાર હોઈએ. એ અર્થે જોતાં તો, જે જવાબદારી લઇ શકે; એ જ તોફાન કરી શકે. બીજાનાં માથે આળ નાખી દેનારો ‘આતંકવાદી’ કે’વાય તોફાની તો નહિ જ.



અમારી સ્કુલના આચાર્યા બહેન કહેતાં, “સૌથી તોફાનીને જ ક્લાસ મોનીટર બનાવી દો, આપોઆપ શિષ્ટ જળવાશે ને ક્લાસનું વાતાવરણ હળવુંફુલ રહેશે. શિક્ષિકા બહેનોને ભણાવવું’ય ગમશે.”



છેલ્લી બેંચ પર શાનથી બેસવાનું.. રાજાશાહી ઠાઠ… સાહેબ કે બેન (એ વખતે ક્યાં સર કે મેમ જેવાં શબ્દો હતાં?!) સ્હેજ ભણાવવામાં ઉણા ઊતરે કે ધમાલ ચાલુ. એક પછી એકના યુનિફોર્મની કિનારી પગના આંગળા ભરાવી ખેંચાતી જાય.. ને કૈ કલ્પના જ ન કરી શકો એવી ધમાલ; એક-બે ક્ષણમાં ચાલુ થઇ જાય.. બીજા દિવસથી બિચારા શિક્ષકોને’ય ધરાહાર ઘરેથી હોમવર્ક કરીને જ ભણાવવા આવવું પડે. આ ધમાલમાં બચી જાય તો પહેલી બેંચ પર બેઠલા ભણેશ્રી એવાં ચશ્મીસ ચચ્ચુઓ જ… એ બંદાઓ ભવિષ્યમાં આવનારી પરીક્ષાના પરિણામના ટેન્શનમાંથી કદી બહાર ન આવી શકે. ભવિષ્યનો બોજ લઇ જીવનાર ધમાલ-મસ્તી ન કરી શકે.



કોલેજકાળ યાદ કરો તો, ફૂલસ્કેપ ચોપડામાંથી પાનાઓ ફાડીને મિત્રોને સળી કરવાં આડાંઅવળાં સ્લોગનો લખી પેપર પ્લેન બને, સાહેબ બ્લેક-બોર્ડ તરફ ફરે કે તરત ૮-૧૦ પ્લેન એકસાથે ઉડે..અરે..દોસ્ત, અહીં થોડાં એરપોર્ટ કે રન-વેના ટ્રાફિક રૂલ્સ લાગુ પડે છે?! આમેય તોફાની એને જ કે’વાય જે સમાજના નિયમ વિરુદ્ધ શાનથી જીવે. નાખવું હોય ક્યાંક ને પડે ક્યાંક… ને પછી છબરડાં ચાલુ… હાસ્યની છોળો.. ભણેશ્રીઓ સાહેબને ફરિયાદ કરે ત્યાં સુધીમાં તો, તોફાન શમી પણ જાય… તોફાનીઓની એક સૌથી બિરદાવવા લાયક ખાસિયત.. સંપ બૌ ભારે હોં… કે’વું જ પડે… “વાહ, જીયો મેરે યાર…” એવાં એવાં તોફાન કરે પણ સંપને લીધે કદી પકડાય નહિ. કદી પકડાય જાય તો’ય એવાં શાનથી સામે ઉભા રે’ કે, સજા ફટકારી જ ન શકો.



તોફાની થવા માટે ભવિષ્યના બોજ વગર હળવાફૂલ થઇ જીવતાં શીખવું પડે.

એકાદ પળ આનંદની મળતી અહીં જાણું,
સંવેદનાના સળવળાટો કલમમાં આણું,
સંજોગ અવળા ચાલશે ત્યારે ઝઝુમીશું
હળવાશ કેરી ‘હાશ..’ હું તો મન ભરી માણું.

કૈક કરતાં પહેલાં, ‘લોકો શું વિચારશે?.. શું કહેશે?” જેવું ઠાવકાઈથી વિચારવા બેસે એવી વ્યક્તિ કદી તોફાન ન કરી શકે. તોફાન ક્રિયા જ ત્વરિત છે, ચંચળ છે, તત્પરતાયુક્ત છે. કદાચ તોફાની વિચારો નાનાં મગજની પૈદાશ હશે. મોટું મગજ મોટા માણસોની જેમ ઠાવકું થઇ વિચારી શરીરને કૈક ક્રિયા માટે ‘સિગ્નલ’ મોકલે એ પહેલાં જ નાનાં મગજ થકી તોફાન ઉદભવી ચૂક્યું હોય. એ અર્થે તો, તોફાની હોવું એ દિલમાં બાળપણ જીવિત હોવાની નિશાની પણ થાય.



કદી સામેવાળી વ્યક્તિની આંખોનું નિરીક્ષણ કર્યું છે? ઘણાં લોકોની આંખો ખૂબ જ પારદર્શક, અણીયારી હોય..એક નજરે અંજાઈ જાઓ એવી. નજર ફેરવી લેવી પડે. તો કેટલીક વ્યક્તિની આંખો પ્રેમ વરસતી.. કોઈની ભોળી માસુમ બાળક જેવી.. પ્રેમથી એનાં કપાળે ચુમ્મી ભરી લેવાનું મન થઇ જાય.. ને, કોઈની એકદમ તોફાની.. આ તોફાની આંખો હોંઠોને બૌ આરામ આપે હોં!! જીભે તાળા મારી દો તો’ય આંખોના એક ઈશારે તોફાન સર્જી દે.. મીઠાં તોફાન મસ્તી.. મનને માણવા ગમે એવાં.. જીવનભર યાદ રહે એવાં.. તોફાની આંખો એ તો દિલથી યુવાન હોવાની નિશાની છે ભાઈ..



બાળકો જ તોફાની હોય એવું જરૂરી નથી. ઘણી વ્યક્તિઓ યુવા કે પ્રૌઢ વયે પણ દિલમાં બાળકને જીવાડી રાખે છે. તોફાન મસ્તી કરી જાણે છે. જે ઘરના વડીલો ધમાલ-મસ્તી કરી જાણે એ ઘરનું વાતાવરણ હળવુંફૂલ રહે છે. આવા ઘરમાં સગાસંબંધીઓને’ય મહેમાનગતિ માણવી ગમે.



તોફાનીઓ કદી સીધાં મોઢે વાત ન કરે. પૂછો કે, ઠંડી કેવી? તો.. જવાબ મળશે,
નાકમાં ટૂથપીક નાખી સૂઈ જાવ,
સવારે અચૂક કુલ્ફી ચાખવા મળશે!!

સ્વભાવે તોફાની એવાં એક ફેસબૂક મિત્રએ પૂછ્યું કે, ક્યાં ના? જવાબમાં બરોડા ટાઈપ થયું નથી કે, ચેટ-બોક્ષમાં ચમક્યું, સાંભળ્યું છે કે, વડોદરાની ગલીઓમાં કૂતરાંની જેમ મગર પણ આંટા મારે છે?! તે ઘડી ને આજનો દિ’….ભૂલથી’ય કોઈને ગામનું નામ જલ્દીથી કહેતી નથી.



જો ઠરેલ સ્વભાવના હો તો, અળવીતરાં જવાબ મળતાં ગુસ્સો જ આવે. પણ, જો બંને પક્ષે રમૂજી, તોફાની વ્યક્તિ હોય તો તો હાસ્યની છોળો ઉછાળે, વાતાવરણ હળવું.. મસ્તીભર્યું… ને, જો કદી સામસામે વિજાતીય વ્યક્તિઓ હોય તો, વાતાવરણને’ય મસ્તીલી માદકતા સ્પર્શી જાય…



તોફાની હોવું એ સ્વભાવગત છે. ‘મારે તો, કાલથી તોફાની બનવું છે.’_એમ વિચારી કદી તોફાની બનાતું નથી. નસીબની વાત છે. તોફાની સ્વભાવ જન્મજાત છે. તોફાની, રમૂજી સ્વભાવ એ તો નસીબદારની નિશાની. સ્વભાવે તોફાની ન હોઈએ તો કંઈ નહિ, તોફાની..રમુજીઓને વખોડીએ નહિ તો’ય ઘણું.

✍🏻આરતી પરીખ
સંવેદનાનો સળવળાટ

Want your school to be the top-listed School/college in London?

Click here to claim your Sponsored Listing.

Location

Address


London