23/07/2025
એક વાત કહું,
અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી સ્ત્રીઓ અને પુરુષો એટલી હદે અશ્લીલતા ફેલાવે છે ને કે અત્યારના બાળકો પોતાની ઉંમર કરતા વહેલા મોટા થવા લાગ્યા છે..
12 વર્ષની છોકરીને બોયફ્રેન્ડ હોય અને 15 વર્ષનો છોકરો વ્યસન કરતો હોય...જો આવુને આવું ચાલસે ને તો એ દિવસ દૂર નથી કે 14 વર્ષની દીકરી બાળકને જન્મ પણ આપશે અને લોકો એને નોર્મલ ગણવા લાગશે, બધે કાયદો લાગુ પડે તો આવા ગંદા વીડિયો બનાવીને જે નવી પેઢીને ગંદી સોચ તરફ લઈ જાય છે એ લોકો ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી થતી, આવા લોકોને પાછા લોકો ફોલો પણ કરે અને લાઈક પણ કરે એટલે એ લોકોની હિંમતને આપણા જ લોકો ટેકો આપે છે, આવા લોકોને ફોલો અને લાઈક કરવાનું જ બંધ કરો તોજ આપણા દેશની સંસ્કૃતી જળવાઈ રહેશે.
જય હિન્દ મિત્રો🤗