Government Arts College Wav

Government Arts College Wav "Accredited By NAAC with 'B' Grade"

CWDC, Awareness and empowerment program DATE : 21/08/2026
22/08/2026

CWDC, Awareness and empowerment program DATE : 21/08/2026

15th August Independence Day
22/08/2026

15th August Independence Day

નડાબેટ ખાતે વિશ્વ વરુ દીવસની ઉજવણી તા.૧૩/૦૮/૨૦૨૬
22/08/2026

નડાબેટ ખાતે વિશ્વ વરુ દીવસની ઉજવણી તા.૧૩/૦૮/૨૦૨૬

નારી વંદન સપ્તાહની ઉજવણી તા.૦૩/૦૮/૨૦૨૬
22/08/2026

નારી વંદન સપ્તાહની ઉજવણી તા.૦૩/૦૮/૨૦૨૬

વૃક્ષારોપણ કાર્યક્રમ તા.૨૮/૦૭/૨૦૨૬
22/08/2026

વૃક્ષારોપણ કાર્યક્રમ તા.૨૮/૦૭/૨૦૨૬

સરકારી વિનયન કોલેજ, વાવ ખાતે એન.એસ.એસ., એન.સી.સી., સપ્તધારા અને ઇતિહાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કારગીલ વિજય દિવસ નિમિત્તે...
29/07/2026

સરકારી વિનયન કોલેજ, વાવ ખાતે એન.એસ.એસ., એન.સી.સી., સપ્તધારા અને ઇતિહાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કારગીલ વિજય દિવસ નિમિત્તે તા. 27/07/2026, સોમવારના રોજ સવારે 9:30 કલાકે કોલેજના પ્રાર્થનાખંડ ખાતે "પોસ્ટર મેકિંગ સ્પર્ધા"નું આયોજન કરવામાં આવ્યું હતું.

કારગીલ યુદ્ધમાં દેશની રક્ષા માટે પોતાના પ્રાણનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદ જવાનોની વીરતા, શૌર્ય, દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વિદ્યાર્થીઓમાં વિકસે તે મુખ્ય હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ કારગીલ વિજય, ભારતીય સેનાનું શૌર્ય, રાષ્ટ્રીય એકતા, તિરંગાનું ગૌરવ અને દેશસેવાના વિવિધ વિષયો પર આકર્ષક અને સર્જનાત્મક પોસ્ટરો તૈયાર કર્યા.
આ સ્પર્ધામાં કુલ 43 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તમામ વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને દેશપ્રેમને સુંદર રીતે પોસ્ટરોમાં વ્યક્ત કર્યો હતો. સ્પર્ધા દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.

કાર્યક્રમનું આયોજન પ્રા. એસ. ડી. રબારીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. કાર્યક્રમને કોલેજના આચાર્યશ્રી તથા પ્રાધ્યાપકમંડળનો પણ ઉત્સાહજનક સહકાર પ્રાપ્ત થયો.
સ્પર્ધાના અંતે વિદ્યાર્થીઓને કારગીલના શહીદોને યાદ રાખી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, શહીદો પ્રત્યે આદર અને સર્જનાત્મક અભિવ્યક્તિનો સુંદર વિકાસ થયો.

સરકારી વિનયન કોલેજ, વાવ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમસરકારી વિનયન કોલેજ, વાવ ખાતે શૈક્ષણિક વર...
21/07/2026

સરકારી વિનયન કોલેજ, વાવ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ

સરકારી વિનયન કોલેજ, વાવ ખાતે શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા કુલ 413 વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વિદ્યાર્થીઓને કોલેજના શૈક્ષણિક વાતાવરણ, નિયમો અને વિવિધ પ્રવૃત્તિઓથી પરિચિત કરવાનો હતો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને આચાર્યશ્રી ડો. માલા બી. શર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને નિયમિત અભ્યાસ, સમયપાલન, શિસ્ત અને વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂક્યો હતો.અનુભવી નિષ્ણાત તરીકે ડો. પદમભાઈ પટેલે પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું. તેમણે ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને સકારાત્મક અભિગમ, સતત મહેનત અને સ્પષ્ટ લક્ષ્ય સાથે અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા.ત્યારબાદ પ્રા. શીવાભાઈ ખાંભલા દ્વારા કોલેજનો પરિચય તેમજ એસ.એસ.એસ.અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમણે કોલેજની શૈક્ષણિક સુવિધાઓ, વિવિધ પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું.

ડો. મોતીભાઈ દેસાઈએ શારીરિક શિક્ષણ, સ્વાસ્થ્ય, શિસ્ત અને અનુશાસન અંગે ઉપયોગી માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને રમતગમતમાં ભાગ લેવા તથા જવાબદાર વિદ્યાર્થી તરીકે પોતાની ફરજો નિભાવવાની પ્રેરણા આપી.સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન વિપુલભાઈ વજીર અને ડિજિટલ સંચાલન લાલાભાઇ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ખોડાભાઈ ગોહિલ અને વિક્રમભાઈ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને શિસ્ત સમય પાલન અને વહીવટી બાબત અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ કોલેજના નિયમો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વ્યક્તિત્વ વિકાસ અંગે ઉપયોગી માહિતી પ્રાપ્ત કરી હતી. આ પ્રવેશોત્સવ નવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શક સાબિત થયો હતો.

Jay Jagannath
16/07/2026

Jay Jagannath

તા. 16 જુલાઈ, 2026 ના રોજ સરકારી વિનયન કોલેજ, વાવ ખાતે CAWACH (Cybersecurity Awareness and Creative Handholding) અંતર્ગત...
16/07/2026

તા. 16 જુલાઈ, 2026 ના રોજ સરકારી વિનયન કોલેજ, વાવ ખાતે CAWACH (Cybersecurity Awareness and Creative Handholding) અંતર્ગત સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે સમૂહ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 15 જુલાઈ, 2026ના રોજ સરકારી વિનયન કોલેજ, વાવ ખાતે સંસ્કૃત વિભાગના આયોજન હેઠળ સંસ્કૃત મહોત્સવ, આષાઢના પ્રથમ દિવસ (आषा...
16/07/2026

તા. 15 જુલાઈ, 2026ના રોજ સરકારી વિનયન કોલેજ, વાવ ખાતે સંસ્કૃત વિભાગના આયોજન હેઠળ સંસ્કૃત મહોત્સવ, આષાઢના પ્રથમ દિવસ (आषाढस्य प्रथमदिवसे) તેમજ મહાકવિ કાલિદાસ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

Address

Opp. Marketyard, Bhabhar Road, Wav, Ta Wav, Dist Banaskantha
Vav
385575

Alerts

Be the first to know and let us send you an email when Government Arts College Wav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Government Arts College Wav:

Shortcuts

Share