20/08/2026
હેવી વોટર બોર્ડ દ્વારા CSR પહેલ હેઠળ વડોદરાની મ્યુનિસિપલ શાળાઓને સેનેટરી પેડ વેન્ડિંગ મશીનનું વિતરણ
માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા હકારાત્મક પગલામાં હેવી વોટર બોર્ડ (HWB) મુંબઈ, પરમાણુ ઊર્જા વિભાગ, ભારત સરકાર તરફથી આજે વડોદરાના હેવી વોટર બોર્ડ ફેસિલિટીઝ (HWBF ) ખાતે વડોદરા મ્યુનિસિપલ સેવાસદન સંચાલિત, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને સેનેટરી પેડ વેન્ડિંગ મશીન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુંબઈના હેવી વોટર બોર્ડના ડિરેક્ટર (O/T) શ્રી કે.વી.ટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શ્રી મુદિત શ્રીવાસ્તવ IFA ,HWB મુંબઈ, શ્રી નિતેશ મહેતા, ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી HWBF, વડોદરા, શ્રી અબ્દુલ કરીમ ખાન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ક્લાસ-3 HWBF વડોદરા અને જનરલ મેનેજરશ્રીઓ, OSD શ્રીઓ, વિવિધ હેવી વોટર પ્લાન્ટ HWPS અને હેવી વોટર બોર્ડ ફેસીલીટીસ HWBF ના વહીવટી અધિકારીશ્રીઓ અને અન્ય અધિકારીઓ પણ આ પહેલને સમર્થન આપવા માટે હાજર રહ્યા હતા.
HWB મુંબઈના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ શ્રી વી.વી.એસ.એ પ્રસાદના નેતૃત્વમાં સેનેટરી પેડ વેન્ડિંગ મશીનની સહાય કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, વડોદરાના ચેરમેન, શ્રીમતી અંજનાબેન પી. ઠક્કરએ વેન્ડિંગ મશીન સહાયનો સ્વીકાર કરેલ.