19/09/2026
આજરોજ તારીખ 18/09/2026 ને શુક્રવારના રોજ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં વિકસિત ભારત- 2047 અને સેવા અને સુશાસન અંતર્ગત ધોરણ 6 થી 8 ના બાળકોને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી જેમાં વડોદરા કોર્પોરેશનના મેયર શ્રી તથા અન્ય કોર્પોરેટર શ્રીઓ તથા મહાનુભાવો, એસ.એમ.સી.ના સભ્યો હાજર રહ્યા હતા. આવેલ મહેમાન શ્રીઓની હાજરીમાં તમામ બાળકોએ ચિત્ર દોર્યા તેમાં કલર પૂર્યા ચિત્ર સ્પર્ધામાં તમામ બાળકોએ ભાગ લીધો સમગ્ર કાર્યક્રમના અંતે મેયરશ્રીએ પોતાના શુભઆશિષ આપી બાળકોને ખૂબ બિરદાવ્યા. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી એ પધારેલ તમામ મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો.