17/06/2026
અશોક ભટ્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ, ઉમરેઠ ખાતે ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા માટે સાયબર સેલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા સુરક્ષા, ડિજિટલ ધરપકડ (Digital Arrest) જેવી ઠગાઈઓથી સાવચેત રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ સાયબર ગુનાનો ભોગ બન્યે તાત્કાલિક 1930 હેલ્પલાઇન અને રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ પોર્ટલનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવવાની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સાયબર સુરક્ષા અંગે ઉપયોગી માહિતી મેળવી.