श्री गायत्री विद्यालय,थराद

  • Home
  • India
  • Tharad
  • श्री गायत्री विद्यालय,थराद

श्री गायत्री विद्यालय,थराद Quality Education • Sanskar • Bright Future – Gaytri Vidyalay, Tharad

🎉 ગૌરવની ક્ષણ 🎉શ્રી ગાયત્રી વિદ્યાલય તથા માતુશ્રી જ્વતિબેન સવાભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા, થરાદધોરણ 10 પરિણામ 2026 માં...
06/05/2026

🎉 ગૌરવની ક્ષણ 🎉
શ્રી ગાયત્રી વિદ્યાલય તથા માતુશ્રી જ્વતિબેન સવાભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા, થરાદ
ધોરણ 10 પરિણામ 2026 માં ભવ્ય સફળતા ✨
🏆 કુલ પરિણામ : 94.37%
👨‍🎓 પરીક્ષાર્થી : 409
✅ પાસ વિદ્યાર્થીઓ : 386
🌟 A1 ગ્રેડ મેળવનાર : 33 વિદ્યાર્થીઓ
🌟 A2 ગ્રેડ મેળવનાર : 77 વિદ્યાર્થીઓ
🥇 શાળામાં પ્રથમ ક્રમે
ચૌધરી અસ્મિતાબેન શામજીભાઈ
📚 583/600 — 97.17%
PR : 99.90
આ ભવ્ય સફળતા માટે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, વાલીઓ તથા સમગ્ર શાળા પરિવારને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 💐
📍 શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ
“ગુણવત્તાસભર શિક્ષણ તરફ સતત પ્રયત્ન” ✨

🎉 ગૌરવપૂર્ણ સિદ્ધિ 🎉શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ માટે ગર્વની ક્ષણ ✨માર્ચ 2026 માં ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) માં 🎯 100% પરિ...
04/05/2026

🎉 ગૌરવપૂર્ણ સિદ્ધિ 🎉
શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ માટે ગર્વની ક્ષણ ✨
માર્ચ 2026 માં ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) માં 🎯 100% પરિણામ પ્રાપ્ત થયું છે.

📚 અમારા વિદ્યાર્થીઓએ ઉત્તમ ગુણ મેળવી શાળાનું, ગામનું અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

👏 તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન 💐
🙏 આ સફળતા પાછળ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સંયુક્ત પ્રયત્નોને દિલથી અભિનંદન

🌟 શ્રી ગાયત્રી વિદ્યાલય – ગુણવત્તાસભર શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ

📢 Admission Open 2026-27
👉 આજે જ સંપર્ક કરો
📍 થરાદ

🎉 ગૌરવની ક્ષણ 🎉શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ માટે અત્યંત આનંદ અને ગૌરવની વાત છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ – પરિણામ વર્ષ 20...
04/05/2026

🎉 ગૌરવની ક્ષણ 🎉
શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ માટે અત્યંત આનંદ અને ગૌરવની વાત છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ – પરિણામ વર્ષ 2026માં વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે.

💐 તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન 💐
🙏 માતા-પિતા, શિક્ષકો અને શાળા પરિવારનો આ સફળતામાં અમૂલ્ય ફાળો છે.

📚 શ્રી ગાયત્રી વિદ્યાલય – ગુણવત્તાસભર શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામ માટે પ્રતિબદ્ધ

📢 Admission Open (2026–27)

👉 આજે જ સંપર્ક કરો અને તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો
📍 સ્થાન : ગાયત્રી મંદિર પાસે, સાંજોર હાઇવે, થરાદ
📞 સંપર્ક : 98255 78075

🎓 ધોરણ 11 સાયન્સ પ્રવાહ માટે અભિયોગ્યતા કસોટી – 2026🏫 શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ📅 તારીખ: 19-03-2026 (ગુરૂવાર)⏰ સમય: સવા...
13/03/2026

🎓 ધોરણ 11 સાયન્સ પ્રવાહ માટે અભિયોગ્યતા કસોટી – 2026

🏫 શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ

📅 તારીખ: 19-03-2026 (ગુરૂવાર)
⏰ સમય: સવારે 10:00 થી 12:00

📚 NEET / JEE માટે નિષ્ણાત શિક્ષકો દ્વારા માર્ગદર્શન.

📲 રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીનું પૂરું નામ અને મોબાઈલ નંબર વોટ્સએપ કરો : 7676353533

📍 સ્થળ: થરાદ–સાંચોર હાઇવે, થરાદ

01/02/2026

🇮🇳 ગૌરવની ક્ષણ – શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ 🇮🇳📜 ૭૭મા પ્રજાસત્તાક પર્વ (૨૬ જાન્યુઆરી ૨૦૨૬) નિમિત્તે વાવ–થરાદ જિલ્લામાં ર...
30/01/2026

🇮🇳 ગૌરવની ક્ષણ – શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ 🇮🇳
📜 ૭૭મા પ્રજાસત્તાક પર્વ (૨૬ જાન્યુઆરી ૨૦૨૬) નિમિત્તે વાવ–થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ અત્યંત સફળતાપૂર્વક યોજાયો.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ દ્વારા કરવામાં આવેલા ઉત્તમ આયોજન, શિસ્ત, સંકલન અને સહયોગ બદલ
માનનીય પોલીસ અધિક્ષક (IPS) શ્રી ચિંતન નૈયા સાહેબ, વાવ–થરાદ દ્વારા શાળાને આભાર તથા પ્રશંસાપત્ર પ્રદાન કરવામાં આવ્યું.
✨ આ સિદ્ધિમાં શાળાના
👨‍🏫 સંચાલન
👩‍🏫 શિક્ષકવર્ગ
👨‍💼 સ્ટાફ
👦👧 વિદ્યાર્થીઓ
બધાના સામૂહિક પ્રયત્નો પ્રશંસનીય રહ્યા.
🌟 વિશેષ યોગદાન
➡️ શાળા પ્રિન્સિપાલ Dr. R. V. Patel Sir
➡️ કેમ્પસ ડિરેક્ટર Shri R. R. Patel Sir
ના માર્ગદર્શન, આયોજનક્ષમતા અને નેતૃત્વથી કાર્યક્રમ વધુ સુવ્યવસ્થિત અને સફળ બન્યો.
🙏 અમે તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ રાષ્ટ્રસેવા તથા જાહેર કાર્યક્રમોમાં આવી જ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરતા રહીશું.
જય હિંદ 🇮🇳 | વંદે માતરમ 🇮🇳

26/01/2026

આજે વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે 🇮🇳
શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ, મોડેલ સ્કૂલ, થરાદ, શ્રી રાજેશ્વર વિદ્યાલય, થરાદ તથા શ્રી એમ.એસ. વિદ્યામંદિર, થરાદ – આ ચાર શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા મનમોહક અને શાનદાર ડાંડિયા નૃત્ય પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું. 💃🪔
રંગબેરંગી વેશભૂષા 👗, તાલબદ્ધ સંગીત 🎶 અને સુંદર સમન્વય સાથેના આ પ્રદર્શનએ ઉપસ્થિત સૌનું મન મોહી લીધું 👏😍 અને ઉજવણીને યાદગાર બનાવી. 🎉✨

શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ ખાતે રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે ત્રણ દિવસીય ભવ્ય શસ્ત્ર પ્રદર્શનનું આયો...
24/01/2026

શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ ખાતે રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે ત્રણ દિવસીય ભવ્ય શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સુરક્ષા, સીમા રક્ષા તથા આંતરિક સલામતી માટે ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો અને સાધનોનું જીવંત દર્શન વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે પ્રેરણારૂપ બન્યું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના કરકમલોથી કરવામાં આવ્યું, જે સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ હતી.

ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શાળાના પ્રાથમિક વિભાગના નાનકડા વિદ્યાર્થીઓએ ભારત દેશના નકશાના આકારમાં ગોઠવાઈને દેશપ્રેમથી ભરપૂર, શિસ્તબદ્ધ અને અદભુત સ્વાગત રજૂ કર્યું. બાળકોની દેશભક્તિ, એકતા અને સંયમનું આ દ્રશ્ય દરેક દર્શકના હૃદયને સ્પર્શી ગયું. તિરંગાના રંગોમાં સજાયેલું મેદાન, દેશભક્તિના ગીતો અને સૈનિકોના શૌર્યની ઝાંખી દર્શાવતું સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત બની ગયું હતું.

આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, જવાબદારી અને દેશસેવાની ભાવના વધુ મજબૂત બની. આધુનિક ટેકનોલોજીથી સજ્જ શસ્ત્રો, વાહનો અને સુરક્ષા વ્યવસ્થાની માહિતી મળવાથી બાળકોને દેશની સીમાઓની રક્ષા માટે કાર્યરત સૈનિકો તથા સુરક્ષા દળો પ્રત્યે ગૌરવની લાગણી અનુભવાઈ.

આ ઉપરાંત, વાવ–થરાદ જિલ્લાના દરેક શાળાના વિદ્યાર્થીઓ આ અદભુત પ્રદર્શન નિહાળવા માટે શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદ ખાતે આવી રહ્યા છે. આ સમગ્ર શસ્ત્ર પ્રદર્શનનું આયોજન જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું છે, જે સમગ્ર જિલ્લામાં શિક્ષણ અને રાષ્ટ્રભાવનાના ક્ષેત્રે એક યાદગાર અને ગૌરવપૂર્ણ પ્રકરણ બની રહ્યું છે.

આ શસ્ત્ર પ્રદર્શનના સફળ આયોજનમાં શાળાના ટ્રસ્ટીગણ, કેમ્પસ ડિરેક્ટર તેમજ શાળાના માનનીય પ્રિન્સિપાલ સાહેબે પણ જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રને ભરપૂર સહયોગ આપ્યો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે ચાલી રહ્યો છે.

શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદના આદ્ય સ્થાપકપૂજ્ય જગતાબાપુને તેમની ૨૦મી પુણ્યતિથિ પરકોટી કોટી નમન 🙏શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક...
19/01/2026

શ્રી ગાયત્રી વિદ્યાલય, થરાદના આદ્ય સ્થાપક
પૂજ્ય જગતાબાપુને તેમની ૨૦મી પુણ્યતિથિ પર
કોટી કોટી નમન 🙏

શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી,
પરંતુ સંસ્કાર, શિસ્ત, સેવા અને માનવતા સાથે જોડાયેલું હોવું જોઈએ –
આ સત્યને પોતાના સમગ્ર જીવનથી સાકાર કરનાર
પૂજ્ય જગતાબાપુ એક જીવંત પ્રેરણાસ્ત્રોત હતા.

તેમણે વિદ્યાલયને માત્ર ભવન નહીં,
પરંતુ સંસ્કારનું મંદિર બનાવ્યું.
હજારો વિદ્યાર્થીઓના જીવનમાં
જ્ઞાનનો દીવો પ્રગટાવી
તેમણે અંધકારમાંથી પ્રકાશ તરફનો માર્ગ બતાવ્યો.

આજે પણ તેમના વિચારો, તેમનું માર્ગદર્શન
અને તેમનો સેવાભાવ
અમારા હૃદયોમાં અમર છે.
એમની સ્મૃતિને શત શત વંદન,
શ્રદ્ધાભરી અંજલિ અને કૃતજ્ઞ નમન. 🌹

#જગતાબાપુ








🙏🌹

19/01/2026

🎉 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉
આદરણીય શ્રી જે. એમ. ચૌધરી સાહેબ
(માધ્યમિક વિભાગ – સુપરવાઈઝર)
આપનું માર્ગદર્શન, શિસ્ત અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અમારી શાળાની અમૂલ્ય ધરોહર છે 🙏
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘ આયુષ્ય અને સતત સફળતા અર્પે એવી હાર્દિક કામના 🌸
આપનો અનુભવ અને માર્ગદર્શન વિદ્યાર્થીઓ તથા સ્ટાફ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બનતું રહે 🌟
જન્મદિવસ મુબારક સાહેબ 🎂🎈
— શાળા પરિવાર તરફથી 🏫💐 🎁🎉🌹🎂

Address

Tharad

Telephone

+912737222003

Website

Alerts

Be the first to know and let us send you an email when श्री गायत्री विद्यालय,थराद posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to श्री गायत्री विद्यालय,थराद:

Shortcuts

Share

Category