Government Highschool Vantdau

Government Highschool Vantdau This is a official page of Government secondary and higher secondary school vantdau.

We would like to share here about the different activities and celebration of days in our school.

શાળાના ઈતિહાસ વિષયના ઉત્સાહી શિક્ષકશ્રી આશિષભાઈ મછાર સાહેબ દ્વારા પ્રથમ પરીક્ષામાં પ્રથમ સ્થાને આવેલ ધોરણ 9 થી 12 ના ચાર...
15/12/2025

શાળાના ઈતિહાસ વિષયના ઉત્સાહી શિક્ષકશ્રી આશિષભાઈ મછાર સાહેબ દ્વારા પ્રથમ પરીક્ષામાં પ્રથમ સ્થાને આવેલ ધોરણ 9 થી 12 ના ચારેય વિદ્યાર્થીઓને 6.. 6 ચોપડા, 10.. 10 બોલપેન અને એક એક પુરવણીનો સેટ પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યા.
શ્રી આશિષભાઈ એ પ્રથમ પરીક્ષા પહેલાં બાળકોને પ્રથમ સ્થાન મેળવવા આહ્વાન કરતા કહ્યું હતું કે પ્રથમ નંબર મેળવનારા દરેક વિદ્યાર્થીના આખા વર્ષના ચોપડા, બોલપેન સાહેબ આપશે..
આ રીતે બાળકોને અભ્યાસમાં મેહનત કરવા પ્રેરિત કરતા શિક્ષક એ વિષેશ અભિનંદન અને પ્રશંસાને પાત્ર છે. શિક્ષક બાળકને વર્ગમાં ભણાવે છે, સતત પ્રેરિત કરે છે.. તદુપરાંત શ્રી આશિષભાઈ જેવા શિક્ષકો એક ડગલું આગળ વધીને પોતાના પૈસે બાળકોને આવા ઈનામ આપી પ્રેરિત કરે છે. સાહેબશ્રીનો હાર્દિક આભાર.. અભિનંદન.. 🙏🏻🎉

વિજ્ઞાન એ પ્રયોગનો વિષય કહેવામાં આવે છે. આપણી સરકારી માઘ્યમિક અને ઉ.મા.શાળા વાંતડાઉના તજજ્ઞ વિજ્ઞાન શિક્ષકશ્રી મુકેશભાઈ ...
24/09/2025

વિજ્ઞાન એ પ્રયોગનો વિષય કહેવામાં આવે છે. આપણી સરકારી માઘ્યમિક અને ઉ.મા.શાળા વાંતડાઉના તજજ્ઞ વિજ્ઞાન શિક્ષકશ્રી મુકેશભાઈ મોદી બાળકોને દરેક પાઠ અને ટોપીક ઝીણવટ પૂર્વક પ્રયોગ બતાઈને ભણાવે છે.
સરકારી શાળામાં છેવાડાના વિસ્તારોમાં આટલા ખંત અને પ્રાયોગિક અભિગમથી વિજ્ઞાન ભણાવવામાં આવે છે એ એક અભુતપૂર્વ અને અત્યંત પ્રશંસનીય કામગીરી છે. ખુબ ખુબ અભિનંદન મોદી સાહેબ.. અહીં ધોરણ 10નો એક ટોપીક પ્રયોગ દ્વારા સમજાવવા માં આવ્યો છે જે આપણે લિંક ખોલીને નિહાળી શકીએ છીએ....

https://youtu.be/O0nAIkcGSkg?si=KwNXldM5ERbyxHyz
🎉🎉

#પ્રવૃત્તિ2.3 #ધોરણ_10

03/07/2025

આજ રોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વાંતડાઉ ખાતે શાળામાં ત્રણ ગુરૂજનોનો વિદાય સમારંભ યોજાયો. અત્રેની શાળામાં ઉ. મા. વિભાગમાં ચાર વર્ષ ને છ માસથી શિક્ષણ સહાયક તરીકે ઉમદા ફરજ બજાવતા શ્રી વિજયભાઈ ચૌધરી સાહેબ જેમનાં વતનમાં બદલી મળતાં, તથા શાળામાં છેલ્લા બે વર્ષથી જ્ઞાન સહાયક તરીકે નિખાલસ ફરજ બજાવતા શ્રી પ્રકાશભાઈ તરક સાહેબને ઉ.મા. વિભાગમાં દીપડા ખાતે કાયમી શિક્ષક તરીકે નિમણૂંક મેળવતાં અને એક વર્ષથી કામ કરતા પટેલ તેજલબહેનને નવા શિક્ષકની ભરતી થતાં અત્રેની શાળામાં આજે સન્માનિત કરીને એમનો ઋણ સ્વીકાર કરી ,હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા ગુરુજનો દ્વારા લાગણીસભર વિદા ય આપવામાં આવી.
આભાર..🙏🏻
Prakash T Chaudhary Husain Juneja

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -2025 નિમિતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, વાંતડાઉ ખાતે શ્રી વાં...
28/06/2025

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -2025 નિમિતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, વાંતડાઉ ખાતે શ્રી વાંતડાઉ અનુપમ પ્રાથમિક શાળા, ગામની આંગણવાડી તથા માધ્યામિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના બાળકોનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થરાદ તાલુકાના બ્લૉક હેલ્થ ઓફિસર શ્રી એચ. વી. જેપાલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો...💫

योग: कर्मसु कौशलम्11માં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વાંતડાઉ તથા શ્રી વાંતડ...
24/06/2025

योग: कर्मसु कौशलम्
11માં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વાંતડાઉ તથા શ્રી વાંતડાઉ અનુપમ પ્રાથમિક શાળા.

આજરોજ સેવાનિવૃત્ત સૈનિક શ્રી નરેશભાઈ  ચૌહાણ સાહેબે સરકારી માધ્યમિક શાળા વાંતડાઉની મુલાકાત લીધી. શ્રી નરેશભાઈ કારગીલ યુદ્...
19/03/2025

આજરોજ સેવાનિવૃત્ત સૈનિક શ્રી નરેશભાઈ ચૌહાણ સાહેબે સરકારી માધ્યમિક શાળા વાંતડાઉની મુલાકાત લીધી. શ્રી નરેશભાઈ કારગીલ યુદ્ધમાં તથા શ્રીલંકા ગયેલ ભારતની શાંતિ સેનામાં સહભાગી થવાની સાથે સાથે ભુતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. શ્રી જ્ઞાનીઝેલસિંહના સુરક્ષા ગાર્ડમાં સેવા આપી ચૂક્યા છે, અને વાંતડાઉ પ્રા. શાળાના ભુતપૂર્વ આચાર્ય શ્રી વરજાંગભાઈ ચૌહાણ સાહેબના નાનાભાઈ છે. આદરણીય નરેશભાઈએ પોતાના પ્રેરણાદાયી વ્યક્તિત્વ સાથે બાળકોને રાષ્ટ્રભક્તિના પાઠ ભણાવ્યા તો સાથે સાથે યોગ કરી બતાવ્યા અને સરસ મજાના ગીતો પણ ગાઈ સંભળાવ્યા..
ચોમુખી પ્રતિભાના ધની સાહેબશ્રીનું આગમન અમારા માટે ખુબ જ લાભકારી અને પ્રેરણાદાયી રહ્યું.. શાળા પરિવાર સાહેબની લાગણી માટે હંમેશા ઋણી રહેશે..
🙏🏻🙏🏻

*શુભેચ્છા સંદેશ*                   આજ રોજ વાઘાસણ ખાતે આયોજિત ખેલમહાકુંભ 3.0 માં તાલુકા કક્ષાના એથલેટિક્સ રમતોત્સવમાં આપણ...
10/01/2025

*શુભેચ્છા સંદેશ*
આજ રોજ વાઘાસણ ખાતે આયોજિત ખેલમહાકુંભ 3.0 માં તાલુકા કક્ષાના એથલેટિક્સ રમતોત્સવમાં આપણી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વાંતડાઉના નીચેની વિગતે વિદ્યાર્થીઓ વિજેતા બની શાળા પરિવાર નું નામ રોશન કરેલ છે.

👉 *લંગડીફાળ કુદ (Open)* 🥇
ચૌધરી સતિષભાઈ રામસિંહભાઈ
*(પ્રથમ)*

👉 *100 મીટર દોડ (U-17)* 🥇
ચૌધરી નિકિતાબેન ભગવાનભાઈ
*(પ્રથમ)*

👉 *ગોળાફેંક (U-17) 🥇*
સાંગરા જયશ્રીબેન મોહનભાઈ
*(પ્રથમ)*

👉 *દોડ 400 મીટર (U-17)* 🥈
પાંચલ અલ્પેશભાઈ મફાભાઈ
*(બીજો)*

👉 *ચક્રફેંક (U-17) 🥉*
પાંચલ પ્રભાતભાઈ ગણેશાભાઈ
*(ત્રીજો)*

👉 *બરછી ફેંક (Open)* 🥉
ચૌધરી પ્રવીણભાઈ કાનજીરામ
*(ત્રીજો)*

શાળા પરિવાર તમામ બાળકોને તથા તેમના પ્રશિક્ષકશ્રી થરાદરા હીરાભાઈ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. જિલ્લા કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે એવી શુભકામનાઓ...
🎉🎉✌️✌️🎉🎉

ગઈકાલે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વાંતડાઉ ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે એક દિવસીય ગરબા પ્રોગ્રામનું આયોજન કર...
29/10/2023

ગઈકાલે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વાંતડાઉ ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે એક દિવસીય ગરબા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો પરંપરાગત વેશભૂષામાં આવીને ગરબામાં ઝૂમ્યા.. 🙏🏻💫🙏🏻

આજરોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વાંતડાઉ ખાતેથી એક દિવસીય ગોલાસણ હનુમાનજી મંદિર દર્શન પગપાળા યાત્રાનું આયો...
22/07/2023

આજરોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વાંતડાઉ ખાતેથી એક દિવસીય ગોલાસણ હનુમાનજી મંદિર દર્શન પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.. જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિશ્વની સૌથી મોટી નંદીશાળાની પરિક્રમા કરી, શ્રી ધન્વંતરિ આયુર્વેદિક બાગ નિહાળ્યું તથા શ્રીરામજી મંદીર ખાતે પ્રાર્થના સભા કરવામાં આવી.. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શંકરભાઈ એ. દેસાઈ સાહેબ (GES વર્ગ-2) દ્વારા તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો..

આજરોજ ગુરુપૂર્ણમાના પાવન પર્વની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વાંતડાઉ ખાતે ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી... શાળ...
03/07/2023

આજરોજ ગુરુપૂર્ણમાના પાવન પર્વની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વાંતડાઉ ખાતે ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી... શાળાના બાળકો દ્વારા ગુર મહિમાને લગતાં રસપ્રદ વક્તવ્ય અને ભજન રજૂ કરવામાં આવ્યા.. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શંકરભાઈ એ દેસાઈ સાહેબ (ગુ. રા. શિ.સે.વર્ગ-૨) દ્વારા વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાના આશીર્વચન આપવામાં આવ્યા.. તથા શાળાના શિક્ષકશ્રી હુસેનશા એમ. જુણેજા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામા આવ્યો...

સરકારી માધ્યમિક શાળા વાંતડાઉ ખાતે બાળકોમાં લોકશાહી શાસન વ્યવસ્થાની પ્રાણ સમાન ચૂંટણીની પ્રક્રિયા વિશેની સમજ કેળવાય તેવા ...
25/06/2023

સરકારી માધ્યમિક શાળા વાંતડાઉ ખાતે બાળકોમાં લોકશાહી શાસન વ્યવસ્થાની પ્રાણ સમાન ચૂંટણીની પ્રક્રિયા વિશેની સમજ કેળવાય તેવા હેતુથી શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી જેમાં શાળામાં મહામંત્રી સહિતના વિવિધ 11 જેટલા ખાતાઓ માટે વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી થતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો..

Address

Tharad
GOVERNMENTHIGHSCHOOLVANTDAU

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 7:30am - 11:30am

Telephone

+917600909528

Website

Alerts

Be the first to know and let us send you an email when Government Highschool Vantdau posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Government Highschool Vantdau:

Shortcuts

Share

Category