02/10/2025
*_🌟✨ પ્રિય પૂર્વ વિદ્યાર્થી મિત્રો માટે એક ખાસ અપીલ ✨🌟_*
પ્રિય મિત્રો,
આપણી *શ્રી એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર* માત્ર એક ઇમારત નહોતી… એ તો આપણી યાદોનું ઘર હતું ❤️ – *જ્યાં જીવનભર સાથ આપનારા મિત્રો મળ્યા, જ્યાં સપનાઓને પાંખો મળી અને જ્યાંથી આજે આપણે દરેકે પોતપોતાની ઓળખ બનાવી છે.*
આપણી કોલેજનું ગૌરવ આપણી ઓળખ સાથે જોડાયેલું છે. *હવે સમય આવ્યો છે કે આપણે બધા ફરી એક થઈએ, આપણા સંબંધોને મજબૂત કરીએ અને એક મજબૂત પૂર્વ વિદ્યાર્થી પરિવાર (Alumni Family) ઉભો કરીએ.*
👉 એ માટે જ અમે એક સરળ ફોર્મ તૈયાર કર્યું છે.
તમારા 2 મિનિટ આ પરિવારને જીવનભર મજબૂતી આપશે.
🖊️ અહીં ફોર્મ ભરો:
🔗 https://forms.gle/MecV5fXmVFcdzEgZ7
ફોર્મ ભરવાથી શું થશે?
✅ આપણી Alumni Association નો સત્તાવાર ડેટાબેસ તૈયાર થશે
✅ સૌને એક જ પ્લેટફોર્મ પર જોડી શકાશે
✅ કોલેજના વિકાસ અને વિદ્યાર્થીઓના હિત માટે આપનું યોગદાન નોંધાઈ શકશે.
✅ આવનારી Alumni Meet, કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ માટે તમને આમંત્રણ મળશે
પ્રિય મિત્ર,
આપણી ઓળખ કોલેજથી છે અને કોલેજની ઓળખ આપણાથી...
*ચાલો… દરેક મિત્ર સુધી આ સંદેશ પહોંચાડીએ અને સૌ સાથે મળી Alumni પરિવારને જીવંત અને શક્તિશાળી બનાવીએ.*
*🙏 તો વિલંબ નહીં કરો – આજેજ ફોર્મ ભરો અને અન્ય મિત્રો સાથે લિંક શેર કરો.*
શ્રી એમ પી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ભૂતપૂર્વ વિધાર્થીઓની વિગત
વ્યક્તિગત માહિતી
07/09/2023
શ્રી એમ. પી. શાહ આર્ટસ & સાયન્સ કોલેજના અભૂતપૂર્વ વિદ્યાર્થી તથા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ક્ષત્રિય સમાજના વરિષ્ઠ આગેવાન રણજીતસિંહજી જીલુભા ઝાલાનું આજરોજ દુઃખદ અવસાન થયું છે.
ઈશ્વર તેમની દિવ્ય આત્માને ચીર શાંતિ અર્પે એવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏
10/07/2022
સુરેન્દ્રનગર જિલ્લાની શ્રેષ્ઠ કૉલેજ એવી શ્રી એમ. પી. શાહ આર્ટ્સ & સાયન્સ કૉલેજના યુવાન, ઉત્સાહી અને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય આચાર્યશ્રી #ડૉ_અમિતભાઈ_મિશ્રા સાહેબને જન્મદિવસની અનેક શુભકામનાઓ💐🎂💐
15/12/2021
શ્રી એમ. પી. શાહ આર્ટ્સ & સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગરના અભૂતપૂર્વ વિદ્યાર્થી, Alumni Association ના ટ્રસ્ટી, LICના કર્મઠ વિકાસ અધિકારી, બહુમુખી પ્રતિભા ધરાવતાં સર્વસ્વીકૃત અને લાગણીશીલ સ્વ સુજાનસિંહ ગજેન્દ્રસિંહ ઝાલાની તૃતિય માસિક પુણ્યતિથિ નિમિત્તે પરિવાર અને મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે થેલેસેમીયાગ્રસ્ત બાળકોના લાભાર્થે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા અને વધુને વધુ લોકોને રક્તદાન કરાવવા સૌને નમ્ર વિનંતી છે. રજીસ્ટ્રેશન માટેની લીંક:- https://forms.gle/zjtiPo4LTxCYnV2N9
તારીખ:- ૧૯/૧૨/૨૦૨૧, રવિવાર.
સમય:- સવારે ૯:૩૦ કલાક થી બપોરે ૧:૦૦ કલાક સુધી.
સ્થળ:- શ્રી એમ. પી. શાહ આર્ટ્સ & સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર.
08/11/2021
#શ્રી_એમ_પી_શાહ_આર્ટ્સ_એન્ડ_સાયન્સ_કોલેજ_સુરેન્દ્રનગરનું_ગૌરવ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની, દેશ-વિદેશમાં હાસ્ય કલાકાર અને લેખક તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર શ્રી એમ. પી. શાહ આર્ટ્સ & સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગરના અભૂતપૂર્વ વિદ્યાર્થી આદરણીય શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડને દેશના રાષ્ટ્રપતિશ્રી દ્વારા #પદ્મશ્રી નું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું.
ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
17/09/2021
શ્રી એમ. પી. શાહ આર્ટસ & સાયન્સ કોલેજના અભૂતપૂર્વ વિદ્યાર્થી અને ખૂબ જ બાહોશ તેમજ સરળ વ્યક્તિ એવા સુજાનસિંહ ઝાલાનું અત્યંત દુ:ખદ અવસાન થયું છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના પવિત્ર આત્માને શાંતિ આપે એ પ્રાથના🙏
06/08/2021
Online Admission/ M.P. Shah Arts and Science College
B.Sc. semester 1 માં એડમિશન મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરશો.
B.Sc. semester 1 admission online form link: https://mpsasc.edu.in/student/online-admission
આ ફોર્મ તારીખ 11/08/2021 (સાંજે 5 વાગ્યા) સુધી ONLINE ભરી શકાશે. વધુ વિગત માટે કોલેજ વેબસાઈટ જુઓ.
કોલેજ વેબસાઈટ: https://mpsasc.edu.in/
M.P.SHAH Arts & Science College | mpsasc.edu.in
Arts and Science College
27/03/2021
સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રથમ પ્રમુખ અને શ્રી એમ. પી. શાહ આર્ટ્સ & સાયન્સ કૉલેજ, સુરેન્દ્રનગરના અભૂતપૂર્વ વિદ્યાર્થી આદરણીય વિરેન્દ્રભાઈ આચાર્ય તથા ઉપપ્રમુખશ્રી નિખિલભાઈ ચાંપાનેરીનું આ કૉલેજના એલુમની એસોસિયેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું અને આપણા શહેરના વિકાસમાં કેવી રીતે સહયોગી થઈ શકાય તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
16/03/2021
શ્રી એમ. પી. શાહ આર્ટ્સ & સાયન્સ કૉલેજ,સુરેન્દ્રનગરના અભૂતપૂર્વ વિદ્યાર્થી તથા શિક્ષણ ક્ષેત્રે જેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે એવા શ્રી વિરેન્દ્રભાઈ આચાર્યની સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐💐💐
14/01/2021
#પ્રેરણાનો_અવિરત_પ્રવાહ_એટલે_આપણી_પ્રજ્ઞાચક્ષુ_બહેનો
સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે શ્રી એમ. પી. શાહ આર્ટ્સ & સાયન્સ કૉલેજ,સુરેન્દ્રનગરના એલુમની એસોસિયેશન અને એન.એસ.એસ. વિભાગ દ્વારા આયોજિત સ્વેચ્છિક રક્તદાન શિબિરની શરૂઆત આપણી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રક્તદાન કરી સૌને સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આદરણીય ડૉ.નિતિનભાઇ પેથાણી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ સૌપ્રથમ વખત સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સંસ્થાને આ સેવાયજ્ઞ માટે બિરદાવી. આ ઉપરાંત અનેક સામાજિક શ્રેષ્ઠિઓ જેમકે શ્રી મનહરસિંહ ઝાલા, શ્રી મનસુખભાઈ સભાણી, શ્રી અશ્વિનજી શર્મા, શ્રીમતી વર્ષાબેન દોશી, શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી અનિરુદ્ધસિંહ પઢિયાર, શ્રી શંકરભાઈ વેગડ, શ્રી ધનજીભાઈ પટેલ, શ્રી ચંદ્રશેખરભાઈ દવે, શ્રી જયેશભાઈ શુક્લા, શ્રી વાય.બી.રાણા, શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, શ્રી ગૌરાંગભાઈ પુરોહિત, શ્રીમતી સ્મિતાબેન રાવલ, શ્રીમતી જિજ્ઞાબેન પંડ્યા, શ્રી કમલેશભાઈ કોટેચા, શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ, શ્રી રશ્મિનભાઈ મહેતા વગેરે ઉપસ્થિતિ રહ્યા.
02/01/2021
આપણા સૌના પ્રેરણાસ્ત્રોત એવા #સ્વામી_વિવેકાનંદજી ની ૧૫૭મી જન્મજયંતિ ની ઉજવણીના ભાગરૂપે #સ્વેચ્છિક_રક્તદાન_શિબિર માં સહભાગી બની વધુને વધુ લોકોને આ સેવાકાર્યમાં જોડી સ્વામી વિવેકાનંદજીના વિચારોને જાગૃત કરીએ.
રજીસ્ટ્રેશન માટેની લિંક :- https://forms.gle/dDvDjAxnud2NjGEW8