21/02/2025
આજરોજ તારીખ 20 ફેબ્રુઆરી સુમન હાઇસ્કુલ નં.16 ઉર્દુ ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નો શુભેચ્છા સમારંભ તેમજ વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નવયુગ સાયન્સ કોલેજના કેમેસ્ટ્રી વિભાગના HOD મલેક સાહેબ તેમજ એમ.એ.આઈ.હાઇસ્કુલ ઓલપાડ ના રિટાયર પ્રિન્સિપાલ કાઝી સાહેબ, તેમજ શાળા ક્રમાંક 45 ના આચાર્યશ્રી અતુલભાઇ પટેલ ના અધ્યક્ષપણામાં આ કાર્યક્રમ યોજાયો.
આ મહાનુભાવો દ્વારા પરીક્ષાાર્થીઓને અગત્યનું માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ પોતાના કરકમલોથી વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ અને પુરસ્કાર અર્પણ કર્યા.. અંતમાં રાષ્ટ્રગીત ગાઈ ને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી..