Navchetan Vidhyalaya,junagam

Navchetan Vidhyalaya,junagam Navchetan vidyalay

બ્રેકિંગ ન્યૂઝ / ખાસ અહેવાલહેડલાઇન: સુરતના હજીરા સ્થિત નવચેતન વિદ્યાલય ખાતે લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ દ્વારા ભવ્ય વૃક્ષા...
17/08/2026

બ્રેકિંગ ન્યૂઝ / ખાસ અહેવાલ
હેડલાઇન: સુરતના હજીરા સ્થિત નવચેતન વિદ્યાલય ખાતે લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સ્થળ: હજીરા (સુરત)
તારીખ: ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬
વિગતવાર અહેવાલ:
પર્યાવરણ સંરક્ષણ અને "ગ્રીન ગુજરાત"ના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે, આજ રોજ સુરતના હજીરા (સુવાલી) વિસ્તારમાં આવેલી નવચેતન વિદ્યાલય ખાતે લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ (ડિસ્ટ્રિક્ટ 3232 F2) દ્વારા એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન લાયન્સ ક્લબના હોદ્દેદારો, શાળાના શિક્ષકો તથા ઉત્સાહી વિદ્યાર્થીઓએ સાથે મળીને શાળાના પટાંગણમાં વિવિધ પ્રકારના ઉપયોગી અને છાંયડા આપતા રોપાઓનું રોપણ કર્યું હતું. વાવેલા છોડવાઓનું પશુઓથી રક્ષણ થાય તે હેતુથી યોગ્ય સુરક્ષા જાળી (Tree Guards) પણ ગોઠવવામાં આવી હતી.
મુખ્ય હાઇલાઇટ્સ:
* સક્રિય ભાગીદારી: શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ખાડા ખોદીને, ખાતર-માટી પૂરીને તથા પાણી પીવડાવીને વૃક્ષારોપણમાં સક્રિય યોગદાન આપ્યું.
* પર્યાવરણ જાગૃતિ: લાયન્સ ક્લબના સભ્યોએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું અને માત્ર વૃક્ષો વાવવા જ નહીં, પરંતુ તેનું યોગ્ય જતન અને ઉછેર કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.
* ઉમદા પહેલ: વરસાદી ઋતુમાં હરિયાળી વધારવા અને પ્રદૂષણ સામે લડવા માટે સંસ્થા દ્વારા હાથ ધરાયેલી આ પહેલને શાળા પરિવાર તથા સ્થાનિકો તરફથી ભારે સરાહના મળી છે.
કાર્યક્રમના અંતે સંસ્થાના સભ્યો અને શાળા સ્ટાફે પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવાનો દ્રઢ સંદેશ આપ્યો હતો.

17/08/2026
સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી    તા. 15/08/26ને શનિવાર ના રોજ નવચેતન વિકાસ મંડળ સંચાલિત નવચેતન વિદ્યાલય જુનાગામ ( શિવરામપુર)...
15/08/2026

સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી
તા. 15/08/26ને શનિવાર ના રોજ નવચેતન વિકાસ મંડળ સંચાલિત નવચેતન વિદ્યાલય જુનાગામ ( શિવરામપુર) માં 80 માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજ આરોહક શ્રી રાકેશભાઈ મનસુખભાઈ રાઠોડ ( સરપંચ શ્રી જુનાગામ (શિવરામપુર) ગ્રામ પંચાયત ), મુખ્ય અતિથિ વિશેષ શ્રીમતિ શીતલબેન પટેલ( સીએસઆર હેડ અદાણી ફાઉન્ડેશન) ,શ્રીમતી હિનાબેન હિમાંશુભાઈ પટેલ ( ચોર્યાસી તાલુકા પંચાયત સભ્ય), ઉપસરપંચ શ્રી હિમાંશુ કુમાર પટેલ, નિકિતાબેન પટેલ (તલાટીશ્રી જુનાગામ,સુવાલી ગ્રામ પંચાયત), ફાલ્ગુનીબેન દેસાઈ, પંચાયત બોડીના સભ્યો વર્ષાબેન પટેલ, વત્સલ ભાઈ આહીર , હેમંતભાઈ પટેલ, કાંતિભાઈ , અંકિતાબેન , નવચેતન વિકાસ મંડળના ઉપપ્રમુખશ્રી ભગુભાઈ કે. પટેલ સાહેબ, મંત્રી શ્રી રમેશચંદ્ર જે.પટેલ સાહેબ, સહમંત્રી શ્રી બિપીનચંદ્ર એન. પટેલ સાહેબ, મંડળના અન્ય કારોબારી સભ્યો, પંચાયત બોડીના સભ્યો, વાલી મંડળના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, નવચેતન વિદ્યાલય ના આચાર્ય શ્રી સતીષભાઈ પટેલ સાહેબ,નવચેતન ઇન્ટરનેશનલ ના આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ, નવચેતન વિદ્યાલય અદાણી ફાઉન્ડેશન પ્રાથમિક વિભાગના આચાર્યશ્રીમતિ પ્રિયંકાબેન પટેલ, ગ્રામજનો , ત્રણેય વિભાગના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફમિત્રો, અને ત્રણેય વિભાગના વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
સૌપ્રથમ પધારેલ મહેમાનો નું કંકુચોખા થી તિલક અને SPC બેન્ડ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારપછી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું . કાર્યક્રમની શરૂઆત નવચેતન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારાપ્રાર્થના રજૂ કરવામાં આવી હતી . નવચેતન વિદ્યાલયના આચાર્ય શ્રી સતિષભાઈ બી. પટેલ સાહેબ દ્વારા પધારેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસરપંચ શ્રી હિમાંશુભાઈ પટેલ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રેરક ઉદબોધન થકી વક્તવ્ય રજૂ કરી સૌને અભિવાદિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ નવચેતન ઇન્ટરનેશનલ ઇંગ્લીશ મીડીયમ ની વિદ્યાર્થીનીઓએ જયતું જયતું ભારતમ ગીત પર નૃત્ય પ્રદર્શિત કર્યું હતું. . કાર્યક્રમના ધ્વજ આરોહક સરપંચશ્રી રાકેશભાઈ મનસુખભાઈ રાઠોડ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવામા આવ્યું હતું. ત્યારબાદ નવચેતન વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 12 ની વિદ્યાર્થીની પટેલ આકાશી કુમારી સોશિયલ મીડિયા પર વક્તવ્ય રજૂ કર્યું. ત્યારબાદ ધોરણ 10 ની વિદ્યાર્થી ની તેજલ કુમારી વાઘરી તેમણે કસુંબીનો રંગ પર દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ શ્રીમતી શીતલબેન પટેલ (સીએસઆર હેડ અદાણી ફાઉન્ડેશન )તેઓએ પણ આ પ્રસંગે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. અંતે નવચેતન વિકાસ મંડળના સહમંત્રીશ્રી બીપીનચંદ્ર પટેલ સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ નવચેતન વિદ્યાલય ના શિક્ષિકા દર્શનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આમ સ્વતંત્રતા પર્વની ઉજવણી નો આ કાર્યક્રમ એકંદરે ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો

ક્રિટીકલ થીંકીંગ’ સેમિનાર                                                તા. 13/08/2026                                 ...
13/08/2026

ક્રિટીકલ થીંકીંગ’ સેમિનાર
તા. 13/08/2026
વાર. ગુરૂવાર
આજરોજ નવચેતન વિદ્યાલય જૂનાગામ (શિવરામપુર)માં ‘ક્રિટીકલ થીંકીંગ’ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ના આયોજક : AM/NS India Times Foundation તથા (The Times of India) ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું, આજના મુખ્ય વક્તા બાલમની મેડમ , અમરભાઈ પાડવી, CSR વિભાગ ના સુનિલભાઈ તિવારી, જયંતીભાઈ ચૌધરી, , સ્મિત પટેલ, પૃથ્વીરાજસિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નવચેતન વિકાસ મંડળના સહમંત્રી શ્રી બીપીનચંદ્ર પટેલ સાહેબ, શાળાના આચાર્યશ્રી સતિષભાઈ બી પટેલ સાહેબ, શિક્ષક મિત્રો અને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આજના પ્રસંગ અનુરૂપ શાળાના આચાર્યશ્રી સતિષભાઈ બી પટેલ સાહેબે શાબ્દિક અને પુષ્પગુચ્છ આપી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાલમની મેડમે ક્રિટીકલ થીંકીંગનો અર્થ સરળ ભાષામાં સમજાવ્યો. તેમણે જણાવ્યું કે કોઈપણ માહિતી કે પરિસ્થિતિને તરત સ્વીકારી લેવાને બદલે તેના વિશે પ્રશ્નો પૂછવા, માહિતીનું વિશ્લેષણ કરવું, પુરાવા તપાસવા અને ત્યારબાદ યોગ્ય નિષ્કર્ષ પર પહોંચવું એ ક્રિટીકલ થીંકીંગ છે. ક્રિટિકલ થીંકીંગનું મહત્વ એ છે કે કોઈપણ સમસ્યાને માત્ર ઉપરછલ્લી રીતે જોવાને બદલે તેના ઊંડાણ સુધી પહોંચીને યોગ્ય તાર્કિક વિચારણા કેવી રીતે કરવી એના વિશે ચર્ચા થઈ હતી. ત્યાર પછી તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લેવામાં આવી હતી.
સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવ્યું હતું. અંતમાં, શાળા પરિવાર દ્વારા મુખ્ય વક્તા બાલમની મેડમ તેમજ AM/NS India અને ટાઇમ્સ ફાઉન્ડેશન ટીમોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પ્રતિભા પર્વ – સર્જનથી સફળતા 2026 અંતર્ગત આંતરશાળા સ્પર્ધાઓ       નવચેતન વિદ્યાલય, જૂનાગામ (શિવરામપુર) ખાતે તા. 10 ઓગસ્ટ...
11/08/2026

પ્રતિભા પર્વ – સર્જનથી સફળતા 2026 અંતર્ગત આંતરશાળા સ્પર્ધાઓ
નવચેતન વિદ્યાલય, જૂનાગામ (શિવરામપુર) ખાતે તા. 10 ઓગસ્ટ, 2026 સોમવાર ના રોજ “પ્રતિભા પર્વ – સર્જનથી સફળતા 2026” અંતર્ગત આંતરશાળા વિવિધ સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે AMNS.ના CSR વિભાગના શ્રી કિરણસિંહ સિંધા CSR હેડ , જયંતીભાઈ ચૌધરી, સ્મિતભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ ટ્વિંકલબેન પટેલ, અનિતાબેન પટેલ તેમજ CSR ટીમ ટીમ ઉપસ્થિત રહી હતી. મંડળના કારોબારી સભ્ય રતિલાલ ભાઈ પટેલ, નવચેતન વિકાસ મંડળના સહમંત્રી શ્રી બિપિનચંદ્ર પટેલ સાહેબ ,નવચેતન વિદ્યાલય ના આચાર્ય શ્રી સતિષભાઈ બી પટેલ સાહેબ, સ્ટાફ ગણ , અન્ય શાળાના આચાર્ય , નિર્ણાયકો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ CSR વિભાગના મહેમાનો તેમજ વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત રહેલા શિક્ષકો અને નિર્ણાયકોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવચેતન વિદ્યાલયના આચાર્યશ્રી સતિષભાઈ બી. પટેલ સાહેબ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ પ્રતિભાઓને ઉજાગર કરવા અને તેમને પોતાની સર્જનાત્મકતા રજૂ કરવા માટે ક્વિઝ સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધા, ડિબેટ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા દેશભક્તિ ગીત સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં અન્ય શાળાઓમાંથી નવચેતન વિદ્યાલય જૂનાગામ, નવચેતન ઇન્ટરનેશનલ સ્કૂલ જૂનાગામ, નવ જાગૃતિ વિદ્યાવિહાર હજીરા, શારદા વિદ્યાલય ઈચ્છાપોર, મયુરધ્વજ મોરા, ડી એલ કે શાહ સંજીવની હાઇસ્કુલ દામકા આમ છ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિવિધ સ્પર્ધાઓમાં અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા, વક્તૃત્વકૌશલ્ય, તર્કશક્તિ અને દેશપ્રેમની ભાવનાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાઓનું નિર્ણાયકશ્રીઓ દ્વારા નિષ્પક્ષ અને યોગ્ય રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે નિર્ણાયકોને પણ સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. મહેમાનો તથા આચાર્યશ્રીએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ, શિસ્તબદ્ધ અને આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. “પ્રતિભા પર્વ – સર્જનથી સફળતા 2026” અંતર્ગત યોજાયેલી આ આંતરશાળા સ્પર્ધાઓ વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા તથા તેમની અંદર રહેલી વિવિધ ક્ષમતાઓને વિકસાવવા માટે એક ઉત્તમ અને યાદગાર મંચ સાબિત થઈ હતો.
નિર્ણાયકો –
દિલીપભાઈ પટેલ ( પ્રચાર્યશ્રી ભગવાન મહાવીર બીએડ કોલેજ વેસુ)
જયેશભાઈ પટેલ ( આચાર્યશ્રી મહાવીર આસ્તિક વિદ્યાલય ગોડાધરા )
હેતલભાઈ એસ પટેલ ( ડ્રોઈંગ શિક્ષક શ્રી મહેશસિંહ આસ્તિક વિદ્યાલય ગોડાધરા)
રામસિંગભાઈ ગામીત
અનિતાબેન ગામીત
*વિજેતાઓનું પરિણામ –
વકૃત્વ સ્પર્ધા
રાજપુરોહિત હર્ષીતા દીવાકર - મયુર ધ્વજ વિદ્યાલય મોરા
પટેલ આકાશી નવીનભાઈ - નવચેતન વિદ્યાલય જુનાગામ
ઓઝા રિતેશ સચ્ચિદાનં - નવચેતનઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગામ
*દેશભક્તિ ગીત સ્પર્ધા
1. વાઘરી તેજલ નરેશભાઈ - નવચેતન વિદ્યાલય જુનાગામ
2. પટેલ શ્રુતિ મહેશભાઈ - ડી એલ કે શાહ સંજીવની હાઇસ્કુલ દામકા
3 પટેલ નેન્સી અભિમન્યુ - વિદ્યાલય શારદા વિદ્યાલય ઈચ્છાપોર
*ડિબેટ સ્પર્ધા
1. પાસવાન મુસ્કાન અમર – નવચેતન વિદ્યાલય જુનાગામ
2. મિશ્રા અંજલી ચંદ્રભૂષણ – મયુર ધ્વજ વિદ્યાલય મોરા
3. પટેલ ફલક નીતિનભાઈ – ડી એલ કે શાહ સંજીવની હાઇસ્કુલદામકા
*ક્વિઝ સ્પર્ધા
1. પટેલ રિયા પ્રવીણભાઈ - નવચેતન વિદ્યાલય જુનાગામ
પટેલ હેલીના ભાવેશભાઈ
વાજા મોનિકા ઉકાભાઇ
2 મનજી પાંડે - નવચેતનઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગામ
ચૌધરી અમિત
રાવલ શિવરાજ હરદેવ
3 . ભગત અમ્રિતા મનોજ - મયુર ધ્વજ વિદ્યાલય મોરા
સહિર દર્શિલ હસમુખભાઈ
પટેલ તનમય અજીતભાઈ
*ચિત્ર સ્પર્ધા
1. શર્મા ખુશ્બુ સતિષ - નવચેતનઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગામ
2. પટેલ જીલ જીતેન્દ્રભાઈ – ડી એલ કે શાહ સંજીવની હાઇસ્કુલદામકા
૩. મૈસુરિયા ક્રિષા કિશોરભાઈ - નવચેતન વિદ્યાલય જુનાગામ

નવચેતન વિદ્યાલયમાં નવા જ્ઞાન સહાયક નું સ્વાગત                                                                           ...
07/08/2026

નવચેતન વિદ્યાલયમાં નવા જ્ઞાન સહાયક નું સ્વાગત
તા: 07/08/2026
વાર :શુક્રવાર
આજ રોજ નવચેતન વિદ્યાલય, જુનાગામ (શિવરામપુર) માં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિષયના નવા જ્ઞાન સહાયક તરીકે શ્રીમતી ભૂમિબેન હાજર થયા હતા. પ્રાર્થના સંમેલનમાં આ પ્રસંગે નવચેતન વિકાસ મંડળના શ્રી બીપીનચંદ્ર પટેલ સાહેબ, શાળાના આચાર્યશ્રી સતિષભાઈ બી. પટેલ સાહેબ, શિક્ષકગણ, તેમજ ધોરણ 9થી 12 ના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી દ્વારા ભૂમિબેન ને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. તેમની નિમણૂકથી અંગ્રેજી વિષયના શૈક્ષણિક કાર્યને વધુ ગુણવત્તા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. અંતે સૌએ શ્રીમતી ભૂમિબેનને તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી અને ઉજ્જ્વળ કારકિર્દીની કામના કરી.

અલુણા/ ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન –        તા. 27/07/26 ને મંગળવારના રોજ નવચેતન વિદ્યાલય જુનાગામમાં અલુણ...
06/08/2026

અલુણા/ ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન –
તા. 27/07/26 ને મંગળવારના રોજ નવચેતન વિદ્યાલય જુનાગામમાં અલુણા/ ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9 થી 12 માંથી કુલ 15 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં વિજેતા વિધાર્થીઓના નામ નીચે મુજબ છે.
પ્રથમ ક્રમાંક –
મૈસૂરિયા ક્રિશા કિશોરભાઈ (ધોરણ 12)
દ્વિતીય ક્રમાંક –
રાજપૂત અર્પિતા નીરજભાઈ (ધોરણ 11)
તૃતીય ક્રમાંક –
પટેલ જીલ જયેશભાઈ
(ધોરણ 11)
આ રીતે 27-7 2026 સોમવારના રોજ યોજાયેલ મહેંદી સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

Address

Junagam, Ta. Chorasi Di.
Surat
394510

Opening Hours

Monday 7am - 1pm
Tuesday 7am - 1pm
Wednesday 7am - 1pm
Thursday 7am - 1pm
Friday 7am - 1pm
Saturday 7am - 11:30am

Alerts

Be the first to know and let us send you an email when Navchetan Vidhyalaya,junagam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Navchetan Vidhyalaya,junagam:

Shortcuts

Share

Category