Ranuj Highschool Ranuj

Call Website Contact the school

Ranuj Highschool Ranuj The institution is also having hostel facility for the students who are under the training course. There are 25 rooms

For the boys and 1 Warden room.

Shri Shivlal Haridas Modi Basic Training College For Men, Ranuj, is running under the

institution name “Ranuj Kelvani Mandal, Ranuj.” Since june 1959.The college is Government

recognized and grant in aid. Hostel building is well constructed with all the facility required for suitable stay. The building also having the facility of bathroom and toilets. Each room is having enough space, light, fan, cupboard and bed facilities.

19/09/2026
*રંગોલી રાષ્ટ્ર - રંગોનો ઉત્સવ**આયોજક:* રણુંજ કેળવણી મંડળ, રણુંજ સંચાલિત *રણુંજ હાઈસ્કૂલ, રણુંજ*આપણા લોકપ્રિય વડાપ્રધાન ...
17/09/2026

*રંગોલી રાષ્ટ્ર - રંગોનો ઉત્સવ*

*આયોજક:* રણુંજ કેળવણી મંડળ, રણુંજ સંચાલિત
*રણુંજ હાઈસ્કૂલ, રણુંજ*

આપણા લોકપ્રિય વડાપ્રધાન *શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે* આ દિવસને રંગીન અને યાદગાર બનાવવા માટે શાળા દ્વારા *"રંગોલી રાષ્ટ્ર"* પ્રવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર ભાવનાની થીમ પ્રમાણે અતિ સુંદર અને આકર્ષક રંગોલીઓ દોરી હતી.

*કાર્યક્રમના સ્થળો:*
1. રણુંજ હાઈસ્કૂલ પરિસર
2. આરોગ્ય વિભાગ, રણુંજ

આ સફળ આયોજન બદલ રણુંજ કેળવણી મંડળના *મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મહેશભાઈ ટી. દેસાઈ* તથા રણુંજ હાઈસ્કૂલના આચાર્યશ્રી *સેવંતીભાઈ એમ. પરમાર સાહેબે* તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની કલાને બિરદાવી હતી.

*જય હિંદ!*

રણુંજ હાઈસ્કૂલ, રણુંજ ખાતે શિક્ષક દિનની ઉજવણીસ્થળ: રણુંજ હાઈસ્કૂલ (ઉ.મા.શાળા), રણુંજ તારીખ: 07/09/2026, સોમવાર પ્રસંગ: શ...
07/09/2026

રણુંજ હાઈસ્કૂલ, રણુંજ ખાતે શિક્ષક દિનની ઉજવણી

સ્થળ: રણુંજ હાઈસ્કૂલ (ઉ.મા.શાળા), રણુંજ તારીખ: 07/09/2026, સોમવાર પ્રસંગ: શિક્ષક દિન ઉજવણી

આજરોજ તા.07/09/26 ના રોજ રણુંજ હાઈસ્કૂલ રણુંજ ખાતે રણુંજ કેળવણી મંડળ સંચાલિત શાળામાં શિક્ષક દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ દિવસે વિદ્યાર્થીઓએ જાતે શિક્ષક બનીને શિક્ષણ કાર્ય સંભાળ્યું હતું.

આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના કુલ 38 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ભાગ લીધો હતો. તમામ વિદ્યાર્થીઓએ શિક્ષકની વેશભૂષામાં પોતાને સોંપવામાં આવેલા વર્ગોમાં અત્યંત નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્ય કર્યું હતું. વર્ગખંડમાં ડિજિટલ બોર્ડ અને વ્હાઇટ બોર્ડ પર વિષયવાર અભ્યાસ કરાવ્યો હતો, જેની તસવીરો આ અહેવાલમાં સામેલ છે.

વિદ્યાર્થીઓમાં શિક્ષક તરીકેની સુઝ, આવડત અને નેતૃત્વ કળાને બિરદાવવા માટે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.

વહીવટી ભૂમિકા માટે પસંદગી:

આચાર્ય તરીકે: ગાંધી એના અશરફભાઈ

સુપરવાઈઝર તરીકે: કાસમ ફાતેમા ખાતુન મો. ફરીદ

શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી:

કાર્યક્રમના અંતે તમામ વર્ગોના નિરીક્ષણ અને વિદ્યાર્થીઓના પ્રતિભાવના આધારે નીચે મુજબના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રથમ ક્રમ: કુરેશી ઉબેદ ઈમરાન ભાઈ

દ્વિતીય ક્રમ: શેખ ફુઝલ સલીમભાઈ અને મેમદુ આઈશા સોહેલ

તૃતીય ક્રમ: ગાંધી આસીયા અશરફભાઈ અને કમાલ જૈનબ ઈસ્માઈલભાઈ

સન્માન સમારંભમાં શાળાના શિક્ષકશ્રી દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આચાર્ય તરીકે ફરજ બજાવનાર વિદ્યાર્થિનીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષક બનવાનો અનુભવ વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો હતો અને શિક્ષકના વ્યવસાયની જવાબદારીનો ખ્યાલ આવ્યો હતો. અંતે શાળા પરિવાર વતી સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

*રણુંજ કેળવણી મંડળ સંચાલિત રણુંજ હાઈસ્કૂલ ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો**રણુંજ, તા. 27-08-2026*રણુંજ કેળવણી મ...
27/08/2026

*રણુંજ કેળવણી મંડળ સંચાલિત રણુંજ હાઈસ્કૂલ ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

*રણુંજ, તા. 27-08-2026*

રણુંજ કેળવણી મંડળ સંચાલિત રણુંજ હાઈસ્કૂલ ખાતે આજરોજ વ્યસનમુક્તિ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને વ્યસનના દૂષણોથી બચાવી સદાચારી અને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો હતો.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને રણુંજ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી *મહેશભાઈ ટી. દેસાઈ* ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે BAPS સંસ્થામાંથી પધારેલા પૂજ્ય *શિવમભાઈ સાધક* તથા પૂજ્ય *દર્શનભાઈ સાધક* એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

પૂજ્ય સાધકોએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, "વ્યસન એ ધીમું ઝેર છે જે વ્યક્તિના શરીર, મન અને પરિવાર ત્રણેયને બરબાદ કરી નાખે છે. વિદ્યાર્થી જીવન એ ઘડતરનું જીવન છે, આ સમયે સારી સંગત, વ્યસનમુક્ત જીવન અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જ સાચી સફળતા અપાવે છે."

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી *સેવંતીભાઈ એમ. પરમાર* એ જણાવ્યું હતું કે શાળા હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા જાગૃતિ કાર્યક્રમો યોજતી રહેશે.

આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના સમગ્ર વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. અંતે તમામ વિદ્યાર્થીઓએ વ્યસનમુક્ત જીવન જીવવાના શપથ લીધા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન *શિલ્પાબેન બાવા* દ્વારા કરવામાં આવ્યું હતું.

*આચાર્યશ્રી, રણુંજ હાઈસ્કૂલ, રણુંજ*

-

*વિષય*: રણુંજ કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓમાં 80મા સ્વાતંત્ર્ય દિનની  ઉજવણી*રણુંજ, તા. ૧૫/૦૮/૨૦૨૬*  દેશના 80મા સ્વાતંત્ર્...
15/08/2026

*વિષય*: રણુંજ કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

*રણુંજ, તા. ૧૫/૦૮/૨૦૨૬*
દેશના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત *શ્રી રણુંજ કેળવણી મંડળ, રણુંજ* સંચાલિત ચારે સંસ્થાઓમાં આજ રોજ ભવ્યાતિભવ્ય રીતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત *મે. ટ્રસ્ટી શ્રી મહેશભાઈ ટી. દેસાઈ*ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે *શ્રી હરેશભાઈ આર. મોદી સાહેબ*ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, કર્મચારીગણ, વિદ્યાર્થીઓ તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે રાષ્ટ્રની પ્રગતિ અને એકતાની કામના સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

*વિષય*: રણુંજ ગામમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજનરણુંજ: આગામી 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને અનુલક્ષીને તા. ૧૩/૦૮/૨૦૨૬ ના...
14/08/2026

*વિષય*: રણુંજ ગામમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

રણુંજ:
આગામી 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને અનુલક્ષીને તા. ૧૩/૦૮/૨૦૨૬ ના રોજ રણુંજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, રણુંજ પોલીસ સ્ટેશન અને સ્થાનિક અગ્રણીઓના સંયુક્ત ઉપક્રમે રણુંજ ગામમાં ભવ્ય *તિરંગા યાત્રા*નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે ભાગ લીધો હતો. સ્થાનિક અગ્રણીઓએ નાગરિકોને રાષ્ટ્રભક્તિ અને એકતાનો સંદેશ આપ્યો હતો.

સમગ્ર ગામમાં "ભારત માતા કી જય" અને "વંદે માતરમ" ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને યાદગાર બનાવવાનો હતો.

આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ ટી દેસાઈ, રણુંજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગઢવી સાહેબ,શાળાના આચાર્યશ્રી સેવંતીભાઈ એમ પરમાર, શિક્ષક ગણ, , પોલીસ અધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Address

Ranuj

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 7:45am - 11:45pm

Telephone

+912766287624

Alerts

Be the first to know and let us send you an email when Ranuj Highschool Ranuj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Ranuj Highschool Ranuj:

Shortcuts

Share