Shri G. T. Sheth Vidyalaya

Shri G. T. Sheth Vidyalaya Managed by The Jain Education Society, Mumbai

તારીખ 16/09/'26ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના શાળા પરિવારએ પ્રાર્થનાસભામાં અરિહંત શરણ પામેલ પૂજ્ય શ્રી શશીકાંતભાઈ ગો...
16/09/2026

તારીખ 16/09/'26ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના શાળા પરિવારએ પ્રાર્થનાસભામાં અરિહંત શરણ પામેલ પૂજ્ય શ્રી શશીકાંતભાઈ ગોરધનભાઈ બદાણી (શ્રી જી. ટી. શેઠ વિદ્યાલય - ધ જૈન એજ્યુકેશન સોસાયટી મુંબઈના ઉપપ્રમુખ) માટે મૌન પાળી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. અરિહંત શરણ પામેલ દિવ્ય આત્મા શ્રી શશીકાંતભાઈ બદાણીએ તન, મન અને ધનથી કરેલ સેવાકાર્યો અને તેઓએ અવિરત કરેલા દાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી.

તારીખ 15/09/'26ના રોજ સંવત્સરી મહાપર્વના અનુસંધાને શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયમાં પ્રાર્થનાસભામાં સર્વે શાળા પરિવારે મન, વ...
16/09/2026

તારીખ 15/09/'26ના રોજ સંવત્સરી મહાપર્વના અનુસંધાને શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયમાં પ્રાર્થનાસભામાં સર્વે શાળા પરિવારે મન, વચન અને કાયાથી જાણતા-અજાણતા કોઈપણને દુઃખ પહોંચાડ્યું હોય તો, તે બદલ હૃદયપૂર્વક ક્ષમા માંગવા સર્વેએ એકબીજાને "મિચ્છામી દુક્કડમ" કહીને ક્ષમા યાચના કરેલ હતી.

તારીખ 14/09/'26ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના કે.જી. વિભાગના ભૂલકાઓએ શ્રી ગણેશજીનું સ્થાપન કરીને ભક્તિભાવ સાથે ગણેશ ...
16/09/2026

તારીખ 14/09/'26ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના કે.જી. વિભાગના ભૂલકાઓએ શ્રી ગણેશજીનું સ્થાપન કરીને ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી. આ કાર્યક્રમમાં શાળાનો સ્ટાફગણ પણ ઉત્સાહ-ઉમંગ સાથે જોડાયો.

તારીખ 12/09/'26ના રોજ શ્રી જી. ટી.  શેઠ વિદ્યાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન ઉપક્રમે હોમ સાયન્સ વિશેની માહિતી આપતા સેમિનાર...
13/09/2026

તારીખ 12/09/'26ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન ઉપક્રમે હોમ સાયન્સ વિશેની માહિતી આપતા સેમિનારનું આયોજન કરવામાં આવેલ. શાળાના આચાર્ય ડૉ.ભાવેશભાઈ દવેએ શાબ્દિક સ્વાગત સાથે તજજ્ઞોનો પરિચય આપેલ અને સેમીનારની ભૂમિકા સ્પષ્ટ કરેલ. તજજ્ઞશ્રી ડૉ.જયશ્રીબેન રાણપરા (Head of the department of Home Management - Mahila College) અને ડૉ.દક્ષાબેન જોટંગીયા(Head of the department of Food and Nutrition - Mahila College ) એ હોમ સાયન્સ વિષય સાથે જુદા જુદા ક્ષેત્રોમાં રહેલી કારકિર્દીઓની શક્યતા અને હોમ સાયન્સના વિષયોની ઘણી જ ઉપયોગી માહિતી PPT ના માધ્યમથી સુંદર રીતે અભિવ્યક્ત કરેલ હતી.
પ્રસ્તુત સેમીનાર વિદ્યાર્થીઓ માટે ઘણો માહિતીસભર અને ઉપયોગી પુરવાર રહ્યો હતો.

તારીખ 11/09/'26ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે શિકાગો વિશ્વ ધર્મસભામાં સ્વામી વ...
13/09/2026

તારીખ 11/09/'26ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે શિકાગો વિશ્વ ધર્મસભામાં સ્વામી વિવેકાનંદજીએ આપેલ ભાષણની 133મી જયંતિ પ્રસંગે યોજાયેલ યુવાશિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ શિબિર અન્વયે વિદ્યાર્થીઓએ પોતાના વ્યક્તિગત વિકાસ અંગેની સમજ કેળવી હતી. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા શાળાના શિક્ષિકા શ્રી લીનાબેન વિસરોલીયા પણ આ યુવા શિબિરમાં જોડાયા હતા.

તારીખ 8/09/'26ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલય ખાતે State Bank of Indiaના સહયોગથી વિદ્યાર્થીઓ માટે Financial Literacy & ...
09/09/2026

તારીખ 8/09/'26ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલય ખાતે State Bank of Indiaના સહયોગથી વિદ્યાર્થીઓ માટે Financial Literacy & Cyber Awareness વિષય પર એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તજજ્ઞ તરીકે શ્રી સંજયભાઈ મહેતા (Financial Literacy Counselor of SBI)એ સેવા આપેલ. શાળાના આચાર્ય ડૉ.ભાવેશભાઈ દવે તથા શિક્ષક મિત્રો પણ આ સેમિનારમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ અન્વયે વિદ્યાર્થીઓએ ઓનલાઇન નાણાકીય વ્યવહારો અને તે અંગે થતા ફ્રોડ અંગે વિસ્તૃત જાણકારી મેળવેલ હતી.

5  સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન. શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે શિક્ષક દિનની ઉજવણી કરી હત...
09/09/2026

5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન. શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે શિક્ષક દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શાળાના પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રી વંદનાબેન દવેએ વિદ્યાર્થીઓને શિક્ષક દિનની ઉજવણી અંગેનો હેતુ અને અગત્યતાની માહિતી આપી હતી. તમામ વિદ્યાર્થીઓએ આદર્શ શિક્ષક બની સ્વયં શિક્ષણની પ્રવૃત્તિમાં ઉત્સાહ સાથે જોડાઈને શિક્ષક પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

શ્રી  જી. ટી. શેઠ વિદ્યાલયના ભૂલકાઓએ હરખભેર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી અને શાળા પટાંગણ ભક્તિભાવ સાથે ગોકુળીયુ ...
09/09/2026

શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના ભૂલકાઓએ હરખભેર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી અને શાળા પટાંગણ ભક્તિભાવ સાથે ગોકુળીયુ બની ગયું હતું.

શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના કે.જી. વિભાગમાં  તાજેતરમાં કઠોળડે,  વિભિન્ન વેશભૂષા દિન,  રક્ષાબંધન તેમજ જ્ઞાન સાથે ગમ્મત થા...
09/09/2026

શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના કે.જી. વિભાગમાં તાજેતરમાં કઠોળડે, વિભિન્ન વેશભૂષા દિન, રક્ષાબંધન તેમજ જ્ઞાન સાથે ગમ્મત થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું. આચાર્યા શ્રી વર્ષાબેન દ્વિવેદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહી હતી.

04/09/2026

જય યશોદા લાલની
જય હો નંદલાલની
હાથી, ઘોડા, પાલખી
જય કનૈયાલાલની
આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના.
🌷જય શ્રીકૃષ્ણ🌷

Address

Kalawad Road
Rajkot
360005

Telephone

+918866610054

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri G. T. Sheth Vidyalaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri G. T. Sheth Vidyalaya:

Shortcuts

Share

Category