District Education Office Patan

District Education Office Patan

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from District Education Office Patan, Education, District Education Office, Block B,1st Floor, District Seva Sadan,Patan, Patan.

District Education Office, Patan
(Official Page)
આ પેજ દ્વારા પાટણ જિલ્લા ની શિક્ષણ સંબંધિત તમામ સત્તાવાર માહિતી, પરિપત્ર, પરિણામ, કાર્યક્રમ અને સૂચનાઓ જાહેર કરવામાં આવશે.

Photos from District Education Office Patan 's post 25/03/2026

.
આજ રોજ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેના રક્ષણ માટે અમલીકરણ(DLMC) સમિતિના માન.અધ્યક્ષ વ કલેકટરશ્રી,પાટણ તેમજ સભ્ય સચિવ વ જિલા શિક્ષણાધિકારી,પાટણ અને સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં DLMCની સમીક્ષા બેઠક યોજાયેલ જેમાં ૨૪ કલાક કાઉન્સેલિંગ હેલ્પલાઇન,શિક્ષકશ્રીઓ માટે તાલીમ, વિદ્યાર્થી મિત્રની નિમણૂક,માનસિક તણાવ નિવારણ તેમજ વિદ્યાર્થીઓનું સુરક્ષિત, માનસિક રીતે સ્વસ્થ અને સહાયક પર્યાવરણ સુનિશ્ચિત કરવા અંગેની બાબતોની સમીક્ષા કરવામાં આવેલ.
District Education Office Patan
Deo Patan

Photos from District Education Office Patan 's post 05/03/2026
Photos from District Education Office Patan 's post 05/03/2026

...
આજ રોજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અંતર્ગત પાટણ જિલ્લામાં ખાલી રહેલ જગ્યાઓ પર વેઈટીંગ લીસ્ટમાંથી નિમણૂક પામેલ કુલ-૦૩ ઉમેદવારોને
શ્રી એ.એન.ચૌધરી,માન.જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, પાટણના હસ્તે ભલામણપત્ર તેમજ નિમણુંક હુકમ એનાયત કરવામાં આવેલ.




Deo Patan

26/02/2026

પાટણ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પાટણ જિલ્લામાં બે ઝોનમાં ધોરણ 10ના 22 કેન્દ્રો પર 18,630 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.
સમગ્ર રાજ્યની જેમ પાટણ જિલ્લામાં પણ પ્રથમ દિવસે સોમવારે સવારે 10 કલાકે એસ.એસ.સી.માં ગુજરાતી વિષયની પરીક્ષા સાથે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. તો બપોરે 3 કલાકથી એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન જ્યારે એસ.એસ.સી. સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રની પરીક્ષા લેવાશે.
ધોરણ 10ની પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. પ્રથમ દિવસે શ્રી અશોકકુમાર એન. ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી,પાટણ સહિત લાયન્સ ક્લબ, ભારત વિકાસ પરિષદ અને શિક્ષકો દ્વારા શેઠ બી.એમ.હાઇસ્કુલ,પાટણ ખાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, ગુલાબ અને સાકરથી મોં મીઠું કરાવી આવકારવામાં આવ્યા તેમને બોલપેન અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવેલ.
પાટણ જિલ્લાના તમામ પરીક્ષા શાળાઓના બ્લોકમાં સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ આ બોર્ડ પરીક્ષા ગુરુવારથી શરૂ થઈ છે. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓની બેગ, બૂટ, ચપ્પલ, મોબાઇલ સહિતની વસ્તુઓ પરીક્ષા ખંડની બહાર રાખવામાં આવેલ.
વધુમાં, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 કેન્દ્રો પર 10,367 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો પર 1,721 વિદ્યાર્થીઓ જિલ્લામાં પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર પરીક્ષા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે આપી શકે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવેલ.

District Education Office Patan

25/02/2026

Post

25/02/2026

નમસ્કાર,
District Education Office, Patan
(શિક્ષણ વિભાગ – ગુજરાત સરકાર)
આપ સૌનું આ Official Facebook પેજ પર હાર્દિક સ્વાગત છે.
આ પેજ દ્વારા જિલ્લા સ્તરે શિક્ષણ સંબંધિત તમામ મહત્વપૂર્ણ સૂચનાઓ, પરિપત્રો, કાર્યક્રમોની માહિતી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની અપડેટ આપવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા અને સરળ સંચાર માટે આ પેજ કાર્યરત રહેશે.
📍 જિલ્લો : Patan
📚 વિભાગ : Education Department, Gujarat
આપ સહકાર આપશો તેમજ વિધાર્થીઓ,શિક્ષકો અને નાગરિકો વધુમાં વધુ શિક્ષણ ક્ષેત્રે જોડાશો એવી અપેક્ષા.
જય હિન્દ...

આભાર
Team District Education Office Patan

Want your school to be the top-listed School/college in Patan?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address

District Education Office, Block B,1st Floor, District Seva Sadan,Patan
Patan
384265