Info Navsari GoG

Website Contact the school

Info Navsari GoG Facebook handle of District Information Office, Navsari. Government of Gujarat.

24/09/2026

વેરાવળ પૂર્ણા નદી કિનારે ગણેશ વિસર્જન સ્થળે જિલ્લા માહિતી કચેરીની ટીમે હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન

શેરડીના પાકમાં સફેદમાખી અને પાયરીલા જીવાતનો સમયસર ઉપદ્રવ અટકાવવા ખેતીવાડી વિભાગની અપીલ--પાકના રક્ષણ માટે જૈવિક, યાંત્રિક...
24/09/2026

શેરડીના પાકમાં સફેદમાખી અને પાયરીલા જીવાતનો સમયસર ઉપદ્રવ અટકાવવા ખેતીવાડી વિભાગની અપીલ
--
પાકના રક્ષણ માટે જૈવિક, યાંત્રિક અને ભલામણ કરેલ દવાઓનો ઉપયોગ કરી સંકલિત વ્યવસ્થાપન કરવા નવસારી કૃષિ યુનિવર્સિટીની સલાહ
--
માહિતી બ્યુરો: ગુરુવાર: નવસારી: શેરડીના ઊભા પાકમાં સફેદમાખી અને પાયરીલા જીવાતોથી થતા નુકસાનને અટકાવવા માટે ખેડૂતોએ સમયસર અને યોગ્ય રીતે સંકલિત વ્યવસ્થાપન હાથ ધરવું અત્યંત જરૂરી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાકમાં ભલામણ મુજબ જ રાસાયણિક ખાતર અને પિયત આપવા જણાવવામાં આવ્યું છે. સફેદમાખીનો ઉપદ્રવ જણાય તો યુદ્ધના ધોરણે તાત્કાલિક ઉપદ્રવિત પાન કાપીને બાળી નાખવા અને તેનો ઘાસચારા તરીકે ઉપયોગ ટાળવો, જેથી જીવાતનો ફેલાવો અટકે.
જીવાતોના કુદરતી અને જૈવિક નિયંત્રણ માટે પાકમાં પરજીવી કીટકો (જેવા કે સેરેન્જીયમ પાર્સેસેટોસમ, એમીટસ, એન્કાર્સીયા) ની હાજરી હોય તો હેક્ટર દીઠ ૩૦ મેશની જાળીવાળા ૧૦ પાંજરા મૂકવા. પાયરીલાના નિયંત્રણ માટે ઈંડાના સમૂહોનો નાશ કરવો તથા પરોપજીવી કીટક એપીરીકેનીયા મેલાનોલ્યુકા (હેક્ટરે ૧ લાખ ઈંડા અથવા ૨૦૦૦ કોશેટાઓ) છોડવાની ભલામણ છે. આ ઉપરાંત, ઓઈનસીટ્રસ અને ટેટ્રાસ્ટીકસ જેવા પરજીવીઓ પણ કુદરતી રીતે આ જીવાતને કાબુમાં રાખવામાં મદદરૂપ થાય છે.
દવાના ઉપયોગ અંગે માર્ગદર્શન આપતાં જણાવવામાં આવ્યું છે કે સફેદમાખીની કોશેટા અવસ્થાએ દવા અસરકારક રહેતી ન હોવાથી, ઈંડા કે નાના બચ્ચાં જણાય કે તરત જ લીમડા આધારિત દવા એઝાડીરેકટીન ૧૦૦૦૦ પીપીએમ (૨૦ મીલી / ૧૦ લિટર પાણી) અથવા લીંબોળીનું તેલ ૫૦ મીલી સાથે ૫ ગ્રામ ડીટર્જન્ટ પાવડર ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. શરૂઆતના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ % એસ.એલ. (૩ મિ.લિ. / ૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો અને હંમેશા લેબલ પર આપેલી ભલામણ મુજબ જ દવાનો ડોઝ વાપરવો. વધુ માહિતી માટે ખેડૂતોએ સ્થાનિક ગ્રામસેવક, ખેતી અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક સાધવો.
૦૦૦૦૦

વેરાવળ પૂર્ણા નદી કિનારે ગણેશ વિસર્જન સ્થળે જિલ્લા માહિતી કચેરીની ટીમે હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન :         000000 ‘સ્વચ...
24/09/2026

વેરાવળ પૂર્ણા નદી કિનારે ગણેશ વિસર્જન સ્થળે જિલ્લા માહિતી કચેરીની ટીમે હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન :
000000
‘સ્વચ્છતા એ સૌની સહિયારી જવાબદારી’ના સંદેશ સાથે પૂર્ણા નદી કિનારે માહિતી કચેરીની ટીમનું સ્વચ્છતા અભિયાન :
0000000
નવસારી: ગુરુવાર : સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવા તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવાના સંદેશને વધુ અસરકારક બનાવવા જિલ્લા માહિતી કચેરી, નવસારીની ટીમ દ્વારા વેરાવળ ખાતે પૂર્ણા નદી કિનારે આવેલા ગણેશ વિસર્જન સ્થળે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક મહેન્દ્ર વેકરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ ગણેશ વિસર્જન સ્થળની આસપાસના વિસ્તારની સફાઈ કરી હતી. ગણેશ વિસર્જન બાદ નદી કિનારે તેમજ આસપાસના વિસ્તારમાં એકત્રિત થયેલા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરી સ્થળને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું.
આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ મનીષ બ્રહ્મભટ્ટ, દિનેશ માહલા, અક્ષય પટેલ, મેહુલ રાઠોડ, હસમુખ પટેલ, રોહિત રાઠોડ, પ્રીતિ પટેલ, યોગેશ કટારીયા તથા જીગ્નેશ પટેલે ઉત્સાહપૂર્વક સહભાગી બની સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું હતું.
આ પ્રસંગે ‘સ્વચ્છતા એ સૌની સહિયારી જવાબદારી છે’ તે સંદેશ સાથે નદી, તળાવ અને અન્ય જળાશયોના કિનારા સહિત જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા સૌને અપીલ કરવામાં આવી હતી. ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ અને સ્વચ્છતાનું પણ જતન થાય તે માટે ગણેશ વિસર્જન બાદ ઉત્પન્ન થતા કચરાનો યોગ્ય નિકાલ કરવો તેમજ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લા માહિતી કચેરીની ટીમના આ સ્વચ્છતા અભિયાનથી જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તેમજ સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારી અને જનભાગીદારીનો સંદેશ વધુ અસરકારક રીતે પહોંચ્યો હતો.

ગણદેવી તાલુકાના મેંધર ગામે વધુ ૧૩૦૦૦ ચોમીથી વધુના અનધિકૃત જિંગા તળાવના દબાણો તોડી પાડવામાં આવ્યા છે-----નવસારી: બુધવાર:-...
24/09/2026

ગણદેવી તાલુકાના મેંધર ગામે વધુ ૧૩૦૦૦ ચોમીથી વધુના અનધિકૃત જિંગા તળાવના દબાણો તોડી પાડવામાં આવ્યા છે
-----
નવસારી: બુધવાર:- નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા હેઠળ આવતા દરિયાકાંઠાના મેંધર ગામે સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજુરી વિના ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવોનું છેલ્લા ધણા દિવસોથી તોડી પાડવામાં આવી રહ્યા છે. આજે વધુ ૧૩૦૦૦ ચો.મી.ના દબાણો દુર કરવામાં આવ્યા હતા. છેલ્લા હજુ પણ ઝીંગા તોડવાની કામગીરી શરૂ છે.

જિલ્લા કલેક્ટરશ્રી  મનીષ ગુરવાનીના અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો :        ****કલેક્ટરશ્રીએ અરજદારોની રજૂઆત...
24/09/2026

જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો :
****
કલેક્ટરશ્રીએ અરજદારોની રજૂઆતો સાંભળી સમયબદ્ધ અને નિયમોનુસાર નિરાકરણ માટે સૂચનાઓ આપી :
***
લોકાભિમુખ અને જવાબદાર વહીવટની દિશામાં જિલ્લા વહીવટીતંત્રની સતત કામગીરી:
***
નવસારી, બુધવાર:
નવસારી જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. લોકાભિમુખ વહીવટના અભિગમને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અરજદારોએ પોતાના પ્રશ્નો, ફરિયાદો અને રજૂઆતો જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ રજૂ કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન નવસારી મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, તાલુકા પંચાયત, મત્સ્યઉદ્યોગ વિભાગ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા, જિલ્લા પંચાયત, પ્રાંત અધિકારી-ચીખલી, જિલ્લા શિક્ષણાધિકારી, પોલીસ વિભાગ, ચીફ ઓફિસર-બીલીમોરા સહિત વિવિધ વિભાગોને લગતા કુલ ૪૩ પ્રશ્નો રજૂ થયા હતા.
જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીએ અરજદારોની રજૂઆતોને સંવેદનાપૂર્વક સાંભળી હતી. રજૂ થયેલા પ્રશ્નોના સંદર્ભે સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો અને હકીકતલક્ષી માહિતી મેળવી હતી. તેમજ દરેક રજૂઆતનો નિયમોનુસાર અભ્યાસ કરી અરજદારોના પ્રશ્નોનું સમયબદ્ધ અને યોગ્ય નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમના માધ્યમથી નાગરિકોની રજૂઆતો જિલ્લા કક્ષાએ સાંભળી સંબંધિત વિભાગો સાથે સંકલન સાધી પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહે તેમજ તેમની રજૂઆતોનો નિયમોનુસાર ઝડપી નિકાલ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા લોકાભિમુખ અને જવાબદાર વહીવટને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
સ્વાગત કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી જે.એન. લિખિયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંબંધિત વિભાગોના અધિકારીઓએ રજૂ થયેલા પ્રશ્નો અંગે જરૂરી માહિતી અને વિગતો રજૂ કરી હતી.
000000

24/09/2026

ઘર આંગણે કલ્યાણકારી સેવાઓનો લાભ...

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં જામખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામના રહેવાસી લખમણભાઈ છાટકાને મળ્યું આયુષ્માન કાર્ડ; આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જરૂરી પ્રક્રિયા સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવતા ગણતરીના સમયમાં જ તેમને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યું...

સરકાર છેવાડાના ગામો સુધી પહોંચી ને નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ આપી રહી છે. મને ઘર આંગણે આયુષ્માન કાર્ડ મળતા આરોગ્યની ચિંતાઓમાંથી મુક્ત બન્યો છું : લાભાર્થી લખમણભાઈ

24/09/2026
24/09/2026

Address

A-wing, 3rd Floor, Old Jilla Seva Sadan Building, Junathana
Navsari
394540

Alerts

Be the first to know and let us send you an email when Info Navsari GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Info Navsari GoG:

Shortcuts

Share