23/01/2025
Hello everyone....
આજરોજ આપની સાથે મે જોઈ અને અનુભવેલ એવી એક સુંદર શાળાની વાત કરવી છે....આજરોજ ક્રોસ મોનીટરીંગ અંતર્ગત એક પ્રા.શાળા મુકામે જવાનું થયું... હું કલ્પી નોહતો શકતો કે જે રસ્તા પરથી, જે વિસ્તારમાંથી હું પસાર થઈ રહ્યો છું ત્યાં મને મારી મનગમતી જગા જોવા મળશે...અને બોસ મળી...અને ખૂબ મળી.... એ જગા એટલે કસલાલ પ્રા.શાળા....અચૂક જોવા જેવી, સમજવા જેવી જગા..જ્યા તેમને બેસવું,,ફરવું અને બસ પ્રકૃતિને માણ્યા કરવાનું મન થાય....મેં શાળા પરિસરમાં પ્રવેશ કર્યોં ત્યાં જ મન પ્રફુલ્લિત થઇ ઉઠ્યું....જાણે હું કોઈ સુંદર ઉદ્યાનમાં હોઉ.... ચારે તરફ સુંદર માઇક્રો પ્લાનિંગ સાથેના આયોજન સાથે તમામ વસ્તુઓ તેની જગા પર જોવા મળે....બાળકો પણ ખૂબ જ શિસ્તમાં યુનિફોર્મમાં સુસુજ્જ જોવા મળ્યા. જેમની સાથેનો વાર્તાલાપ પણ અવિસ્મરણીય બની રહ્યો....શાળા પરિવાર ખૂબ પ્રેમાળથી ભરપૂર ને તેમની વાતોમાં શાળાની અને બાળકોના શિક્ષણની ચિંતા અવિરત જોવા મળી રહેતી....અને કેમ ન હોય આ એજ શાળા પરિવારની મહેનત છે જેમણે સાથે મળીને, અથાગ પુરુષાર્થથી શાળાને સ્વર્ગસમી બનાવી છે..શાળામાં બગીચો નાનો મોટો તો હોય,,, પણ બગીચામાં શાળા હોય એ સુંદર અહેસાસ તમને આ શાળા જરૂર કરાવે....આભાર કસલાલ શાળાનો કે મને આજરોજ આટલી સુંદર ક્ષણો આપી...જે આપ તસવીરોમાં અને ખાસ વિડિયોમાં જોઈ શકો......👇